Shatdal

કૂતરાઓ પાસે મનુષ્ય કરતાં દસ ગણી વધુ પાવરફુલ ધ્રાણેન્દ્રિય

By GS Team
9 Nov 20264 mins read
કૂતરાઓ પાસે મનુષ્ય કરતાં દસ ગણી વધુ પાવરફુલ ધ્રાણેન્દ્રિય
  • હરતાં ફરતાં-વિક્રમ વકીલ
  • '૧૯૪૭ના ભાવો મુજબ આગલાં બધાં વર્ષોના ભાવોને ઍડ્જસ્ટ કરાય તો ભારતમાં અંગ્રેજોએ ચલાવેલી લૂંટ વાર્ષિક સરેરાશ ૫૦ કરોડ પાઉન્ડ જેટલી હતી

કોઈ પણ મોટો અપરાધ બને કે તરત પોલીસ કૂતરા કામે લાગી જાય છે. કૂતરાની ધ્રાણેન્દ્રિય કેવી રીતે કામ કરે છે અને એની કઈ શક્તિ ક્યારે કાર્યાન્વિત થાય છે? પોલીસ અફસરોના કહેવા મુજબ સ્નીફર ડોગ તરીકે લાબ્રાડોર કે આલ્સેસિયન (જર્મન શેફર્ડ) કૂતરા સૌથી શ્રેષ્ઠ છે. પરંતુ મહત્ત્વની વાત અ છે કે કુદરતે તમામ જાતિ-વંશના કૂતરાઓને માણસ કરતાં દસ ગણી વધુ પાવરફુલ વાસશક્તિ (ધ્રાણેન્દ્રિય) આપી છે. તમને આંચકો લાગે અવું અક તથ્ય આ છે ઃ કોઈ પણ કૂતરાના નાકમાં ૨૦ કરોડથી વધુ વાસગ્રંથિ હોય છે. અને વાસગ્રંથિય કેવી? કોઈ પણ ચીજવસ્તુનો માત્ર અક અણુ (અટમ) હોય તો પણ કૂતરાનું નામ અ પારખી લે છે. અની તુલનાઅ માણસના નાકમાં માત્ર ૫૦ લાખ વાસગ્રંથિ હોય છે અને એક અણુ હોય એવી વાસ એ કદી પકડી શકતા નથી.

ઍથેન્સ શહેરનું નામકરણ
શી રીતે થયું?
ઍથેન્સ એ દુનિયાનાં સૌથી પ્રાચીન અને જાણીતાં નગરો પૈકીનું એક છે. ભૌગોલિક રીતે કહીએ, તો તે ગ્રીસના દક્ષિણ - પૂર્વ છેડે આવેલો એક દ્વીપકલ્પ છે. તુર્કીઓની ગુલામીથી મુક્ત થયા બાદ, ૧૮૩૪માં તે ગ્રીસનું પાટનગર બન્યું. અલબત્ત તે છેક ઇસુની ચોથી સદીથી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જાણીતું રહ્યું છે. તેનો ઇતિહાસ ખૂબ રોચક અને ભવ્ય છે. આ પ્રાચીન શહેરનું નામ એથેન્સ કેવી રીતે પડયું તેની પાછળ ગ્રીક પુરાણોમાં એક નાનકડી કથા છે. કહેવાય છે કે ગ્રીક લોકો તેમના મુખ્ય નગરનું નામ તેમના સમુદ્રદેવ પોઝેઇડના નામ પરથી અથવા તો પૌરાણિક દેવી ઍથેનાના નામ પરથી રાખવા માગતા હતા. શરત એટલી હતી કે બંનેએ ગ્રીસવાસીઓને કોઈ મૂલ્યવાન ભેટ આપવાની હતી. જેની ભેટ સૌથી મૂલ્યવાન લાગે તેના નામ પરથી નગરનું નામ પાડવું. કહેવાય છે કે પોઝેઇડને એક ઘોડાનું સર્જન કર્યું, જ્યારે ઍથેનાએ ઓલિવના વૃક્ષનું. આ બન્નેમાંથી ઓલિવનું વૃક્ષ વધારે મૂલ્યવાન ગણવામાં આવ્યું અને તેથી એ શહેરનું નામ ઍથેન્સ પડયું.
અંગ્રેજો દ્વારા આપણા અમૂલ્ય ખજાનાની લૂંટફાટ
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના રોબર્ટ ક્લાઇવે ૧૭૫૭માં પ્લાશીનું (પલાશનુંત એટલે કે ખાખરાના વનમાં ખેલાયેલું) યુદ્ધ જીતીને પહેલી વખત ભારતભૂમિ પર બ્રિટિશ ધ્વજ ફરકાવ્યો અને ૧૯૪૭માં આખરી વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને અંગ્રેજી હકૂમતના પ્રતીક જેવો પોતાનો નિવાસસ્થાન પરનો બ્રિટિશ ધ્વજ છેલ્લી વાર સંકેલી લીધો એ બે ઐતિહાસિક પ્રસંગો વચ્ચેનાં ૧૯૦ વર્ષ દરમિયાન અંગ્રેજો ભારતનો કેટલો ખજાનો લૂંટી ગયા? ચોક્કસ આંકડામાં ટાંકી શકાય તેવો જવાબ આપવાનું તો જરા મુશ્કેલ છે, પરંતુ બ્રિટિશરાજનું તલસ્પર્શી બયાન રજૂ કરતાં એક દળદાર પુસ્તકમાં લખ્યું છે કે '૧૯૪૭ના ભાવો મુજબ આગલાં બધાં વર્ષોના ભાવોને ઍડ્જસ્ટ કરાય તો ભારતમાં અંગ્રેજાઅ ચલાવેલી લૂંટ વાર્ષિક સરેરાશ ૫૦ કરોડ પાઉન્ડ જેટલી હતી, જેમાં વેપારધંધા દ્વારા અંગ્રેજાને મળેલા બીજા પરોક્ષ લાભોનો સમાવેશ થતો ન હતો. સોના જેવાં ખનિજ, મૂલ્યવાન કલાકૃતિઓ અને ખાસ તો કીમતી રત્નો જ દેશભેગાં કરીને અંગ્રેજો ભારતની સમૃદ્ધિને વર્ષેદહાડે આટલી રકમનો ઘસારો પહોંચાડતા હતા. પરિણામે ૧૭મી સદીમાં મહાન ફ્રેન્ચ મુસાફર ઝિયાં બાપ્તિસ્ત તાવર્નિયરે પોતાના સફરનામામાં ભારતના જે ભવ્ય ખજાનાઓ અંગે હેરતજનક વર્ણન કર્યું તેમનાં ૧૯૪૭ સુધીમાં તો લગભગ તળિયાં દેખાતાં હતાં.'
લોકોને બીવડાવીને કમાવવાનો ધંધો
અમેરિકન સરકારે અનુમાન કર્યું છે કે તેના નાગરિકોએ અત્યાર સુધીમાં બીકના માર્યા ૨૫ અબજ ડોલર ખર્ચ્યા છે. કેમ કે લગભગ અક દાયકા પહેલા પોલ બ્રોડર નામના વિજ્ઞાાનીઅ એક લાંબી લેખમાળા લખી લોકોને ગભરાવી માર્યા કે તેમના ઘરમાં ઇલેક્ટ્રીક વાયરો વીજળીની સાથે વિદ્યુતચુંબકિય અસરો પણ ઠાલવે છે અને આ અસરોથી કેન્સર થાય છે. બસ પછી તો આ અસર ન થાય તે માટેનાં જાતજાતનાં ઉપકરણો બજારમાં વેચાયાં. આઠ વર્ષ પછી અમેરિકા ઉપરાંત કેનેડા અને બ્રિટનમાં કરાયેલા વિસ્તૃત અભ્યાસો દ્વારા સિદ્ધ થયું કે આવું કોઈ જોખમ વીજળીના તારો પેદા કરતા ન હતા. આ સંશોધકોઅ ગાઇ વગાડીને લોકોને સમજાવ્યું કે કેન્સર પારજાંબલી કિરણોથી થઈ શકે છે. જે કિરણોના મોજાં તેનાથી વધુ લાંબાં હોય તે સલામત છે. આપણો સાદો પ્રકાશ પારજાંબલીથી વધુ લાંબાં મોજાં ધરાવે છે. ઇન્ફ્રારેડ કિરણ તેનાથીયે લાંબા છે અને રેડીઓ મોજાંઓ અથીયે વધુ લાંબા છે. વીજળીના તારથી પેદા થતાં ચુંબકીય મોજાં તો વળી માઇલો લાંબા છે ત્યાં કેન્સર થવાની વાત જ ક્યાં આવી?
હતાશ સ્ત્રીઓ અને નિતંબનું ફ્રેક્ચર
એકલતા, ડિસ્ટ્રેસ, ડિપ્રેશનથી પીડાતી સ્ત્રીઓને નિતંબનાં હાડકાંનું ફ્રેક્ચર થવાનો વધુ ભય રહે છે. ઓસ્લોની નેશનલ ઇન્સ્ટિટયૂટ આફ પબ્લિક હેલ્થના વિજ્ઞાાનીઓઅ ૫૦ વર્ષની ઉપરની સાડા અઢાર હજાર સ્ત્રીઓનો અભ્યાસ કરીને તારણ કાઢયું છે કે સતત તાણ, અનિદ્રા, હતાશા હેઠળ જીવતી સ્ત્રીઓને જલદી હીપ ફ્રેક્ચર થઈ જાય છે. ટ્રીટમેન્ટ દરમિયાન સિડેટીવ્સ કે ટ્રાન્કિવલાઇઝર લેનારને ઊંઘ, બેહોશી જેવું લાગ્યા કરે છે. તેનાથી તો પડી જવાની અને ફ્રેક્ચર થઈ જવાની સંભાવના વધી જાય છે.