Shatdal

બિલાડી કેટલી શુભ? કેટલી અશુભ?

By GS Team
1 Sep 20265 mins read
બિલાડી કેટલી શુભ? કેટલી અશુભ?
  • બિલાડી આડે ઉતરે તો અપશુકન થયા કહેવાય એવી એક અતિ પ્રચલિત માન્યતા છે. માત્ર આપણે ત્યાં જ નહીં, દુનિયાભરના દેશોમાં બિલાડી સાથે જેવી કંઈકેટલીય માન્યતાઓને સદીઓથી જોડી દેવામાં આવી છે. શો તર્ક છે આ માન્યતાઓ પાછળ? શું તમે જાણો છો કે બિલાડી માત્ર બૅડ ન્યુઝ જ નહીં, ગુડ ન્યુઝ પણ લાવી શકે છે?

ત મે જોયું હશે કે બિલાડી રસ્તે આડી ઉતરે તો અમુક લોકો ઊભા રહી જાય છે, અટકી જાય છે. કોઈ વળી બીજી કોઈ વ્યક્તિ રસ્તો ઓળંગી ન લે ત્યાં સુધી રાહ જોશે. કોઈ વળી બિલાડી જોઈને થૂંકશે ને પછી આગળ ડગલાં માંડશે. શક્ય છે કે તમે ખુદ બિલાડી આડી ઉતરે એને અપશુકનિયાળ માનતા હો. બિલાડી રસ્તો આંતરે તો એને અશુભ માનવાનું કારણ શું?
કારણ કે બિલાડી પર રાહુ અને અલક્ષ્મી બિરાજમાન છે!
વૈદિક જ્યોતિષમાં બિલાડીને રાહુનું વાહન ગણવામાં આવી છે. જ્યોતિષશા અનુસાર રાહુ એક અશુભ ગ્રહ છે. રાહુનો દુષ્પ્રભાવ જીવનમાં ઘણી સમસ્યાઓ લાવે છે. રાહુ બિલાડી પર સવાર થતો હોવાથી આ પ્રાણી આપણા રસ્તે આડું ઉતરે તો એ સ્થિતિને અશુભ ગણવામાં આવે છે. ડર બિલાડીનો નથી, પણ બિલાડી પર બિરાજમાન રાહુનો છે. રાહુના પ્રભાવથી જીવનમાં દુર્ઘટના બને છે એવી માન્યતા છે. આથી જો બિલાડી આપણા રસ્તો કાપે તો મનમાં સળવળાટ થઈ ઉઠે છે કે ક્યાંક ન બનવાનું બનશે કે શું? લક્ષ્મીજી ધનનાં દેવી છે તો એમની બહેન અલક્ષ્મી દરિદ્રતાનાં દેવી છે. આપણાં ધામક ગ્રંથોમાં લક્ષ્મી ઉપરાંત અલક્ષ્મીના ઉલ્લેખો પણ છે. રાહુની જેમ અલક્ષ્મીનું વાહન પણ બિલાડી છે! તેથી બિલાડીનું આડું ઉતરવું અશુભ ગણાઈ ગયું.
કાળી બિલાડી બિચારી સૌથી વધારે બદનામ છે. તે શૈતાની શક્તિનું પ્રતીક ગણાય છે. કાળી બિલ્લી અથડાય જાય કે હુમલો કરે તો ડરની તીવ્રતા આર વધી જાય.
કહેવાય છે કે બિલાડી જ્યાં જાય ત્યાં નેગેટિવ એનર્જી વધી જાય છે. તંત્ર-મંત્રશામાં બિલાડીને કાળી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે.
નારદપુરાણમાં પણ બિલાડીની નકારાત્મક ઉર્જાનો ઉલ્લેખ છે. યાદ રહે, બિલાડી જો રસ્તાની ડાબી બાજુથી જમણી બાજુ જાય તો જ એને અપશુકન થયાં કહેવાય. બાકી એ જો જમણેથી ડાબે જાય, તમારી બાજુમાંથી યા તો પાછળથી પસાર થાય તો કશું ટેન્શન લેવાની જરૂર નથી.
શાસ્ત્રો પાસે બધા ઉપાય છે!
ધારો કે તમે શકુન-અપશકુનમાં માનતા જ ન હો તો કશો સવાલ ઊભો થતો નથી, પણ ધારો કે માનતા હો તો પણ ગભરાવાની જરૂર નથી. આપણાં શાોમાં દરેક સમસ્યાનો તોડ છે જ. શકુનશા કહે છે કે જો બિલાડી આડે ઉતરે તો સૂર્યનમસ્કાર કરી લેવા. આમ કરવાથી બિલાડીએ પેદા કરેલી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે.
સહેજે સવાલ થાય કે લોકોની ભીડભાડ અને ટ્રાફિકથી છલકાતા રસ્તા પર સૂર્યનમસ્કાર કેવી રીતે કરવા? ને વળી, સૂર્યાસ્ત થયા પછી બિલાડીએ રસ્તો આંતર્યો હોય તો શું કરવાનું? આ પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે ને એનો જવાબ સાવ સાદો છે: સૂર્યનમસ્કાર કરવાનું ફાવે તેમ ન હોય તો મનોમન તમારા ઈષ્ટદેવ અથવા તો હનુમાનજીનું સ્મરણ કરી લો ને પછી બિન્ધાસ્ત આગળ વધી જાઓ. સિમ્પલ.
અગાઉ નોંધ્યું તેમ, રાહુનું વાહન બિલાડી છે. અમુક જ્યોતિષાચાર્યોનું સૂચન છે કે બિલાડી આડે ઉતરે તો 'રાં રાહવે નમ:દ મંત્ર બોલીને બિન્ધાસ્ત આગળ વધી જવું. તમને કશો જ વાંધો નહીં આવે.
બિલાડી સાથે જોડાયેલી અશુભ માન્યતાઓ
પ્રાણીઓની છઠ્ઠી ઇન્દ્રિય ખૂબ તેજ હોય છે. ભવિષ્યમાં આવનારી આફતની એંધાણી એને આગોતરી મળી જાય છે. તેથી જ કૂતરાં અને બિલાડાં રડતાં હોય તો એને અશુભ ગણવામાં આવે છે. બિલાડી જો વારે વારે રડયા કરતી હોય તો વહેલામોડી કોઈક ઉપાધિ આવ્યા વગર રહેશે નહીં એવું ઘણ લોકો માને છે. બિલાડી હળવેકથી કિચનમાં સરકીને ચપ-ચપ કરતી દૂધ પી ગઈ હોય એવું તમારા ઘરમાં બન્યું છે કદી? બિલાડી દૂધ એંઠું કરી નાખે તો શક્ય છે કે નજીકના ભવિષ્યમાં તમને કદાચ આથક નુક્સાન થાય. જો તમને સૂતેલી બિલાડી દેખાય તો શક્ય છે કે નજીકમાં ભવિષ્યમાં કોઈક બીમાર થશે. બિલાડીઓ એકબીજા સાથે સાલિડ ઝઘડી રહી હોય તો સમજવાનું કે હવે આપણા ઘરમાં પણ વહેલોમોડો ક્લેશ થવાનો છે એ તો નક્કી. અલબત્ત, આ કેવળ એક માન્યતા છે.
બિલાડી સાથે જોડાયેલી શુભ માન્યતાઓ
બિલાડીને અશુભ-અશુભ કહીને બદનામ કરી નાખવાની જરૂર નથી. બિલાડીનું આવવું શુભ પણ હોઈ શકે છે. જો દિવાળીને દિવસે બિલાડી ઘરમાં આવે તો તે શુભ ગણાય છે! કેમ? કેમ કે દિવાળીના સપરમા દહાડે જો ઘરમાં બિલાડીનાં પગલાં પડે તો ઘરની દરિદ્રતા દૂર થાય એવી માન્યતા છે! ખાટલે મોટી ખોડ આ જ છે: દિવાળી હોય ત્યારે ફટાકડાની એવી તડાફડી બોલતી હોય છે કે બાપડાં જાનવરો ખૂણેખાંચરામાં લપાઈ રહે છે. આવા શોરબકોર વચ્ચેય જો બિલાડી રુમઝુમ રુમઝુમ કરતી આપણા ઘરમાં પ્રવેશે તો મનોમન હરખાવાનું ને વિચારવાનું કે બિલાડી પોતાની સાથે ઘરમાં અડિંગો જમાવીને બેઠેલી અલક્ષ્મીને પણ પોતાની સાથે લેતી જશે!
બિલાડી ઘરમાં ઘૂસીને મળત્યાગ કરી જાય તો એ સારી નિશાની નથી. શક્ય છે કે ભવિષ્યમાં કશુંક ન થવાનું થાય.
તમને બિલાડીના મોંમાં મરેલો ઉંદર યા તો માંસનો ટુકડો દેખાય તો મોઢું નહીં મચકોડવાનું, કેમ કે આ તો શુભની નિશાની છે. આ એ વાતનો સંકેત છે કે તમારાં અત્યાર સુધી અટકી પડેલાં કામ હવે ફટાફટ પૂરાં થવા માંડશે ને જો દુશ્મનો તમારી પાછળ પડી ગયા હોય તો એમનાથી છૂટકારો પણ મળશે. ઘરમાં એકદમ શુભ્ર (સફેદ) બિલાડી આવે તો તેને શુકનવંતી ગણવી. સફેદ બિલાડી પોતાની સાથે શુભ સમાચાર લઈને આવે છે. વળી, તેના આગમનથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.
તમારા ઘરમાં કે કમ્પાઉન્ડમાં બિલાડી બચ્ચાંને જન્મ આપે તો તે પણ ખૂબ સારો સંકેત છે. તમને વહેલામોડા કોઈ ગુડ ન્યુઝ મળ્યા જ સમજો. હા, નવજાત બચ્ચાંને કોઈ પ્રકારની ઇજા ન થાય તે ખાસ જોવું.
બિલાડી જો એના ક્યુટ ક્યુટ બચ્ચાં સાથે રસ્તા પર જતી દેખાય તો આ પણ એક શુભ સંકેત છે. શક્ય છે કે તમારા સગાસંબંધીમાંથી કોઈક તમને મળવા આવશે ને કશાક મસ્તમજાના સમાચાર આપશે.

બિલાડી આડે ઉતરે તો આટલું કરવું…
બિલાડી આડે ઉતરે તો એના અશુભ પ્રભાવને દૂર કરવાના સાવ સાદા ઉપાય છે. મનોમન તમારા ઈષ્ટદેવ અથવા તો હનુમાનજીનું સ્મરણ કરી લો ને પછી બિન્ધાસ્ત આગળ વધી જાઓ. બિલાડી રાહુનું વાહન ગણાય છે એટલે બીજો ઉપાય એ છે કે બિલાડી આડે ઉતરે તો મનોમન 'રાં રાહવે નમ:દ મંત્ર બોલી નાખો, બસ.