Science & Technology

સિગ્નલ એપના યુઝર્સ સાવધાન: બેકઅપને ટાર્ગેટ કરીને હેકર્સ ચલાવી રહ્યા છે મોટું ફિશિંગ કૌભાંડ

By GS Team
29 May 20262 mins read
TukuTouch Logo
પોતાની સિક્યોરિટી અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ માટે જાણીતી લોકપ્રિય એપ ‘સિગ્નલ’ના યુઝર્સ હાલમાં હેકર્સના નિશાના પર છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હેકર્સ દ્વારા યુઝર્સના ચેટ બેકઅપને ચોરવા માટે એક નવું અને ખતરનાક ફિશિંગ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. હેકર્સ સત્તાવાર સપોર્ટ ટીમ હોવાનો ઢોંગ કરીને યુઝર્સને શિકાર બનાવી રહ્યા છે. તેમને છેતરીને તેમના બેકઅપને ચોરવામાં આવી રહ્યાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિગ્નલ એપના યુઝર્સ સાવધાન: બેકઅપને ટાર્ગેટ કરીને હેકર્સ ચલાવી રહ્યા છે મોટું ફિશિંગ કૌભાંડ

Signal App BackUp Scam: પોતાની સિક્યોરિટી અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ માટે જાણીતી લોકપ્રિય એપ ‘સિગ્નલ’ના યુઝર્સ હાલમાં હેકર્સના નિશાના પર છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હેકર્સ દ્વારા યુઝર્સના ચેટ બેકઅપને ચોરવા માટે એક નવું અને ખતરનાક ફિશિંગ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. હેકર્સ સત્તાવાર સપોર્ટ ટીમ હોવાનો ઢોંગ કરીને યુઝર્સને શિકાર બનાવી રહ્યા છે. તેમને છેતરીને તેમના બેકઅપને ચોરવામાં આવી રહ્યાં છે.

હેકર્સ યુઝર્સને એવો ડર બતાવી રહ્યા છે કે સિંક્રોનાઇઝેશનની ખામીને કારણે તેમની ચેટ અને મીડિયા ફાઇલો હંમેશા માટે ડિલીટ થઈ શકે છે. આ ડેટા લોસથી બચવાના બહાને હેકર્સ યુઝર્સ પાસે તેમની ઓનલાઈન બેકઅપ ‘રિકવરી કી’ની માંગણી કરી રહ્યા છે.

ડેટા ગુમાવવાનો ડર બતાવી મોકલાઈ રહ્યા છે ફેક મેસેજ

યુઝર્સને ‘સિગ્નલ સપોર્ટ’ નામના નકલી એકાઉન્ટ પરથી મેસેજ મોકલવામાં આવી રહ્યો છે, જેમાં લખ્યું હોય છે કે: "આ પ્રક્રિયા તમારા હાલના બેકઅપને તમારા એકાઉન્ટ સાથે જોડે છે. જો તમે આમ કરવામાં નિષ્ફળ રહેશો, તો તમે તમારા એકાઉન્ટ અને તમામ સ્ટોર્ડ ડેટાની ઍક્સેસ ગુમાવી શકો છો." ડિજિટલ સિક્યોરિટી હેલ્પલાઇનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. શરૂઆતમાં આ એટેક ચોક્કસ એક્ટિવિસ્ટોને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હોવાનું મનાતું હતું, પરંતુ હવે આ હેકિંગ ઝુંબેશ ઘણી વ્યાપક બની રહી છે અને સામાન્ય યુઝર્સ પણ તેનો ભોગ બની રહ્યા છે.

સિગ્નલ ક્યારેય સામેથી સંપર્ક કરતું નથી: કંપનીની સ્પષ્ટતા

આ છેતરપિંડી સામે આવતા જ સિગ્નલ ઓર્ગેનાઈઝેશને યુઝર્સને એલર્ટ કર્યા છે. કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "સિગ્નલ ક્યારેય કોઈ યુઝરનો સામેથી સંપર્ક કરતું નથી." આ ઉપરાંત કંપની ક્યારેય યુઝર્સ પાસે તેમનો રજીસ્ટ્રેશન કોડ, પિન કે રિકવરી કી માંગતી નથી. તેથી, જો ‘સિગ્નલ સપોર્ટ’ નામે કોઈ ચેટ કે મેસેજ આવે, તો તે સંપૂર્ણપણે નકલી અને હેકર્સ દ્વારા મોકલાયેલો છે તેમ સમજી લેવું.

એકાઉન્ટ હાઇજેક કરવાને બદલે હવે ચેટ બેકઅપ પર નજર

અગાઉના હેકિંગ એટેકમાં સામાન્ય રીતે યુઝર્સના એકાઉન્ટને હેક કરીને તેમના નામે ખોટા મેસેજ મોકલવાનો પ્રયાસ થતો હતો. પરંતુ આ નવો એટેક સાયબર ગુનેગારોની બદલાયેલી રણનીતિ દર્શાવે છે. હવે તેઓ સીધા યુઝર્સના બેકઅપને ટાર્ગેટ કરી રહ્યા છે, જેથી તેઓ યુઝરની જૂની ચેટ્સ, પર્સનલ ફોટા અને મહત્ત્વના દસ્તાવેજો ચોરી શકે.

સિગ્નલ એપમાં યુઝર્સ પોતાના ડેટાને ક્લાઉડ સર્વર પર સુરક્ષિત રાખવા માટે 'સિક્યોર બેકઅપ' ફીચરનો ઉપયોગ કરે છે, જે રિકવરી કી દ્વારા પ્રોટેક્ટેડ હોય છે. જો આ કી હેકર્સના હાથમાં આવી જાય, તો યુઝરનો તમામ પર્સનલ ડેટા જોખમમાં મુકાઈ શકે છે. તેથી કોઈની પણ સાથે આવી કી શેર ન કરવાની સલાહ આપવામાં આવી છે.