પૃથ્વી પર શયતાન અવતર્યો એડોલ્ફ હીટલર

- ઝેકોસ્લોવાકિયાનો ઝેક પ્રદેશ જીતી લીધા પછી તેણે કહ્યું હવે મારી યુરોપમાં વધુ પ્રદેશ મેળવવાની કોઈ ઇચ્છા નથી
એડોલ્ફ હીટલરનો જન્મ ઓસ્ટ્રિયામાં થયો હતો તેને તો ચિત્રકાર થવું હતું પરંતુ વિયેનાની સ્કૂલ ઓફ આર્ટસે તે ચિત્રો સ્વીકાર્યો નહીં તે નીકળી પડયો દુનિયાને લોહીથી રંગવા. અભ્યાસમાં તે કાચો હતો અને તે પણ તેટલી હદે કે ગ્રામેટિકલ કરેક્ટ ડયુશ (જર્મન) ભાષા લખી શક્તો નહીં.
પ્રથમ વિશ્વયુદ્ધે દુનિયાનો નકશો બદલી નાખ્યો. ચારચાર વર્ષ સુધી જર્મનો તેવી જ મિથ્યા આશામાં જીવતા હતા કે હવે તો અર્ધાથી પણ વધુ યુરોપ તેમનું જ છે તેથી તે આશામાં બ્રિટિશ નૌકાદળે સ્થાપેલી ઘેરાબંધીને લીધે સહન કરવી પડતી. તમામ મુશ્કેલી સહન કરતા હતા. જર્મન સમ્રાટ વિલ્હેમ કૈઝર દ્વિતીયનાં દળો પેરીસથી ૩૬ જ માઇલ દૂર હતાં. પેરિસનો વિજય હાથવેંતમાં છે તેમ માનતા હતા. પરંતુ ત્યાં આવેલી માર્ને નદી પાસે ફ્રેન્ચોએ આપેલાં કટ્ટર યુદ્ધોની પરિસ્થિતિ પલટાઈ રહી તેમાં અમેરિકાની એન્ટ્રી થઇ. ખેલ ખતમ થઇ રહ્યો. ઓક્ટો. ૧૯૧૮માં કીલમાં નેવલ મ્યુટીની થઇ. બાવેરિયામાં જનતાએ વિદ્રોહ પોકાર્યો. બર્લિનની ફેકટરીઝમાં જબરજસ્ત હડતાળ પડી. જનતા પૂછતી હતી કે સમ્રાટે શા માટે અકારણ દેશને યુદ્ધમાં હોમી દીધો. ૯.૯.૧૯૧૮ના દિને ચેમ્બર વિલ્હેમ કૈઝર સેકન્ડે ગાદી ત્યાગ કર્યો. ૧૧.૧૧.૧૯૧૮ના દિવસે પેરિસ પાસેનાં વાર્સાઇલ્સમાં સંધી થઇ. વાસ્તવમાં જર્મન સેનાપતિઓએ શરણાગતિ સ્વીકારી.
વાર્સાઇલ્સ ટ્રીટી વખતે ફ્રાંસના વડાપ્રધાન ક્લેમેન્શોએ પહેલાં તો જર્મન પ્રતિનિધિમંડળને કલાક દોઢ કલાક સુધી બહાર બેસાડી રાખ્યું. પછી તેમની સથે જે તોછડાઈ કરી તે વાતો જર્મની અને ઓસ્ટ્રિયાનાં વર્તમાન પત્રોએ ચગાવી ચગાવી લખી. સાથે આ સંધિ અન્યાયપૂર્ણ છે. તેમ પણ લખ્યું.
સંધિમાં અત્યંત આકરી શર્તો જર્મની પર લાદવામાં આવી. તેની ઉપર પ્રચંડ યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. તે માટે બાનરૂપે કોલ અને લોખંડ સમૃદ્ધ સાર પ્રદેશ ઉપર ફ્રાંસ અને બેલ્જિયમનાં સૈન્યો મુકાયાં બ્રિટને તેમાં સાથ આપવાની ના કહી. એલ્સેશ અને લોેરેન પ્રાંતો લઇ લેવાયા. રહાઈન નદીના પશ્ચિમ તટથી ફ્રાંસની સરહદ સુધીનો પ્રદેશ ડીમીલીટરાઇઝ્ડ ઝોન રાખવાની મુખ્ય શર્ત હતી. સાથે જર્મનીએ ૧ લાખથી વધુ સૈન્ય નહીં રાખવાની પણ શર્ત હતી.
જર્મનીનું અર્થતંત્ર ભાંગી પડયું હતું. તેના ડયુશમાર્કની કિંમત ૧ પાઉન્ડ ૭૭૦ ડયુશમાર્ક ડીસેમ્બર'૨૧માં હતી. ઓગસ્ટ ૧૯૨૨માં ૧ પાઉન્ડ બરોબર ૩૦૦૦ ડયુશમાર્ક સુધી ઉતરી ડીસેમ્બર ૧૯૨૨માં ૧ પાઉન્ડ બરાબર ૧૯ મિલિયન ડયુશ માર્ક જેટલી અકલ્પનીયએ ઉતરી ગઈ. છેવટે નવી નોટો છાપી પરિસ્થિતિ સરભર કરવા પ્રયત્ન કરાયો.
હીટલર પાર્લામેન્ટરી પ્રેક્ટિસ અને મેજોરીટી રૂલનો કટ્ટર વિરોધી હતો. તેણે લખ્યું કે સાચી લોકશાહી જનતા તેના એક નેતાને ચૂંટી કાઢે અને તેને અનુસરે તે જ છે. આ સાથે તેણે જર્મન વિસ્તરણની યોજના આપી તે ડ્રેન્ગ નાગ ઓસ્ટેન તરીકે (પૂર્વ તરફ પ્રયાણ તરીકે) જણાવી તેમાં યુકેનનાં ખેતરો ઉરલ પર્વતમાળાના વિસ્તારની ખનિજો સાઇબિરિયાનાં અફાટ વનો આવરી લેવાની વાત કરી. સાથે યુરોપ તથા બહાર રહેતા પણ દરેક જર્મનને જર્મન રાઇશ્ટાગ (સંસદ) આવરી લઇ શકે છે. તેમ સ્પષ્ટ કહ્યં. તેણે એક લાખની સૈનિક મર્યાદા ફગાવી દીધી. યુરોપમાં સૌથી વિશાળ લશ્કર જર્મનીનું જ હોઈ શકે તેમ કહ્યું. સાથે જર્મનો તો આર્ય મહાપ્રજા છે અને આર્યોના ચિન્હરૂપ સ્વસ્તિક છે. તેમ કહી તેણે જુવાનોમાં જોશ ઊભું કર્યું. લાખ્ખો યુવાનો તેની નાઝી પાર્ટીમાં જોડાયા. તેમને આપણે મહાન આર્ય પ્રજા છીએ તેવું મગજમાં ઠસાવ્યું. તેઓ પણ લાલ પટ્ટામાં રહેલા સફેદ ગોળભાગમાં સ્વસ્તિકનું ચિન્હ પહેરી પોતાને મહાન માનવા લાગ્યા, તેઓ હીટલરને જર્મનીનો ઉદ્ધારક માનવા લાગ્યા તેને દર ફ્યુહરર (નેતા) કહેવા લાગ્યા. તે ૧૯૩૪માં જર્મનીનો ચાન્સેલર બન્યો. (વડાપ્રધાન બન્યો) તે સમયે રશિયામાં સ્ટાલીન હતો. તેનો ભય દેખાડી હીટલર કહેતો હતો કે સામ્યવાદની ભરતી સામે તે એકલો જ ટક્કર લઇ શકે તેમ છે.
ઓસ્ટ્રિયામાં પણ જર્મનો જ વસતા હતા. તેમને જોડવા તેણે ઓસ્ટ્રિયાના પ્રેસિડેન્ટ ડૉ. ડોલ્ફસની ૧૯૩૫માં હત્યા કરાવી. સાથે વાર્સાઇલ્સની સંધિ ફગાવી દીધી. જર્મનીને પ્રચંડ લશ્કરી સત્તા બનાવવા કોન્સ્ક્રીપ્ટ (યુવાનોને ફરજિયાત લશ્કરમાં જોડવા તે) શરૂ કર્યું. યુવાનો તેની આગઝરતી વાણીથી એટલા આકર્ષાયા કે તે સ્વૈચ્છાએ લશ્કરમાં જોડાવા લાગ્યા.
જર્મની અને ઝેકોસ્લોવાકિયાને જુદી પાડતી સુડેટન પર્વતમાળા પર વસતા જર્મનોનો પક્ષ લઇ તે પ્રર્વતમાળા કબ્જે કરી. પછી ઝેકોસ્લોવાકિયામાંથી સમગ્ર ઝેક પ્રદેશ પણ લઇ લીધો.
પ્રમુખ હીન્ડનબર્ગનું ૮૮ વર્ષે નિધન થતાં ૧૯૩૪થી જ હીટલર ચાન્સલેર તથા પ્રેસિડેન્ટ બંને બની રહ્યો. તેના નાઝી અનુયાયીઓએ જર્મન છૂપી પોલીસ ગેસ્ટાપોની સહાયથી હીટલરના વિરોધીઓની માહિતી મેળવી. તેમને એક પછી એકની હત્યા કરવી શરૂ કરી. જર્મનીમાં નાઝી સિવાય બીજી પાર્ટીને પ્રતિબંધિત કરાઈ.
હીટલરે ઝેકોસ્લોવાકિયામાંથી ઝેક પ્રદેશ લઇ લીધો. તેની દક્ષિણે ઓસ્ટ્રિયા છે. ઓસ્ટ્રીયાની દક્ષિણે ઇટાલી છે. ઇટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલિની, હીટલરની સાથે જઇ મળ્યો. આમ, છેક ઉત્તરના બાલ્ટિક સમુદ્રના પૂર્વ તટથી (ઉ. જર્મનીથી) ભૂમધ્ય સાગર સુધીનો મધ્ય યુરોપનો એક પટ્ટો બની રહ્યો. ફ્રાંસનો તે કટ્ટર વિરોધ હતો. તે દુશ્મન માનતો તો. સામ્યવાદી રશિયા તેનું દુશ્મન હતું. તે યહુદીઓને જર્મીની હાર માટે જવાબદાર ગણતો. તેની ઉપર અમાનુષ જુલ્મો ગુજાર્યા હતા. કેટલાયને ગેસ ચેમ્બરમાં મારી નાખ્યા.
ઝેકોસ્લોવાકિયાનો ઝેક પ્રદેશ જીતી લીધા પછી તેણે કહ્યું હવે મારી યુરોપમાં વધુ પ્રદેશ મેળવવાની કોઈ ઇચ્છા નથી. બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ ચેમ્બરલેન તેને મળવા મ્યુનિચ ગયાં. ૨૯ સપ્ટેમ્બર ૧૯૩૮ના દિને મ્યુનિચમાં ઇટાલીનો સરમુખત્યાર બેનીટો મુસોલિની પણ હાજર હતો ત્યારે ફ્રાંસ બ્રિટન તથા જર્મની અને ઇટાલી વચ્ચે મ્યુનિચ પેક્ટ (કરારો) થયા. તે કરારો પછી ચેમ્બરલેઇન લંડન પાછા આવ્યા ત્યારે કહ્યું આઈ હેવ બ્રોટ હોનર એન્ડ પીસ ટુ યુ, ત્યારે મિનિસ્ટર ફોર એડમિરાલ્ટી પદે રહેલા વિન્સન ચર્ચિલે કહ્યું ઓનર વી હેવ ઓલરેડી લોસ્ટ બી પ્રીર્પેડ ફોર વોર.
દરમિયાન જાપાનમાં સર્વેસર્વા બની ગયેલા જનરલ ટોંજો જર્મનીની મુલાકાતે ગયા. ત્યારે મુસોલિની પણ હાજર હતો. આમ જર્મની ઇટાલી અને જાપાનની ધરી રચાઈ તે રાજ્યો એક્ષિસ સ્ટેટસ કહેવાયાં.
હીટલરને યુદ્ધ માટે બહાનું જ જોઇતું હતું. પોલેન્ડનો ડાન્ઝીંગ કોરિડોર જર્મની પ્રત્યેનો અન્યાય છે. તેમ કહી ૧ સપ્ટે. ૧૯૩૯ના દિવસે તેણે વિશ્વને યુદ્ધમાં હોમી દીધું. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું.
- દિનેશ દેસાઈ




