Science & Technology

વીડિયો કયો જોવો એની અવઢવમાં છો? YouTube લાવે છે આ સમાધાનનો ઉકેલ...

By GS Team
27 Dec 20242 mins read
This article was originally published on 27 Dec 2024
TukuTouch Logo
YouTube તેની સર્વિસમાં સતત સુધારા લાવતું રહે છે. હાલમાં જ તેમણે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરનું નામ છે ‘Play Something’ બટન. YouTube પર રોજના લાખો વીડિયો અપલોડ થાય છે અને એમાંથી શું જોવું અને શું નહીં જોવું એ મુંઝવણ રહે છે. યુઝર્સની આ મુંઝવણને ધ્યાનમાં રાખીને YouTube દ્વારા આ ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વીડિયો કયો જોવો એની અવઢવમાં છો? YouTube લાવે છે આ સમાધાનનો ઉકેલ...

Video Shuffle: YouTube તેની સર્વિસમાં સતત સુધારા લાવતું રહે છે. હાલમાં જ તેમણે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરનું નામ છે ‘Play Something’ બટન. YouTube પર રોજના લાખો વીડિયો અપલોડ થાય છે અને એમાંથી શું જોવું અને શું નહીં જોવું એ મુંઝવણ રહે છે. યુઝર્સની આ મુંઝવણને ધ્યાનમાં રાખીને YouTube દ્વારા આ ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે.

શું છે ‘Play Something’ બટન?

એવા દરેક યુઝર્સ માટે જે નક્કી નથી કરી શકતાં કે તેમણે શું જોવું છે, YouTube એક ઉકેલ લઈને આવ્યું છે અને એનું નામ છે ‘Play Something’ બટન. મ્યુઝિક પ્લેયર્સમાં જે રીતે શફલ બટન હોય છે જે કોઈ પણ સોન્ગ વગાડે છે, એ પ્રમાણે જ આ ‘Play Something’ બટન છે. ફરક એટલો છે કે આ ઓડિયોની જગ્યાએ વીડિયો પ્લે કરે છે. યુઝર્સ દ્વારા જે પ્રકારના વીડિયો જોવામાં આવતાં હોય અને તેની વીડિયો હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને YouTube નવો વીડિયો શરૂ કરશે. જોકે, એમાં કયા વીડિયો ટ્રેન્ડમાં છે એનું પણ ધ્યાન YouTube રાખશે જેથી યુઝર્સને લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ વીડિયો જોવા મળે.


કેવી રીતે કામ કરશે?

‘Play Something’ બટન પર ક્લિક કરતાં જ YouTube દ્વારા બનાવવામાં આવેલી નવી અલ્ગોરિધમ એક્ટિવેટ થઈ જશે. આ અલ્ગોરિધમ ઘણી બાબતોને ધ્યાનમાં રાખે છે. યુઝર્સ દ્વારા ભૂતકાળમાં કયા વીડિયો જોવામાં આવ્યા છે અને કેટલા સમય સુધી જોવામાં આવ્યાં છે એનું પણ ધ્યાન રાખશે. આ સાથે જ યુઝર્સે કોઈ વીડિયોને લાઇક અથવા તો ડિસલાઇક કર્યું હોય એને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. આ ઉપરાંત, કયા ચેનલને સબસ્ક્રાઇબ કરવામાં આવ્યું છે તે તમામ માહિતીનો ઉપયોગ કરીને યુઝરના જમાવવા ના આવેલા, નવા અને ટ્રેન્ડિંગ વીડિયોને રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: ઇલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચે ટક્કર: OpenAI ફરી રોબોટિક્સ પર કામ કરી રહ્યું હોવાની ચર્ચા

‘Play Something’ બટનનો ફાયદો

આ ફીચર આળસું લોકો માટે અને શું જોવું તે નક્કી ન કરી શકનાર વ્યક્તિઓ માટે ખૂબ જ કામનું છે. તેમણે ફક્ત એક બટન દબાવવાનું રહેશે અને YouTube એ યુઝર્સને તેની પસંદનો વીડિયો રજૂ કરશે. આથી સમયનો પણ બચાવ થશે.

જોકે, આ બટનનો ઉપયોગ એવા વિડીયો જોવા માટે પણ થઈ શકશે જે તમારી નજરમાંથી નીકળી ગયો હોય. કયો વીડિયો જોવો તે નક્કી કરવામાં અને શોધવામાં ઘણો સમય નીકળી જાય છે અને જોવાનો ઉત્સાહ પણ જતાં રહે છે. આથી આ બટનની મદદથી યુઝર્સ તેમના ઉત્સાહને જાળવી રાખી શકે છે.