Shatdal

કચરો વીણનાર મહિલા સડક પરથી રીયો યુએસએ સુધી

By GS Team
8 Sep 20265 mins read
કચરો વીણનાર મહિલા સડક પરથી રીયો યુએસએ સુધી
  • વામા-વિશ્વ- અનુરાધા દેરાસરી
  • વેસ્ટ પીર્કસ બહેનો કામ, પોતાના બાળકો માટે જ નથી કરતાં, સમાજ અને દેશ માટે પણ પર્યાવરણ સ્વચ્છ રાખવાનું કામ કરે છે માટે કચરા વીણવાનું કામ કોઈ કામથી ઉતરતું નથી. આ માટે કોઈ શરમ રાખવાની જરૂર નથી

વહેલી સવારે, લગભગ પાંચ વાગ્યાથી સાત વાગ્યા વચ્ચે જ્યારે રસ્તાઓ સૂમસામ હોય અને ઘણા લોકો ગાઢ નિંદ્રામાં હોય ત્યારે પાછળ થેલાઓ ભરવી કાગળ વીણનાર ને કચરો વીણનાર બહેનો (વેસ્ટ પીર્કસ)ને આપણે જોઈ શકીએ છીએ.
આજે વાત કરવી છે આવી જ મહારાષ્ટ્રના તળપદી ગામડાની મુંબઈ આવી, 'વેસ્ટ પીર્કસ' બની અને ટેકનોલોજીની મદદથી રીસાઇકલીંગનો રસ્તો લઈ, અમેરિકાની કોપનહેગન પર્યાવરણ કોન્ફરન્સ સુધી પહોંચનાર મહિલાની. કચરા વીણવાના વ્યવસાયની ગરીબીમાંથી રિયો સુધીની સુશીલા સાબલેની સફરની.
એક મ્યુનિસિપલ સર્વેક્ષણ જણાવે છે કે, સામાન્ય કોઈ પણ સોલીડ વેસ્ટ કચરાના ૧૩ ટકા થી ૬૦ ટકા સુધી પ્લાસ્ટીકનું રીસાઇકલીંગ હોય છે, પેપરનું રીસાઇકલીંગ ૩૦ ટકા થી ૪૫ ટકા સુધી હોય છે અને બાયોડીગરેબલ રીસાઇકલીંગ લગભગ ૪૦ ટકા થી ૬૦ ટકા હોય છે, બાકીનો કચરો ઢગલામાં જાય છે.

સુશીલા સાબલેએ આ રીસાઇકલીંગને પાયો બનાવીને પોતાનું નવજીવન બનાવીને ઉદ્ધાર તો કર્યો સાથે બીજી ૩૫૦૦ મહારાષ્ટ્રની બહેનોનું પણ સશક્તિકરણ 'એમપાવરમેન્ટ' આર્થિક રીતે કર્યું.
વિગતવાર જોઈએ સુશીલા સાબલેની જીવન કહાની…
સુશીલાનો જન્મ મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડામાં થયો હતો. માતા-પિતા ખેતમજૂર, ૩ ભાઈ-બહેન ને માતા-પિતા પાંચના કુટુંબનું નજીવી આવકમાં માંડ માંડ પૂરું થતું. ગરીબીનો અંધકાર તો જીવનમાં છવાયેલો જ રહ્યો. સુશીલા ૧૦ વર્ષની થઈ, ત્યારે તેમના ગામડામાં દુકાળ પડયો. માતા-પિતા કમાવવા માટે મુંબઈ આવ્યા અને ઝુંપડપટ્ટીમાં વસ્યા પરંતુ થોડા જ સમયમાં દુકાળની પરિસ્થિતિ વધુ વણસવાથી સુશીલા અને તેના ભાઈ-બહેનોને પણ ગામડેથી મુંબઈ આવી જવું પડયું. એ સમયે સુશીલાની ઉંમર દસ વર્ષની હતી.
એ કપરા સમયને યાદ કરતાં સુશીલા સાબલે જણાવે છે કે, ગામડામાં અમારી પાસે ખાવા અન્ન ન હતું, વરસાદ પણ નહતો તેથી પાણીની પણ તંગી હતી. મુંબઈ આવ્યા પછી પણ આર્થિક શૂન્યતાના અભાવે અમે ભીખ માંગી પેટ ભરતા ખૂબ કપરા સંજોગો હતા.
થોડા સમય પછી મારી માતાને ઝુંપડપટ્ટીની બીજી સ્ત્રીઓ સાથે કચરો વીણવાનું (વેસ્ટ પીર્કસ) તરીકેનું કામ મળ્યું. માને મદદ કરવા ૧૦ વર્ષની સુશીલા પણ જતી.
જ્યારે તે દાદરની એક શાળા આગળ કમ્પાઉંડના પાછળના ભાગમાં આવતી ને વિદ્યાર્થીઓએ નાખેલો કચરો વીણતી ત્યારે બે મિનિટ થંભી જતી. કારણ કે તેને અંદર ભણવાની ઈચ્છા ને જીજ્ઞાસા જાગી ઊઠતા. તે ઊંડાણમાં નિશ્ચય કરતી કે જો મને તક મળશે તો હું જરૂર ભણીશ અને આગળ કાગળ વીણવા માંડતી.
એમ કરતાં ૨૩ વર્ષ પસાર થઈ ગયા. સુશીલાના લગ્ન થયા, તે સુશીલા સાબલે બની અને એક દીકરીની માતા બની. તેણે સ્વીકારી લીધું હતું કે આમ જ જિંદગી પસાર થઈ જશે, ટેકનોલોજીની નવી વેસ્ટ (કચરા)ના રીસાઇકલીંગની ટેકનોલોજીથી તે અજાણ હતી.
પરંતુ નસીબનું પાંદડું ખસ્યું.
'સ્ટ્રીટ મુકતી સંગાથા' (જીસ્જી) નામની એનજીઓ સંસ્થા તેમની ઝુંપડપટ્ટીમાં કાગળ વીણનાર બહેનો (વેસ્ટ પીર્કસ)ને મદદ કરવા આવી. આ સંસ્થાની ભણેલી બહેનોએ આ કાગળ વીણનાર બહેનોને રીસાઇકલીંગની નવી ટેકનોલોજી સમજાવવાનું શરૂ કર્યું. ખાસ તેમાં સૌ પ્રથમ આગળ આવી સુશીલા સાબલે.
આ સંસ્થાના જાત જાતના ટ્રેનીંગ પ્રોગ્રામ્સ હતા, તેમાનો એક આ કાગળ વીણનાર બહેનોને મદદ કરી તેમને આગળ લાવવાનો ને આર્થિક સ્વવાલંબી બનાવવાનો પ્રોગ્રામ હતો. આ સંસ્થાની અધિકારી બહેનોએ સુશીલાની ધગશ જોઈને એક નાનું બહેનોનું ગુ્રપ સ્થાપવાનું કહ્યું.
સુશીલા પ્રયત્ન કરવા માંડી પરંતુ હેરકટ, સ્ટાઇલીશ અધિકારી બહેનોમાં કોઈને વિશ્વાસ ન તો આવતો. અથાગ પ્રયત્નો પછી ૧૫ કાગળ વીણનાર બહેનોનું ગુ્રપ બન્યું અને સુશીલાએ તેનું નામ આપ્યું, 'પરિસર ભગીની વિકાસ સંઘ.'
આ બહેનોને (જીસ્જી) સંસ્થાની બહેનોએ ૧૬ દિવસનો ટ્રેનીંગ પ્રોગ્રામ આપ્યો. જેમાં કચરાનું વર્ગીકરણ કેવી રીતે કરવું. ભીના કચરાને બાયોડીગ્રેડેશન કેવી રીતે કરવું તેમજ જાહેરમાં કેવી રીતે બોલવું વગેરે ટ્રેનીંગ આપવા માંડી. તેમાં સુશીલાએ આગળ પડતો ભાગ લીધો અને તેની વાક્છટા અત્યંત સરસ હતી, આથી તેને નેતા બનાવી.
આ ટ્રેનીંગ પ્રોગ્રામ પછી, આ સંસ્થાએ તેમને કચરો લેવાનું કામ અપાવ્યું ને તેમાંથી ઘરના એંઠવાડ, ચ્હાના કૂચા, શાકભાજીના છોતરા વગેરેમાંથી બાયોડીગ્રેડેશન ટેકનોલોજી દ્વારા કોમ્પોઝ કરી જૈવિક ખાતર બનાવતા શીખવ્યું. આમ કાગળ વીણનાર બહેનોની આવક વધી. હવે સોળમાંથી ઘણી બહેનો ઉમેરાઈ.
સુશીલા સાબલે નેતા બની, તેને ઘણી મ્યુનિસિપાલિટીની વ્યક્તિઓ, બીજી વ્યક્તિઓ સાથે વાત કરવી પડતી, લખાપટ્ટી કરવાનો વારો આવતો પરંતુ તે તો અભણ હતી આથી તેને શરમ આવવા લાગી.
સુશીલા સાબલેએ આ સંસ્થા દ્વારા ચાલતા રાત્રિ કલાસ લીધા અને ત્યાં મરાઠી ભણી અને લખતા વાંચતા શીખી ગઈ.
હવે સાચા અર્થમાં તે નેતા હતી. તેણીએ બહેનોને પ્લાસ્ટીક, મેટલ, પેપર અને બીજી અન્ય કચરાની સામગ્રીનું વર્ગીકરણ કરી તેને રીસાઇકલીંગ માટે કેવી રીતે તૈયાર કરી વેચી શકાય તે પદ્ધતિ શીખવી. હવે આ બહેનો કચરો વીણી તે પ્રમાણે ભીનો ને સૂકો કચરો ને તેમાંથી પ્લાસ્ટીક, મેટલ અને પેપર વેસ્ટ છુટો પાડી તેને ચોખ્ખા કરી વેચવા લાગ્યા.
જે વેસ્ટ કચરો વેચવાથી તમને એક કીલો પર દસ પૈસા મળતા હતા તેમાંથી ૧ કીલો પર ૧૫ રૃા.થી ૪૦ રૃા. સુધી મળવા લાગ્યા. આમ તેઓ આર્થિક વધારે પગભર થયા. જેમાંથી સુશીલા સાબલેએ થોડી બચત કરતાં શીખવ્યું.
ઉપરાંત કચરો વીણીને આવ્યા પછી, ભીનો કચરો ને સૂકો કચરો જુદો પાડવો, તેમાંથી ભીના કચરાને કોમ્પોઝ કરી ખાતર બનાવવું ને સૂકા કચરામાંથી બોટલો, પ્લાસ્ટીક સફેદ અને રંગીન, તેમાં પાણીની, શેમ્પુની, સોડા વગેરેની બોટલો છૂટી પાડવી, દૂધની થેલીઓ, દહીં વગેરે પ્લાસ્ટીક કન્ટેનર વગેરે છુટું પાડી, ધોઈ સ્વચ્છ કરી રીસાઇકલીંગ માટે આપવાનું સમજાવ્યું.
જોતજોતામાં પરિસર ભગીની સંઘની ગુ્રપના આજે ૧૮૦ શાખોઓ થઈ ગઈ. સુશીલા સાબલે બધાની પ્રેસીડન્ટ છે તે કોઈપણ મ્યુનિસિપાલિટીના અધિકારી સાથે વાત કરે છે. ઓલ ઈન્ડીયા વેસ્ટ પીર્કસ (છૈંઉઁ) ની પ્રેસીડન્ટ બની યુએસએ વગેરે વિદેશમાં અને ભારતમાં પર્યાવરણ કોન્ફરન્સમાં ભાગ લે છે.
પરિસર ભગીનીની બહેનો આજે તેમના બાળકોને ભણાવી શકે છે. સંસ્થામાંથી રૃા. ૫૦,૦૦૦ સુધીની લોન મળે છે. તેઓ દીકરીઓને જલ્દી પરણાવતા નથી પણ ભણાવે છે. સુશીલા સાબલે વેસ્ટ પીર્કસના વેતન અને યોગ્ય સન્માનના હક્ક માટે સરકારને સમાજ સામે લડી રહી છે.