Generate Electricity from Ice: ચીન અને સ્પેનના વિજ્ઞાનીઓ દ્વારા એક ખૂબ જ અદ્ભુત શોધ કરવામાં આવી છે. તેમણે હવે બરફને મીઠું સાથે મિક્સ કરીને એમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવાની શોધ કરી છે. પૃથ્વીના સૌથી ઠંડા વિસ્તારમાં વિજળી ઉત્પન્ન કરવા માટે આ નવો રસ્તો છે. આ રીતે વિજળી ઉત્પન્ન કરવાથી ક્લીન એનર્જી મળી શકે છે અને એને કારણે ઘણી સમસ્યાનો ઉકેલ આવી શકે છે.
કેવી રીતે કામ કરે છે?
વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે મીઠામાં બોળેલા બરફને જ્યારે વાળવામાં આવે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનિક સિગ્નલ નીકળે છે. ઇલેક્ટ્રોનિક્સમાં મોટાભાગના સિરામિક મટિરિયલ્સનો ઉપયોગ કરવામાં આવે છે એની જેમ જ આ બરફ પણ જોવા મળશે. સરળ ભાષામાં કહેવામાં આવે તો બરફને ચોક્કસ રીતે ઉપયોગ કરવામાં આવે તો એ નેચરલ પાવર જનરેટર તરીકે ઉપયોગ કરશે.
બરફને એક એનર્જી ડિવાઇસ કેવી રીતે બનાવવી?
રિસર્ચ ટીમ દ્વારા એક નાની ડિવાઇસ બનાવવામાં આવી છે જેમાં એક સ્પેશ્યલ બરફનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડિવાઇસનો ઉપયોગ કરવાથી ઠંડા વિસ્તારમાં ખૂબ જ ઓછા ખર્ચે વિજળી ઉત્પન્ન કરી શકાશે. આ રિસર્ચ ટીમ દ્વારા એ વાત પર પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે પૃથ્વીની દસ ટકા સપાટી પર બરફ છે. આજ સુધી બરફનો ઉપયોગ ક્યારેય પણ વિજળી ઉત્પન્ન કરવા માટે કરવામાં આવ્યો નથી. જોકે આ શોધ પરથી ભવિષ્યમાં એનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરી શકાશે.
આ પાછળ શું વિજ્ઞાન છે?
અગાઉ આ જ રિસર્ચ ટીમ અને તેમની સાથે ન્યુ યોર્કની સ્ટોની બ્રૂક યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા સાથે મળીને આ પાછળનું વિજ્ઞાન ડિટેઇલમાં જણાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ફ્લેક્સોઇલેક્ટ્રિસિટી પ્રોસેસ દ્વારા બરફમાંથી વિજળી ઉત્પન્ન કરી શકાય છે. ફ્લેક્સોઇલેક્ટ્રિસિટી એક પ્રોસેસ છે જેમાં મટિરિયલ એટલે કે બરફને ગમે તેમ વાળવામાં આવે છે અને એનાથી એક ઇલેક્ટ્રિકલ ચાર્જ ઉત્પન્ન થાય છે. આથી મીઠા વાળા બરફને બેન્ડ કરવામાં આવે તો એમાંથી વિજળી ઉત્પન્ન કરી શકાય એ પ્રકારની ઇલેક્ટ્રિસિટી મેળવી શકાય છે.
આ પણ વાંચો: કાંદા કાપવાથી કેમ રડવું આવે છે: આંખમાંથી પાણી નિકળવાના વિજ્ઞાન વિશે જાણો…
આ શોધ કેમ મહત્ત્વની છે?
બરફ એક કુદરતી વસ્તુ છે અને એનો ઉપયોગ કરવાથી આ એક રિન્યુએબલ સોર્સ તરીકે કામ કરી શકે છે. ઠંડા વિસ્તારમાં રહેતાં લોકો તેમની પોતાની જરૂરિયાત માટે પણ વિજળી મેળવી શકે છે. સોલર પાવરની જેમ ઠંડા વિસ્તારમાં રહેતા લોકો આઇસ એનર્જી તરીકે એનો ઉપયોગ કરી શકે છે. આ શોધ પરથી એ જાણી શકાયું છે કે ચોક્કસ રીતે વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો રોજિંદા જીવનમાં જોવા મળતો બરફ પણ વિજળી ઉત્પન્ન કરી શકે છે. સરળ ભાષામાં કહેવામાં આવે તો મીઠા વાળા બરફને ગમે તેમ વાળવાથી ઇલેક્ટ્રિસિટી બની જશે. આથી પૃથ્વીના ખૂબ જ બરફવાળા વિસ્તાર પણ હવે બારેમાસ વિજળીનો ઉપયોગ કરી શકે છે.


