ઓનલાઈન શોપિંગ હમણાં કરી લો, રકમ ચૂકવજો સગવડ થાય ત્યારે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં લાંબા સમયથી ઓનલાઇન શોપિંગ સતત વધી રહ્યું છે કેમ કે ભારતના રસ્તાઓ પર ટ્રાફિક સતત વધી રહ્યો છે. બજારોમાં ભીડ પણ સતત વધતી જાય છે. એ કારણે તથા બીજાં અન્ય ઘણાં કારણોસર આપણને ભારતીયોને ઘેર બેઠાં સ્માર્ટફોનના સ્ક્રીન પર શોપિંગ કરી લેવું સહેલું લાગવા માંડ્યું છે.
હવે આ કારણોમાં હજી એક કારણ ઉમેરાઈ રહ્યું છે - પે લેટર! ફ્લિપકાર્ટ કંપની ભારતમાં ઓનલાઇન શોપિંગ કરતી વખતે પેમેન્ટ માટે ત્રણ નવા વિકલ્પ આપી રહી છે. બેઝિકલી કંપની પેયુ ફાઇનાન્સ નામની પેમેન્ટ ગેટવે સર્વિસના સાથમાં આ સુવિધા આપી રહી છે (અેમેઝોન તથા અન્ય શોપિંગ કંપની તથા જુદા જુદા પેમેન્ટ ગેટવે પણ પે લેટરની સુવિધા આપે છે). ફ્લિપકાર્ટની મુખ્ય શોપિંગ સાઇટ, મિંત્રા તથા ફ્લિપકાર્ટ મિનિટ્સ પ્લેટફોર્મ પર પે લેટર સુવિધાનો લાભ મળશે. આ સુવિધા હેઠળ આપણને ઓનલાઇન શોપિંગ કર્યા પછી ત્રણ પ્રકારે પેમેન્ટ કરવા વિકલ્પ મળશે.
પે લેટરઃ આ સુવિધા હેઠળ આપણી રોજબરોજની ખરીદી માટે આગામી ૩૦ દિવસમાં ગમે ત્યારે પેમેન્ટ કરવાની સગવડ આપવામાં આવશે.
હપ્તાવાર પેમેન્ટઃ આ વિકલ્પ હેઠળ આપણે પોતાના બિલને ત્રણ હપ્તામાં વહેંચી નાખી શકીશું.
ઇએમઆઇઃ આ વિકલ્પ હેઠળ આપણે સ્માર્ટફોન, અન્ય ઇલેક્ટ્રોનિક આઇટમ, હોમ એપ્લાયન્સ કે ફર્નિચર જેવી મોટી ખરીદી કરી હોય તો તેને માટેના પેમેન્ટને ત્રણ થી શરૂ કરીને ૧૨ મહિનાના હપ્તામાં વહેંચી શકાશે. આ ઇએમઆઇ પ્લાન ફ્લિપકાર્ટ મિનિટ, ફેશન, બ્યુટી કે અન્ય ઘરગથ્થુ ચીજવસ્તુઓના પેમેન્ટ માટે પણ ઉપયોગ કરી શકાશે.
અત્યારે આપણને ફ્લિપકાર્ટ તથા અન્ય શોપિંગ સાઇટ્સ પર કેશ ઓન ડિલિવરી કે યુપીઆઇ, વોલેટ, નેટબેંકિંગ, બેંક કાર્ડ કે ઇએમઆઇ જેવા પેમેન્ટના વિવિધ વિકલ્પ મળે જ છે.
હવે વાત હજી વધુ સહેલી બનશે.









