સફળતા મળે વર્ષો પછી, નિષ્ફળતા મળે રાતોરાત

- ¼khík{kt ÃkkA÷k yufkË ð»koÚke MkV¤ fLxuLx r¢yuxMkoLke {kXe çkuXe Au
ભારતમાં ઇન્સ્ટાગ્રામની પધરામણી ૨૦૧૨માં થઈ - ટિકટોકને એ પછી પાંચેક વર્ષે છેક, ૨૦૧૭માં ભારતમાં એન્ટ્રી મળી. છતાં, ઇન્સ્ટાગ્રામની સરખામણીમાં
ટિકટોકે ભારતમાં બહુ ઝડપી પોપ્યુલારિટી મેળવી. એ સમયે ઇન્સ્ટાગ્રામ પર ફક્ત ઇમેજ
શેરિંગ પર વધુ ફોકસ હતું, જ્યારે ટિકટોકમાં શોર્ટ
વીડિયો ક્લિપ્સ પર જોર હતું. યૂઝર ઇન્ટરફેસ એટલો સરળ કે કન્ટેન્ટ ક્રિએશનનો ક ન
જાણતા લોકો પણ ફટાફટ વીડિયો બનાવીને શેર કરી શકે. ભારતમાં શહેરોથી નાનાં ગામડાં પણ
ટિકટોક સ્ટાર્સથી ઉભરાવા લાગ્યાં.
પછી ૨૦૨૦માં ભારત સરકારે ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો! ઇન્સ્ટાને મોકળું
મેદાન મળ્યું. ટિકટોક વિદાયથી ઊભી થયેલી જગ્યા પૂરવા માટે એ જ વર્ષે ઇન્સ્ટાગ્રામ
રીલ્સ અને યુટ્યૂબ શોર્ટ્સ લોન્ચ થયાં. બંનેને પ્રચંડ લોકપ્રિયતા મળી, જે હજી ચાલી રહી છે.
આપણે બંને પ્લેટફોર્મ પર અનેક લોકોને સ્ટાર ઇન્ફ્લુુઅંસર્સ બનતાં જોયા છે. આપણને એમની સફળતા દેખાય છે, પણ એ માટેની એમની મહેનત દેખાતી નથી (ઘણાએ તો એમાંને એમાં જીવ પણ ગુમાવ્યા છે). હવે એમની વર્ષોથી મહેનત રાતોરાત ભૂંસાવા લાગી છે - મુખ્યત્વે એઆઇને કારણે!
Lkkufhe
Akuze ËMk ð»ko [uLkÕMkLku ykÃÞk ÃkAe y[kLkf...
ભારતમાં પહેલાં ટિકટોક, પછી ઇન્સ્ટાગ્રામ અને તેની સાથોસાથ યુટ્યુબે અનેક લોકોને કન્ટેન્ટ
ક્રિએટર્સ બનાવી દીધા. તમારામાં અન્ય લોકોથી કંઈક જૂદું કરવાની કે જૂદું કહેવાની
આવડત હોય તો બસ જોઇએ એક કેમેરા. સ્માર્ટફોનનો જ કેમેરા પણ ચાલે. વીડિયો એડિટિંગની
થોડી ઘણી ફાવટ હોય તો તમે પણ કન્ટેન્ટ ક્રિએટર બની શકો.
આ ત્રણેય સર્વિસે ભારતમાં અનેક લોકોને નાના સ્ક્રીનના સ્ટાર બનાવી દીધા. ઘણા
લોકોએ એકલા હાથે, જાતમહેનતથી એપમાં સ્ટારડમ
મેળવ્યું તો ઘણાં પતિ-પત્ની જોડીઓએ પણ કન્ટેન્ટ ક્રિએટર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી
કરી.
ગુરુગ્રામના અજય અને કૃતિકાની જોડી પણ એમાંની એક (નામ બદલ્યાં છે). અજય પોતે
મિકેનિકલ એન્જિનીયર પણ મનમાં કંઈક જૂદું કરવાનો સળવળાટ હતો. દસેક વર્ષ પહેલાં
તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ચેનલ શરૂ કરી. એ સમયે તેમણે લોકોને સીધું સ્પર્શે તેવું
કન્ટેન્ટ આપવાનું શરૂ કર્યું. તેમની ચેનલ પર ટેક રિવ્યૂઝ, ફૂડ કન્ટેન્ટ તથા અન્ય પ્રકારનું ફેમિલી ઓરિએન્ટેડ કન્ટેન્ટ લોકોને ગમ્યું.
ચેનલના ફોલોઅર વધવા લાગ્યા. ઇન્સ્ટાગ્રામ સાથે તેમણે ટિકટોકમાં પણ ઝંપલાવ્યું.
બંને ચેનલ સારી એવી પોપ્યુલર થઈ. એમાંથી આવક પણ શરૂ થતાં અજયે પોતાની સારી જોબ
છોડી દીધી. પત્નીએ પણ સ્થિર, સારી, સરકારી નોકરી છોડી દીધી.
એ સમયે મોટા ભાગના કન્ટેન્ટ ક્રિએટર્સની જેમ આ દંપતિએ પણ ચેનલ ઉપરાંત આવકનો
સ્રોત ઊભો કરવા માટે ૨૦૧૭માં પોતાની એક બ્રાન્ડ લોન્ચ કરી. ચેનલ દ્વારા જ ટીશર્ટ, કીચેઇન વગેરે વેચવાનું શરૂ કર્યું.
એમનો બિઝનેસ સારો એવો જામ્યો. પરંતુ ૨૦૨૦માં અચાનક ટિકટોક પર ભારતમાં પ્રતિબંધ
મુકાયો. અજય કહે છે કે એ સમય સુધીમાં બંને પ્લેટફોર્મ પર તેમનો બિઝનેસ વર્ષે
પાંચેક કરોડના ટર્નઓવરના આંકે પહોંચી ગયો હતો!
ટિકટોક પર પ્રતિબંધ મૂકાતાં મોટો ફટકો પડ્યો, પમ તેમણે ઇન્સ્ટાગ્રામ પર ફોકસ કર્યું. અહીં પણ તેમની મહેનત અને કન્ટેન્ટ રંગ
લાવ્યાં. તેમણે એક જ પ્લેટફોર્મ પર એકને બદલે બે ચેનલ શરૂ કરી. ઇન્સ્ટાગ્રામ પર
ફોલોઅર્સની સંખ્યા ધીમે ધીમે નવ લાખે પહોંચી. ચેનલ, કન્ટેન્ટ અને બિઝનેસ બધું ફરી બરાબર જામી ગયું.
શરૂઆતનાં વર્ષોમાં કમાણી કરોડોના આંકે પહોંચી હતી એટલે પતિ-પત્નીએ નોકરી
છોડીને કરેલા સાહસ માટે પહેલાં ટીકા કરનારા પરિવારજનોના અભિપ્રાય પણ બદલાઈ ગયા
હતા.
પછી અચાનક મેટા તરફથી એમના પર એક નોટિફિકેશન આવ્યું - કમ્યુનિટી ગાઇડલાઇન્સના ભંગ બદલ તેમનાં બંને
એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં! તેમની ચેનલ એક્ઝેટલી કઈ ગાઇડલાઇન્સનો
ભંગ કરતી હતી તે વિશે કોઈ સ્પષ્ટતા નહોતી. પરંતુ તેમની વર્ષોની મહેનત રાતોરાત
સદંતર ધોવાઈ ગઈ.
અજય કહે છે કે તેમની સાથોસાથ તેમની
ટીમના અન્ય મેમ્બરની રોજી પણ ઝૂંટવાઈ ગઈ. આવક વધતાં અજય અને તેમની પત્નીએ ચેનલ
માટે કન્ટેન્ટ ક્રિએટ કરવા છએક લોકોની ટીમ
ઊભી કરી હતી. એ સૌની આવક સંપૂર્ણપણે ઇન્સ્ટાગ્રામની ચેનલ પર આધારિત હતી.
અજયે તેમની આ આપવીતી સોશિયલ મીડિયા પર અન્ય એક ચેનલની પોસ્ટમાં શેર કરી.
જવાબમાં કમેન્ટ્સનું ઘોડાપૂર આવ્યું.
અનેક લોકોએ લખ્યું કે અજય અને તેમની પત્ની એકલાં નહોતાં. બીજા અનેક લોકોનાં
ઇન્સ્ટાગ્રામ પરનાં એકાઉન્ટ રાતોરાત બંધ થઈ જતાં તેમની બધી આવક પણ ઠપ્પ થઈ ગઈ હતી.
ઘણા લોકોએ પોતાની ચેનલના પ્રમોશન માટે મેટા એડ્સમાં લાખો રૂપિયા ખર્ચ્યા હતા. એની
જ મદદથી તેમના ઓનલાઇન બિઝનેસ ઊભા થયા હતા. પરતુ આવકનો મુખ્ય આધાર ઇન્સ્ટાગ્રામનાં
એકાઉન્ટ હતાં. તેને મેટાએ રાતોરાત સસ્પેન્ડ કરતાં લોકોની આવક ખોરવાઈ ગઈ હતી.
આવું હવે અનેક ક્રિએટર્સ સાથે બની રહ્યું છે!
MkkiLku
çkLkðwt Au RL^÷wytMkh
પહેલાં ટિકટોક અને પછી યુટ્યૂબ-ઇન્સ્ટાગ્રામે ભારતના યુવાનો, જેન-ઝીની આંખોમાં રાતોરાત સક્સેસફુલ થવાનાં સપનાં આંજી દીધાં છે. હમણાં થયેલા
એક સર્વેમાં બહાર આવ્યું છે ભારતના ૮૩ ટકા નવયુવાનોના મન પર કન્ટેન્ટ ક્રિએટર
બનવાની ધૂન સવાર છે. બીજી તરફ, હાલ જેટલા લોકો કન્ટેન્ટ
ક્રિએટર બની ગયા છે એમાં ૯૦ ટકા લોકો પોતાના આ પેશનમાંથી સારી કહી શકાય આવક ઊભી
કરી શક્યા નથી અને સતત સ્ટ્રગલ કરી રહ્યા છે.
અત્યારે લોકોના મનમાં એક વાર ઘર કરી ગઈ છે કે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યૂબ પર
પોપ્યુલર થઈ જઈએ એટલે ઇન્ફ્લુઅંસર્સ તરીકે આપણને સાઇન કરવા બ્રાન્ડ્સની લાઇન લાગી
જશે. આ માન્યતા સાવ ખોટી પણ નથી. અનેક ક્રિએટર્સ કંઈક નવીન કે જેન્યુઇન આપીને
સોશિયલ મીડિયા પર ખરેખર સક્સેલફુલ થયા છે,
પરંતુ મોટા ભાગના
ક્રિએટર્સ માટે પોતાની ચેનલનો ખર્ચ કાઢવો પણ
મુશ્કેલ હોય છે.
અત્યારે ભારતમાં ફક્ત સ્માર્ટફોનના જોરે કોઈ પણ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ કે
સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ ક્રિએટ કરી શકે
છે, એ કારણે કન્ટેન્ટ ક્રિએટર્સની
સંખ્યા લગભગ ૪૦ લાખના આંકને પાર કરી ગઈ છે! આટલી ભીડમાં અલગ તરી આવવું હોય તો
સ્માર્ટફોનના કેમેરા ઉપરાંત બીજું ઘણું બધું જોઈએ - ઇક્વિપમેન્ટ, એડિટિંગ ટૂલ્સ, એડિટર્સ અને ખાસ તો, કન્ટેન્ટની સ્ટ્રેટેજી.
એઆઇની જેમ જ, બધો આધાર સોશિયલ ચેનલ્સ પર રાખવાને બદલે, તેને ફક્ત ટૂલ તરીકે વાપરીને ઓનલાઇન-ઓફલાઇન બિઝનેસનું કોમ્બિનેશન વિક્સાવવામાં આવે તો જ સફળતાની કંઈક શક્યતા રહે છે.
RLMxkøkúk{Lkkt
yLkuf yufkWLx ‘økkRz÷kRLMkLkk ¼tøk çkË÷’ MkMÃkuLz ÚkE hÌkkt Au
¼khíkLkk fLxuLx r¢yuxMko Ãkh ykðe yuykRLke íkðkR
અત્યારે સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ને કારણે લોકો પોતાની
જોબ ગુમાવી રહ્યા છે એવી હવા ઊભી થઈ રહી છે,
ત્યારે ભારતમાં એઆઇની
એક જુદા જ પ્રકારની અસર જોવા મળી રહી છે.
ભારતમાં પાછલા થોડા મહિનાઓમાં મેટાની ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ સર્વિસ પર ધમધમાટ
કરતાં અનેક એકાઉન્ટ્સ રાતોરાત સસ્પેન્ડ થઈ રહ્યાં છે. જેનો મુખ્ય દોષ એઆઇ પર
ઢોળવામાં આવી રહ્યો છે. વિશ્વના અનેક દેશોની જેમ ભારતમાં પણ ઇન્સ્ટાગ્રામ અનેક
ક્રિએટર્સ, નાના બિઝનેસ, ઇન્ફ્લુઅન્સર્સ વગેરે માટે લાઇફલાઇન બની ગઈ છે. તેમની સંખ્યા લાખોમાં પહોંચી
છે પરંતુ જેમનાં એકાઉન્ટ અચાનક સસ્પેન્ડ થઈ રહ્યાં છે તેમની સંખ્યા પણ હજારોમાં
પહોંચી રહી છે.
અચાનક આવે છે નોટિફિકેશન
હવે એવી સ્થિતિ આવી ગઈ છે કે ઇન્સ્ટાગ્રામ પર સારી એવી સફળતા મેળવીને લાખો
ફોલોઅર્સ મેળવનારા કન્ટેન્ટ ક્રિએટર્સ સતત ઉચાટમાં રહે છે કે તેમનું એકાઉન્ટ પણ એઆઇની
ઝપટમાં આવી નહીં જાય ને?
એકાઉન્ટ સસ્પેન્ડ થવાની પ્રોસેસ મોટા ભાગે અણધારી થાય છે. કોઈ વ્યક્તિનું
એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે તેમને અચાનક ઇન્સ્ટાગ્રામમાં જ એક નોટિફિકેશન
મળે છે, જેમાં કહેવામાં આવે છે કે
તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ થયું છે અને તે એ જ ક્ષણથી અન્ય યૂઝર્સને દેખાવાનું બંધ
થાય છે. નોટિફિકેશનમાં બીજી કોઈ સ્પષ્ટતા હોતી નથી. ત્યારથી એકાઉન્ટ ક્રિએટર
પોતાના એકાઉન્ટનો બીજો કોઈ ઉપયોગ કરી શકતા નથી.
નોટિસમાં તેમને જણાવવામાં આવે છે કે એકાઉન્ટ ફરી ચાલુ કરવા માટે ૧૮૦ દિવસનો
સમય આપવામાં આવ્યો છે. એટલા સમયગાળામાં એપીલ કરવામાં ન આવે કે અપીલના જવાબમાં
મળેલી સૂચનાઓનો અમલ કરવામાં નહીં આવે તો એકાઉન્ટ કાયમ માટે ડિસેબલ કરી દેવામાં
આવશે.
સસ્પેન્ટ થયેલા એકાઉન્ટના કન્ટેન્ટ ક્રિએટર વળતો ઇમેઇલ મોકલીને, એકાઉન્ટ શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તેની કોઈ સ્પષ્ટતા જાણવા માગે કે એકાઉન્ટ ફરી ચાલુ
કરવાની અપીલ કરે તો એનું લગભગ કોઈ પરિણામ આવતું નથી.
જે સિસ્ટમે તેમના એકાઉન્ટનો રિવ્યૂ કરીને તેને સસ્પેન્ડ કર્યું હોય છે એ જ સિસ્ટમ, આ અપીલના જવાબમાં એકાઉન્ટનો ફરી રિવ્યૂ કરે છે અને પરિણામ ઠેરનું ઠેર રહે છે. એકાઉન્ટ ફરી ચાલું થતું નથી.
RLMxkLkk r¢yuxMko Q¼hku Xk÷ðe hÌkk Au yuõMk Ãkh
અત્યારે અગાઉના ટ્વીટર અને હાલના એક્સ પ્લેટફોર્મ પર અનેક લોકો ઇન્સ્ટાગ્રામ
પરના તેમના એકાઉન્ટ અચાનક સસ્પેન્ડ થયાં હોવાનો ઉભરો ઠાલવી રહ્યા છે.
કોઈ કહે છે કે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એડ્સ ચલાવીને પણ તેમને સારી એવી
આવક થતી હતી. પરંતુ એકાઉન્ટ અચાનક સસ્પેન્ડ થયું.
કોઈ કહે છે કે તેમના પર મેઇલ આવ્યો કે તેમનું એકાઉન્ટ અન્ય લોકોને ઇમ્પર્સોનેટ કરતું હતું એટલે કે બીજા કોઈની
આઇડેન્ટિટી પર એકાઉન્ટ ચલાવવામાં આવતું હતું. એટલે એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું.
તો કોઈ કહે છે કે તેમના એકાઉન્ટ પરથી સ્પામ મેસેજિસ પોસ્ટ થતા હોવાના નામે એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યાં. ઘણા લોકો કહે છે કે તેમનાં
એકાઉન્ટ લગભગ કોઈ પ્રકારની સ્પષ્ટતા કે કારણ આપ્યા વિના સસ્પેન્ડ કરવામાં આવ્યાં
છે.
એકાઉન્ટ અચાનક કેમ સસ્પેન્ડ થવા લાગ્યાં?
હકીકત એ છે કે એકાદ વર્ષ પહેલાં સુધી ઇન્સ્ટાગ્રામ પર વિવિધ એકાઉન્ટના હ્યુમન
રિવ્યૂ થતા હતા એટલે કે મેટાની ટીમ જુદા જુદા એકાઉન્ટ પર પોસ્ટ થતા કન્ટેન્ટ પર
જાતે નજર રાખતી હતી. અન્ય યૂઝર કોઈ એકાઉન્ટની પોસ્ટ પર પોસ્ટ વાંધાજનક હોવાનું કે
કોપીરાઇટનો ભંગ થતો હોવાનું રિપોર્ટ કરે તો તેનો હ્યુમન રિવ્યૂ થતો હતો. કંઈ ખરેખર
વાંધાજનક જણાય તો કન્ટેન્ટ ક્રિએટરને નોટીસ મોકલીને જાણ કરવામાં આવતી. સાથોસાથ
એકાઉન્ટ સસ્પેન્ડ થતું અટકાવવા માટે કે સસ્પેન્ટ થઈ ગયું હોય તો તેને ફરી ચાલુ
કરવા માટે કેવાં પગલાં લેવાં તેની જાણ કરવામાં આવતી.
કન્ટેન્ટ ક્રિએટર એ સૂચનાઓ મુજબ પગલાં લે કે વાંધાજનક ગણાયેલું કન્ટેન્ટ પોતાના એકાઉન્ટ પરથી દૂર કરે તો તેમનું એકાઉન્ટ રાબેતા મુજબ ચાલુ રહેતું હતું.
હવે વાત બદલાઈ ગઈ છે.
પાછલા એકાદ વર્ષથી મેટાનાં બધાં પ્લેટફોર્મ પર એકાઉન્ટના રિવ્યૂ માટે મોટા ભાગે એઆઇ પર આધાર રાખવામાં આવી રહ્યો છે. બીજી તરફ ક્રિએટર્સ પોતે પણ એકાઉન્ટ ક્રિએટ કરવા માટે એઆઇનો વધુને વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર એટલું બધું અલગ પ્રકારનું કન્ટેન્ટ હોય છે કે તેનો એઆઇ આધારિત રિવ્યૂ કરવા જતાં સૂકા ભેગું લીલું બળી જવાના કિસ્સા વધી રહ્યા છે. ભારતના સંદર્ભ મુજબ કન્ટેન્ટમાં ખરેખર કંઈ વાધાજનક ન હોય તો પણ એઆઇ તેનો અતિ કડક રિવ્યૂ કરે છે અને વાત એકાઉન્ટ સસ્પેન્ડ કરવા સુધી પહોંચી જાય છે!
¼khíkLkk ÞqÍMko fu{ MkMÃkuLþLkLkwt rLkþkLk çkLke hÌkk Au?
ભારતના કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આ વાત વધુ જોખમરૂપ બની છે. તેનાં ઘણાં કારણો
પણ છે.
એક કારણ એ છે કે કન્ટેન્ટનો રિવ્યૂ કરતી એઆઇ સિસ્ટમ્સ મોટા ભાગે સમગ્ર
વિશ્વમાંથી એકઠા થતા ડેટાના આધારે ટ્રેઇન થયેલ હોય છે. ભારતની સંસ્કૃતિ અન્ય દેશો
કરતાં ઘણી અલગ છે. એ તફાવત સમજવામાં એઆઇ-આધારિત રિવ્યૂ સિસ્ટમ થાપ ખાય છે.
ઉપરાંત ભારતમાં યૂઝર્સની સંખ્યા પણ ઘણી વધુ છે. એ કારણે ભારતના ક્રિએટર્સ
ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર રાતોરાત સફળતા મેળવી શકે છે. પરંતુ એ જ કારણે તે
એઆઇ સિસ્ટમ્સની નજરમાં આવી જાય છે. આવાં એકાઉન્ટ્સ પોતાના પ્રમોશન માટે યોગ્ય
ટેકનિક્સનો ઉપયોગ કરતાં હોય તો પણ તે શંકાસ્પદ બની જાય છે.
એકબીજાના પગ ખેંચવાની પણ વૃત્તિ
ભારતમાં ટ્રોલિંગનું વધુ પડતું પ્રમાણ પણ કન્ટેન્ટ ક્રિએટર્સને નડી રહ્યું છે.
ભારતમાં કોઈ સફળ થાય તો તેને પાડી દેવા માટે અનેક લોકો એક્ટિવ થઈ જાય છે. સોશિયલ
મીડિયા પર સંખ્યાબંધ ગ્રૂપ એવાં છે જેનું મુખ્ય કામ ટ્રોલિંગ હોય છે. આવા ગ્રૂપના
મેમ્બર કોઈ એકાઉન્ટને નિશાન બનાવીને તેના વિવિધ કન્ટેન્ટ સામે ફરિયાદોનો એવો ઢગલો
કરી મૂકે છે કે એઆઇ સિસ્ટમ એ એકાઉન્ટને શંકાસ્પદ ગણી લે છે.
પરિણામે ઇન્સ્ટાગ્રામને આધારે સારી એવી આવક ઊભી કરનારા લોકો રાતોરાત તેમણે
જ્યાંથી શરૂઆત કરી હતી બરાબર ત્યાં જ આવીને ઊભા રહે છે.
ઇન્સ્ટાગ્રામ પર જેમના એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયાં છે એવા લોકો એક્સ પર ઊભરો
ઠાલવીને કહે છે કે મેટા કંપનીએ ભારતના યૂઝર્સના જોર પર તેનું સામ્રજ્ય ઊભું કર્યું
છે પરંતુ હવે બધું એઆઇના ભરોસે છોડીને ભારતના યૂઝર્સને તડકે મૂકવામાં આવી રહ્યા
છે.
મેટા કંપની જે રીતે યૂઝર્સને કન્ટેન્ટ ક્રિએશન માટે અનેક પ્રકારનાં એઆઇ ટૂલ્સ
આપવા લાગી છે એ જ રીતે તેના પોતાના કામકાજમાં પણ એઆઇનો ઉપયોગ બહુ મોટા પાયે વધારી
રહી છે.
માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન વગેરે અન્ય મોટી કંપનીઓ પણ એઆઇ પર વધુ પડતો આધાર રાખવાનાં અત્યારે
માઠાં પરિણામ ભોગવી રહી છે. મેટાના પ્લેટફોર્મ પર પણ કંઈક એવું જ થઈ રહ્યું છે, પરંતુ તેનો ભોગ ઇન્સ્ટાગ્રામ પર લાઇમલાઇટમાં આવીને સારી આવક ઊભી કરનારા લોકો
બની રહ્યા છે!




