Shatdal

સખત મહેનત અને નીડરતાની પાંખે-સફળ ઉડાન

By GS Team
6 Oct 20265 mins read
સખત મહેનત અને નીડરતાની પાંખે-સફળ ઉડાન
  • વામા-વિશ્વ- અનુરાધા દેરાસરી
  • મેં જ્યારે મારી પ્રથમ ટુર્નામેન્ટની ૫૦૦ રૂ. કમાણી, મારા પિતાજીના હાથમાં મૂકી ત્યારે તેમની આંખોમાંથી આંસુ પડી ગયા. કારણ કે તેમણે ૫૦ રૂ. નોટ પણ નહોતી જોઈ. અને મેં કુટુંબના આર્થિક રથના સારથિ બનવાનું નક્કી કર્યું અને તે કરીને રહી. હોકી ખેલાડી - રાની રામપાલ

રાખમાં ઊગીને પણ કમળ બનવાની ઘણી યુવતી અને મહિલાઓની નારાયણ શક્તિ હોય છે.
આજે વાત કરવી છે, આવી જ સડક છાપ છોકરી, જે અત્યંત ગરીબી અને પછાત સમાજમાં ઉછરી, પણ મનોબળ, હિમ્મત અને હુન્નરના મહેનતને કારણે ભારતની મહિલા હોકી ટીમની ખેલાડી અને પછી કેપ્ટન બની અને દેશ તેમજ વિદેશમાં રમવા સુધીની સફળતા મેળવી.
જીવનની નકારાત્મકતા અને આવેલા પડકારોને કેવી રીતે સફળતાની ઊડાનમાં ફેરવ્યા તે રાની રામપાલની કહાની વિસ્તારથી….
શરૂઆતની જિંદગી રાની રામ પાલના શબ્દોમાં : 'અત્યંત નાની ઓરડી, જેમાં વીજળીની અછત, વારેવારે લાઈટ જાય એટલે અત્યંત ગરમીમાં શેકાવવાનું રાત્રે આસપાસની ગંદકીને કારણે સતત મચ્છરો આસપાસ ગણગણ્યા કરે. રાત્રી તે ઊડાડવામાં જાય, ઘણીવાર ગરીબીનો પંજો વાગે તે બે ટંક ખાવા પણ ના મળે,આ પરિસ્થિતિમાંથી મારે બહાર નીકળવું હતું. મારા પિતાજી લારી ચલાવે અને માતા ઘરકામ કરે, આથી આટલું જ જીવનમાં આપી શકે તેમ હતાં.'
આ ગરીબી અને અંધકારની રાખમાંથી ભારતીય હોકી ટીમની કેપ્ટન બની ખેલાડી તરીકે નામના અને પૈસા કમાઈ તે પછીનાં રાનીની માતાના શબ્દો : અમારા પછાત સમાજમાં છોકરીઓ માટે રીવાજોની ચુસ્ત બેડીઓ. છોકરીઓએ પરણીને ગૃહકાર્યને સંતાનો પેદા કરવાને તે ઉછેરવાના. આથી જ્યારે અમે રાનીને હોકી રમવાની પરવાનગી આપી ત્યારે અમારા સમાજમાં લોકોએ ટીકાઓ, મહેણાઓ મારી અમને વીંધી નાખ્યાં. આજે રાનીની ખેલાડી તરીકેની સફળતા અને આર્થિક સદ્ધરતાને કારણે એજ લોકો વખાણ કરતા થાકતા નથી, અમારી સાથે સબંધો માટે સઘન પ્રયત્નો કરે છે અને તેમની દીકરીઓને રાનીની જેમ આગળ લાવવા સલાહો માંગે છે.
ખરેખર દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ''
રાનીની આર્થિક પરિસ્થિતિ વિષે તો આગળ વાત કરી. હવે આગળ…
રાનીની રહેવાની રૂમ ખૂબ નાની અને લોકો રહેનાર વધારે આથી રાનીનો જીવ ઘુંટાય. ગરીબીને કારણે શાળાએ જવાનો તો સવાલ જ ન હતો, આથી ઘરનું કામ પતાવી રાની તેના ઘર પાસે હોકીની અકાદમી હતી ત્યાં જતી કલાકો સુધી બેસી રહેતી અને હોકીની રમતનું અવલોકન કરતી. કોચ હોકી શીખવાડે અને ખેલાડીઓ રમે તે કલાકો સુધી જોતી અને મગજમાં ઉતારતી. એમ એમ કરતા હોકીની રમતની બધી ખૂબીઓ રાની શીખી ગઈ. પણ હવે રેગ્યુલર કોચીંગ અને પ્રેક્ટીસની જરૂર હતી, તે માટે જીવનના મોટા બે પડકારો તેની સામે ડ્રેગનની જેમ મ્હો ફાડીને ઊભા હતા.
પ્રથમ પડકારમાં પાયાની ઈંટ, એવી હોકી સ્ટીક જેનાથી રમાય તેનો પડકાર. તેના પિતાજી લારી ચલાવતા દિવસના ફક્ત ૮૦ રૂ. કમાય ને થોડું મા કમાય એટલામાં કુટુંબનુ અડધા મહિનાનું માંડ પૂરું થતું, તે હોકીની સ્ટીકના રૂપિયા કેવી રીતે પરવડી શકે! આથી હોકીની સ્ટીક લાવવાની તેની હેસીયત ન હતી, આથી રમે કેવી રીતે ?
બીજા પડકારમાં તેને કોચ ખેલાડી તરીકે પ્રેક્ટીસ કરાવવાની આડેધડ ના પાડતા કારણ કે સ્ટીક નહીં અને ખાસ ગરીબીને કારણે પૂરતો ખોરાક ના મળતા તે કુપોષણની સ્થિતિ ધરાવતી. હોકીની રમતમાં શારીરિક શક્તિ ખૂબ જોઈએ. જે તેનામાં અપૂરતી હતી.
આ બન્ને પડકારોને રાની રામપાલે નીડરતા, હિમ્મત અને કુનેહથી ઊકેલ્યા. આ સમયે રાની શાળાએ જવાનું શરૂ કર્યું હતું, આથી જ્યારે હોકીની અકાદમી બંધ થતી ત્યારે મેદાનની બાજુમાં પડેલી થોડી તૂટેલી હોકીઓ લઈ, જાતે પ્રેક્ટીસ કરવાનું શરૂ કર્યું. તેની પાસે હોકીનો ડ્રેસ ર્સ્કટ તો હતો નહિ, આથી તે સરવાલ કમીસ પહેરીને દોડીને પ્રેક્ટીસ કરતી. આ થોડા સમય પછી તેણે એકવાર ચાન્સ આપી રમત જોવા રીતસરની કાકલુદી કરી મનાવ્યા અને કોચ તેની રમત જોઈ, શીખવાડવા સમ્મત થયા.
કોચ તો સમ્મત થયા પણ ત્રીજો પડકાર માતા-પિતાને કુટુંબીજનોને સમજાવવાનો હતો. તેમની દલીલ હતી, 'તેમના સમાજમાં છોકરીઓનું અત્યંબિંદુ મોટા થઈને પરણવાનું (૧૫ વર્ષે) અને ગૃહકાર્ય ને છોકરા સંભાળવાના. જ્યારે રાની ટૂંક ર્સ્કટ પહેરી (૧૫ વર્ષે) હોકી રમવાની વાત કરતી હતી.
બહુ દલીલો પછી રાનીએ માતા-પિતાને સમજાવ્યા. અને શરૂ થઈ, રાનીની ટ્રેનીંગ, હોકીની રમતની.
હજુ આગળના પડકારો તો ચાલુ જ હતા, જોઈએ રાનીના જ શબ્દોમાં, ''અમારા ઘરમાં ઘડીયાળ હતી નહિ. મારે હોકી એકેડમી પર સવારના ૫.૦૦ વાગે પહોંચવાનું આથી મારી માતા લગભગ અડધી રાત્રીથી ઊઠી, તારા જોયા કરતી અને તેની અવર-જવર પરથી સમય જોઈ મને ઊઠાડતી અને હું ટાઈમસર પહોંચતી.''
હવે પડકાર આવ્યો, શારીરિક તાકાત જાળવવાનો દરરોજ દરેક ખેલાડીએ ૫૦૦ સન દૂધ લાવવાનું રહેતું. રાની રામપાલ તેની આર્થિક સ્થિતિ પ્રમાણે ૨૦૦ સન જ લાવી શકતી. આથી રસ્તામાં તે ૨૦૦ સન દૂધમાં પાણી ભેળવી ૫૦૦ સન વોલ્યુમ બનાવી દેતી.
આમ પડકારો ઝીલતા ઝીલતા રાનીએ ટ્રેનીંગ લેવા માંડી. જેમાં કોચ બલદેવસિંગે (બલદેવસીંગ) તેની હોકી રમવાની આવડત, કુનેહ, ખંત અને રમત પ્રત્યેનું સમર્પણ જોયું અને હોકી સ્ટીક, પહેરવેશ, જરૂરી કીટ, ને બધી જ વસ્તુઓ લાવી આપી. ઉપરાંત તેના સ્પેશયલ ડાયટનો ખર્ચો પણ સ્વીકાર્યો અને થોડા સમય માટે પોતાને ત્યાં રાખી.
આમ રાની રામપાલની હોકીની ટ્રેનીંગ અકાદમીમાં થઈ અને તે હોકી રમવા માટે ખેલાડી તરીકે તૈયાર થઈ.
સૌ પ્રથમ રાની રામપાલ પં.બંગાળ રાજ્ય માટે હોકી રમી. પ્રથમવાર જ્યારે હોકી રમી ત્યારે પણ તેમનો સમાજ તો ટીકા કરે જ રાખતો પરંતુ માતા-પિતાનો હવે સંપૂર્ણ સપોર્ટ હતો. આથી કોલ આવ્યો ને તે રાષ્ટ્રીયકક્ષાની મેચ રવાનું શરૂ કર્યું. તેમાંથી ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન બની અને વિશ્વકક્ષાએ ભારતનું નામ તેમજ પોતાનું ને કુટુંબનું નામ રોશન કર્યું. આમ રાની રામપાલ કુલ ૧૬ વર્ષ હોકી રમી. ૧૨૦ થી વધારે હોકીમાં ઈન્ટરનેશનલ ગોલ કર્યા. ટોકીયો ૨૦૨૦ ઓલેમપીકમાં જબરજસ્ત પરફોર્મન્સ આપી ઈતિહાસ સર્જ્યો ને ચોથા ક્રમે આવી.
રાની રામપાલ જીવનનો યાદગાર પ્રસંગ યાદ કરતા જણાવે છે કે ''હોકીની પ્રથમ ટુર્મામેન્ટ રમી ત્યારે મને ૫૦૦રૂ. મળ્યા. જે મેં મારા પિતાજીના હાથમાં મૂકતા તેમની આંખોમાંથી આંસુ સરી પડયા કારણ કે તેમણે ૫૦ રૂ.ની નોટ માંડ જોઈ હતી ત્યારે ૫૦૦ રૂ.ની તો વાત જ ક્યાં ? ' ત્યારે મેં નક્કી કર્યું કે, હું મારી હોકીની રમતની કુનેહથી કુટુંબની આર્થિક સારથી બનીને, કુટુંબને આગળ લઈ જઈશે.
એ શબ્દો રાની રામપાલે સાચી કરી બતાવ્યા, આજે હોકીની રમતમાંથી ખેલાડી તરીકે નિવૃત્તી લઈ કોચ તરીકે કામ કરે છે.
વોટ અ કરેજીયસ અને હાર્ડવર્ક એફટ્ર્સ! સોલ્યુટ..