Science & Technology

લોન્ચિંગના એક જ સપ્તાહમાં ઝટકો: મિડ-રેન્જ સ્માર્ટફોન Galaxy M47 5Gની કિંમતોમાં 7000થી વધુનો વધારો

By GS Team
13 Jul 20262 mins read
TukuTouch Logo
સેમસંગે ભારતમાં નવા લોન્ચ થયેલા Galaxy M47 5G સ્માર્ટફોનની કિંમતોમાં એક અઠવાડિયામાં જ 7,000થી 8,000 રૂપિયાનો ધરખમ વધારો કર્યો છે. 25,999 રૂપિયાનું બેઝ મોડેલ હવે 32,999 રૂપિયામાં મળશે, જ્યારે 33,999 રૂપિયાનું ટોપ મોડેલ 41,999 રૂપિયાનું થયું છે. આ ભાવવધારો કમ્પોનન્ટ ખર્ચ વધવાને કારણે હોઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોન્ચિંગના એક જ સપ્તાહમાં ઝટકો: મિડ-રેન્જ સ્માર્ટફોન Galaxy M47 5Gની કિંમતોમાં 7000થી વધુનો વધારો

Launch Offer Ends, Prices Soar: ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ગ્રાહકોને આકર્ષવા માટે સામાન્ય રીતે કંપનીઓ ડિસ્કાઉન્ટ આપતી હોય છે, પરંતુ દિગ્ગજ ટેક કંપની સેમસંગે આનાથી તદ્દન ઉલટો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. સેમસંગે ભારતમાં તાજેતરમાં જ લોન્ચ થયેલા તેના બ્રાન્ડ ન્યૂ સ્માર્ટફોન ‘Galaxy M47 5G’ની કિંમતોમાં લોન્ચિંગના માત્ર 1 જ અઠવાડિયા બાદ મોટો વધારો ઝીંકી દીધો છે. આ સ્માર્ટફોન એમેઝોન પર વેચાણ માટે ઉપલબ્ધ થયાને હજુ ગણતરીના દિવસો જ થયા છે, ત્યાં જ અચાનક કિંમતોમાં થયેલા આ તોતિંગ વધારાથી સ્માર્ટફોન ખરીદવા ઈચ્છતા ગ્રાહકો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

કિંમતોમાં થયો 7,000થી 8,000 રૂપિયાનો ધરખમ વધારો

કંપનીએ Galaxy M47 5Gના તમામ સ્ટોરેજ વેરિઅન્ટ્સના ભાવ વધારી દીધા છે. સ્માર્ટફોનના બેઝ મોડલથી લઈને ટોપ મોડલની નવી કિંમતો નીચે મુજબ છે:

  • બેઝ વેરિઅન્ટ (6GB + 128GB): આ વેરિઅન્ટ ભારતમાં 25,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં સીધો 7,000 રૂપિયાનો વધારો કરીને હવે નવી કિંમત 32,999 રૂપિયા કરી દેવામાં આવી છે.
  • ટોપ વેરિઅન્ટ (8GB + 256GB): આ હાઈ-એન્ડ વેરિઅન્ટની કિંમતમાં પૂરા 8,000 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. લોન્ચિંગ સમયે જે ફોન 33,999 રૂપિયામાં મળતો હતો, તેની કિંમત હવે વધીને 41,999 રૂપિયા થઈ ગઈ છે.

કિંમતો વધવા પાછળનું સંભવિત કારણ

સેમસંગ દ્વારા આ અચાનક કરાયેલા ભાવ વધારા પાછળનું કોઈ સત્તાવાર અને ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, ઓટોમોબાઈલ અને ટેક સેક્ટરમાં હાલમાં જે રીતે કમ્પોનન્ટ્સની પડતર કિંમતો સતત વધી રહી છે, તે આખા સ્માર્ટફોન ઉદ્યોગને નુકસાન પહોંચાડી રહી છે. તાજેતરમાં જ રિયલમી અને શાઓમી જેવી બ્રાન્ડ્સે પણ પોતાના ફોનના ભાવમાં આવો જ વધારો કર્યો હતો. ટેક નિષ્ણાતોનું માનવું છે કે, સેમસંગે શરૂઆતમાં જે ઓછી કિંમતો રાખી હતી તે કદાચ માત્ર લિમિટેડ પીરિયડ માટેની 'ઇન્ટ્રોડક્ટરી લોન્ચ ઓફર' હોઈ શકે છે, જે સમયમર્યાદા પૂરી થતાં જ કંપનીએ ફોનની વાસ્તવિક કિંમતો લાગુ કરી દીધી છે.

જો કિંમતો વધ્યા બાદ પણ ગ્રાહકોને આ સ્માર્ટફોનમાં રસ હોય, તો આ પ્રીમિયમ મિડ-રેન્જ ફોન માર્કેટમાં બે આકર્ષક કલર ઓપ્શન્સ, બ્લેઝ બ્લુ અને રોગ રેડમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.