Shatdal

કંગના રનૌત વિરુદ્ધ બાબા રામદેવ: ગટર, જુવાની અને કેરેક્ટર સર્ટિફિકેટ

By GS Team
25 Aug 20262 mins read
કંગના રનૌત વિરુદ્ધ બાબા રામદેવ: ગટર, જુવાની અને કેરેક્ટર સર્ટિફિકેટ

જંતર-મંતર પર થયેલા જેન-ઝી આંદોલનનો તરંગો શાંત પડવાનું નામ લેતા નથી. વડાપ્રધાન મોદી વિરુદ્ધ થયેલા તદ્દન વલ્ગર સૂત્રોચ્ચાર અને અભદ્ર પોસ્ટરબાજીને કારણે ક્રોધે ભરાયેલી કંગના રનૌતે 'ગટર જનરેશન' શબ્દપ્રયોગ કરી નાખ્યો. એક ઇન્ટરવ્યુમાં કંગના વિશે પૂછાતાં બાબા રામદેવ એકદમ ભડકી ઉઠયા ને કંગના વિરુદ્ધ બોલી પડયા. આ સાંભળીને કંગના ઝાલી ઝલાય? એણેય કચકચાવીને સ્ટેટમેન્ટ ફટકાર્યું. ને પછી સોશિયલ મિડીયા પર જે રમઝટ બોલી છે…

ઉનકા બચપન કૈસા ગયા હૈ? ઉનકી જવાની કૈસી રહી હૈ? ઉનકે પહલે કે કારનામે કૈસે રહે હૈ?… ઐસે દેશ કે કિસી ભી જવાનોં કો ગટર બોલના બિગડે હુએ દિમાગ કી નિશાની હૈ.

  • બાબા રામદેવ

બાબાજી, મારી જુવાની કે બેડરૂમના રંગીન સપનાં ન જુઓ. એટલીસ્ટ મને ક્યારેય સુપ્રીમ કોર્ટે ફ્રોડ કે ખોટા મેડિકલ દાવા કરવા બદલ ફટકાર નથી લગાવી. એટલે તમે તો મને ચારિત્ર્ય વિશે ભાષણ ન જ આપો. તુમસે તો બહોત જ્યાદા બેહતર હૈ મેરા કેરેક્ટર.

  • કંગના રનૌત

બાબા, ઇતને કૈસે બદલી ગયે આપ?

બાબાનું સોફ્ટવેર અપડેટ થઈ ગયું.

વક્ત બદલ ગયે, જઝબાત બદલ ગયે… યે ક્યા દેખ રહા હૂં મૈં?

ચાલો, ફોર અ ચેન્જ, આ વખતે હું રામદેવ બાબા સાથે સહમત છું.

રામદેવ બાબા ખરેખર આવું બોલ્યા? ભરોસો થતો નથી. કહ દો કિ યે છૈં હૈ!

ના ના, આ તો જેન-ઝી પતંજલિની પ્રોડક્ટ્સનો બહિષ્કાર ન કરે એટલા માટે બાબા સમય જોઈને સૂર બદલી નાખ્યો છે.

બાબાજી, કંગના રનૌત એક આદરણીય સાંસદ છે, ત્રણ વાર નેશનલ અવોર્ડ જીતી ચૂકેલી એક્ટ્રેસ છે અને દેશભક્તિનો અવાજ છે. એણે નીડર થઈને ઉદ્ધવ ઠાકરેનો વિરોધ કર્યો હતો, અને પછી ઉદ્ધવની સરકાર પણ પદભ્રષ્ટ થઈ હતી. જેટલી હિંમત આખી પોલિટિકલ પાર્ટીમાં ન હોય એટલી હિંમત એકલી કંગનાએ દખાડી. એ જે બોલે છે તે કરી દેખાડે છે. તમે કંગના વિરુદ્ધ અકારણ નેગેટિવ ટિપ્પણી કરીને ખુદનું નુક્સાન કરી રહ્યા છો.

બાબા પર ભરોસો મૂકવાની ઉતાવળ ન કરતા, ભાઈઓ…

રામદેવ બાબા, તમે ચુપચાપ યોગ કરો, આ બધામાં ન પડો.

બાબાજી સુધર રહે હૈ. રામદેવ બાબા કી જય!