તમે જે જુઓ છો એ જ વારંવાર કેમ દેખાય છે? Instagram ના એલ્ગોરિધમ પર સરકાર કડક, Meta ને મોકલી નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Government Warns Meta Over Algorithmic Misinformation: Instagram કે Facebook પર તમે કોઈ એક મુદ્દા સાથે જોડાયેલો વીડિયો જુઓ, ત્યાર પછી તમારી આખી ફીડ તે જ વિષયના રીલ્સ અને પોસ્ટ્સથી ભરાઈ જાય છે. સોશિયલ મીડિયા પર યુઝર્સને શું બતાવવું તે આ પ્લેટફોર્મ્સના કન્ટેન્ટ રેકમેન્ડેશન એલ્ગોરિધમ દ્વારા નક્કી થાય છે. હવે આ જ એલ્ગોરિધમિક સિસ્ટમને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે.
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે (MeitY) Facebook અને Instagramની પેરન્ટ કંપની Metaને એડવાઈઝરી મોકલીને પોતાની રેન્કિંગ અને રેકમેન્ડેશન સિસ્ટમની તાત્કાલિક સમીક્ષા કરવા આદેશ આપ્યો છે.
સરકારની ચિંતાનું કારણ: શા માટે મોકલાઈ નોટિસ?
ભ્રામક કન્ટેન્ટનું સર્ક્યુલેશન: સરકારનું માનવું છે કે એલ્ગોરિધમ એવા વીડિયો અને પોસ્ટ્સને વધુ પુશ કરે છે જે અર્ધસત્ય હોય, ખોટા સંદર્ભમાં રજૂ કરાયા હોય કે લોકોમાં અફવા ફેલાવતા હોય.
કાયદો અને વ્યવસ્થાનું જોખમ: જૂની હિંસા, અકસ્માત કે અન્ય શહેરોની જૂની ઘટનાઓને નવી ગણાવી વાયરલ કરવામાં આવે ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ વણસી શકે છે.
એકતરફી દ્રષ્ટિકોણ: એલ્ગોરિધમ યુઝરને કોઈ એક જ વિચારસરણી કે બાબતમાં બાંધી રાખે છે. સરકાર ઇચ્છે છે કે યુઝર્સ સુધી દરેક મુદ્દાની વિશ્વસનીય અને સંતુલિત માહિતી પહોંચે.
Metaને સૂચના: પ્લેટફોર્મે વાયરલ કન્ટેન્ટની સત્યતા તપાસવા મજબૂત સિસ્ટમ બનાવવી પડશે અને વીડિયો/તસવીરો સાથે સમય અને લોકેશનનો સાચો સંદર્ભ આપવો પડશે.
તમારી Instagram ફીડ અને એલ્ગોરિધમ કેવી રીતે રીસેટ/ચેન્જ કરશો?
જો તમે તમારી ફીડમાં એક જ પ્રકારના વીડિયો જોઈને કંટાળી ગયા હોવ અથવા એલ્ગોરિધમને તમારા રસ મુજબ નવેસરથી ટ્રેન કરવા માંગતા હોવ, તો નીચે મુજબના સેટિંગ્સ કરી શકો છો:
1. 'Not Interested'નો ઉપયોગ કરો:
જ્યારે પણ ફીડ કે રીલ્સમાં કોઈ અનિચ્છનીય વીડિયો આવે, ત્યારે ઉપર જમણી બાજુના થ્રી-ડોટ્સ (...) પર ટેપ કરી "Not Interested" સિલેક્ટ કરો. આનાથી એલ્ગોરિધમ તેવા કન્ટેન્ટને રિકમેન્ડ કરવાનું બંધ કરશે.
2. કન્ટેન્ટ પ્રિફરન્સ બદલો:
તમારી પ્રોફાઇલમાં જાઓ > Settings and privacy ઓપન કરો. Content preferencesમાં જાઓ અને Sensitive content પર ટેપ કરીને "Less" વિકલ્પ પસંદ કરો.
3. ચોક્કસ શબ્દો કે હેશટેગ્સ બ્લોક કરો:
Settings and privacy > Content preferences > Specific words and phrasesમાં જાઓ. તમે જે વિષયના વીડિયો જોવા ન માંગતા હોવ તેના કીવર્ડ્સ અથવા હેશટેગ્સ ઉમેરી દો. તે શબ્દોવાળા વીડિયો ફીડમાં નહીં આવે.
4. સર્ચ હિસ્ટ્રી ક્લીયર કરો:
એકાઉન્ટ સેટિંગ્સમાં Accounts Centre > Your information and permissions > Search history માં જાઓ અને "Clear all searches" કરી દો.
5. એપ કેશ સાફ કરો:
તમારા ફોનના સેટિંગ્સમાં જઈ Instagram એપનો ડેટા/કેશ ક્લીયર કરો. તેનાથી એપની અસ્થાયી મેમરી ડિલીટ થઈ જશે.
6. નવા વિષયોને સર્ચ અને એન્ગેજ કરો:
એલ્ગોરિધમ તમારી વર્તમાન પ્રવૃત્તિ શીખે છે. તમે ટેકનોલોજી, ટ્રાવેલ, વિજ્ઞાન કે ન્યૂઝ જેવા વિષયો સર્ચ કરીને તેને થોડી મિનિટો જુઓ, સેવ કરો કે લાઈક કરો. 2-3 દિવસમાં એલ્ગોરિધમ આપોઆપ બદલાઈ જશે.




