સોશિયલ મિડીયા પર 'આલ્ફા'ની એવી ધોલાઈ થઈ કે...

ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારે લોકો 'ધૂરંધર' સાથે સરખાવીને તેની બુરાઈ કરતા હતા. આવું કરવાની જરૂર જ નહોતી. આ ફિલ્મ 'ધૂરંધર'ની પહેલાં આવી હોત તો પણ ખરાબ જ લાગત.'
ઇકરા અઝીઝ નામની પાકિસ્તાની એક્ટ્રેસે 'એક્સ' પર પોસ્ટ ફરકારી: 'મસ્ટ વોટ ગાય્ઝ… અવર રિપ્લાય ફોર ધૂરંધર!' મતલબ કે 'પાકિસ્તાનીઓ, 'આલ્ફા' ખાસ જોજો, આ 'ધૂરંધર'નો આપણો જવાબ છે.' એક્સક્યુઝ મી? 'આપણો' જવાબ એટલે? શું 'આલ્ફા' પાકિસ્તાની પ્રોડક્ટ છે?
'ધૂરંધર'માં એક હિંદુસ્તાની દુશ્મન દેશમાં ઘૂસીને ત્યાંની અંડરવર્લ્ડ ગેન્ગનો, સ્થાનિક પોલિટિક્સનો હિસ્સો બને છે, જ્યારે 'આલ્ફા'માં રિવર્સ પ્રક્રિયા થાય છે
આલિયા ભટ્ટ એક ઉત્તમ એક્ટ્રેસ છે તે સાચું, પણ આ ફિલ્મ જેટલા પ્રેક્ષકોએ જોઈ છે તૈ પૈકીના એક મોટા વર્ગને 'આલ્ફા'માં એ કન્વિન્સિંગ લાગી નથી
આ મ તો 'આલ્ફા'નું ટ્રેલર લોન્ચ થયું ત્યારથી જ ફિલ્મની ધોલાઈ શરૂ થઈ ચૂકી હતી, પણ તોય મનમાં ઊંડે ઊંડે આશા હતી કે, ટચુકડું ટ્રેલર ભલે નબળું હોય, આખેઆખી ફિલ્મ કદાચ સારી નીકળે પણ ખરી. તો શું આશા ફળી ખરી? ના રે ના. મોનિકા શર્મા નામની માનુની પોતાની રમૂજી શૈલીમાં સોશિયલ મિડીયા રીલ બનાવે છે. એ કહે છે:
'તમે ખોટા છો. ફિલ્મ ખરાબ નથી… ફિલ્મ વાહિયાત છે. હું મારા પિતા અને પતિ સાથે 'આલ્ફા' જોવા ગઈ હતી. આ બન્નેએ ક્યારેય મારો સાથ છોડયો નથી, પણ આ વખતે મને થિયેટરમાં એકલી મૂકીને બન્ને નાસી ગયા. ઉદય ચોપડાએ આ ફિલ્મ લખી છે. ભાઈ, મહેરબાની કરીને તું ફિલ્મ લખવાના ઉધામા ન કર. જરા ભગવાનથી ડર. ફિલ્મમાં બોબી દેઓલે એક એવું જાદુઈ રસાયણ શોધ્યું છે જે લેવાથી સામાન્ય માણસ સુપરહ્યુમન બની જાય છે. આ રસાયણ લેવાની ખરી જરૂર તો ઓડિયન્સને પડે છે કે જેથી એન્ડ સુધી ફિલ્મ જોઈ શકાય. આલિયા ભટ્ટ અને શર્વરીએ સરસ એક્શન સીન્સ કર્યા છે. આ બન્ને કન્યાઓના બાયોડેટામાં એક સારી ફિલ્મ ઉમેરાઈ હોત, જો એમને સારી સ્ક્રિપ્ટ મળી હોત. એવું લાગે છે કે આ ફિલ્મ જાણે ચેટજીપીટીએ લખી આપી હોય. ફિલ્મની શરૂઆતમાં બોબી દેઓલ હરિયાણવી બોલે છે, પણ પછી હરિયાણવી બોલી એવી રીતે ગાયબ થઈ જેવી રીતે નવા વરસે જિમ જોઈન કરનારા હરખપદૂડા બીજી જાન્યુઆરી પછી ગાયબ થઈ જાય છે…'
અમિત ભાટિયા નામના ઇન્ફ્લુએન્સર કહે છે, 'ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારે લોકો 'ધૂરંધર' સાથે સરખાવીને તેની બુરાઈ કરતા હતા. આવું કરવાની જરૂર જ નહોતી. આ ફિલ્મ 'ધૂરંધર'ની પહેલાં આવી હોત તો પણ ખરાબ જ લાગત.'
બીજી બાજુ, ઇકરા અઝીઝ નામની પાકિસ્તાની એક્ટ્રેસ 'આલ્ફા' જોઈને ઝૂમી ઉઠી. એણે 'એક્સ' (ભૂતકાળનું ટ્વિટર) પર પોસ્ટ ફરકારી: 'મસ્ટ વોટ ગાય્ઝ… અવર રિપ્લાય ફોર ધૂરંધર!' મતલબ કે 'પાકિસ્તાનીઓ, 'આલ્ફા' ખાસ જોજો, આ 'ધૂરંધર'નો આપણો જવાબ છે.' એક્સક્યુઝ મી? 'આપણો' જવાબ એટલે? શું 'આલ્ફા' પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટ છે? યશરાજ બેનરની ફિલ્મની પાકિસ્તાનીઓ 'આપણી' ફિલ્મ એટલા માટે કહે છે કે, 'ધૂરંધર'માં એક હિંદુસ્તાની દુશ્મન દેશમાં ઘૂસીને ત્યાંની અંડરવર્લ્ડ ગેન્ગનો, સ્થાનિક પોલિટિક્સનો હિસ્સો બને છે, જ્યારે 'આલ્ફા'માં રિવર્સ પ્રક્રિયા થાય છે - એક પાકિસ્તાની ભારતમાં ઘૂસીને લશ્કરનો કર્નલ બની જાય છે. આ પ્રકારની સ્ટોરીલાઇન હોય અને સોશિયલ મિડીયા પાગલ ન થાય તેવું શી રીતે બને? લોકો ઉકળી ઉઠયા: આ 'આલ્ફા'વાળા 'રૉ' (ભારતની ગુપ્તચર એજન્સી)ને, ભારતીય લશ્કરને શું બેવકૂફ સમજે છે?
આલિયા ભટ્ટ એક ઉત્તમ એક્ટ્રેસ છે તે સાચું, પણ આ ફિલ્મ જેટલા પ્રેક્ષકોએ જોઈ છે તૈ પૈકીના એક મોટા વર્ગને 'આલ્ફા'માં એ કન્વિન્સિંગ લાગી નથી. ફિલ્મના કેન્દ્રીય પાત્રનું કાસ્ટિંગ જ લોકોને ગળે ન ઉતરે ત્યારે આપોઆપ આખો મામલો જોખમી બની જાય. આલિયા બાપડી આમેય પોતાની ફિલ્મી કુંડળીમાં ટ્રોલિંગ લખાવીને આવી છે. પોતાની પહેલી જ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'(૨૦૧૨)ના જમાનાથી એના પર માછલાં ધોવાતાં રહ્યાં છે. ઓડિયન્સને જોકે શર્વરી પસંદ પડી છે. શર્વરી આમેય ખૂબ સહજ છે - એક એક્ટ્રેસ તરીકે અને એક વ્યક્તિ તરીકે, એમ બન્ને રીતે.
ફિલ્મ દર્શકોના દિલને સ્પર્શવી જોઈએ. કમસે કમ તેમના માટે મનોરંજક પૂરવાર થવી જોઈએ. 'આલ્ફા'ને કારણે યશરાજ બેનરનું સ્પાય યુનિવર્સ સંકોચાઈ ગયું છે એ તો નક્કી.









