ડેસ્કટોપમાં 'માય કમ્પ્યૂટર'નો આઈકન ફરી ગોઠવવો છે ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તમે ખાસ્સાં વર્ષોથી વિન્ડોઝ પીસીનો ઉપયોગ કરતા હો તો તેમાં ડેસ્કટોપ પર જોવા મળતા ‘માય કમ્પ્યૂટર’ શોર્ટકટથી પરિચિત હશો. મોટા ભાગે તમે તેનો નિયમિત ઉપયોગ પણ કરતા હશો. આપણે કમ્પ્યૂટર ઓપન કરીએ, તેમાં ડેસ્કટોપ જોવા મળે અને તેમાં આપણે ‘માય કમ્પ્યૂટર’ આઇકન ક્લિક કરીને પોતાના કમ્પ્યૂટરમાંની ડ્રાઇવ્સ, તેનાં ફોલ્ડર્સ અને તેમાંની ફાઇલ્સ સુધી ફટાફટ પહોંચી જઇએ.
હવે વિન્ડોઝે ‘માય કમ્પ્યૂટર’ને બદલે ‘ધીસ પીસી’ શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે અને બાયડિફોલ્ટ ડેસ્કટોપ પર તેનો શોર્ટક્ટ કે આઇકન મૂકવાનું પણ બંધ કર્યું છે. જો તમે ઇચ્છો તો સહેલાઇથી આ શોર્ટકટ પરત લાવીને તમારી જૂની આદત જાળવી રાખી શકો છો.
એ માટે તમારા ડેસ્કટોપમાં ખાલી જગ્યામાં રાઇટ ક્લિક કરો. તેમાં ‘પર્સનલાઇઝ્ડ’ સેકશનમાં જાઓ. અહીં ‘થીમ્સ’માં ‘ડેસ્કટોપ આઇકન સેટિંગ્સ’માં જઇને ‘કમ્પ્યૂટર’નું ટોગલ ઓન કરી, ‘ધીસ પીસી’ આઇકન ડેસ્કટોપ પર ઉમેરી શકો છો. આ રીતે આ આઇકન ફક્ત એક શોર્ટકટને બદલે બિલ્ટઇન વિન્ડોઝ આઇકન તરીકે ડેસ્કટોપ પર ઉમેરાય છે.




