Science & Technology

સેમસંગના નેક્સ્ટ-જનરેશન ફોલ્ડેબલ્સ July 22ના રોજ થશે લોન્ચ: જાણો શું આવી શકે નવું…

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
સેમસંગે 22 જુલાઈએ લંડનમાં 'ગેલેક્સી અનપેક્ડ' ઇવેન્ટની જાહેરાત કરી છે. ભારતીય સમયાનુસાર સાંજે 6:30 વાગ્યે યોજાનારી આ ઇવેન્ટમાં Galaxy Z Flip 8 અને Galaxy Z Fold 8/8 Ultra જેવા ફોલ્ડેબલ ફોન્સ, ગેલેક્સી વોચ અપગ્રેડ્સ અને સ્માર્ટ AI ગ્લાસીસ રજૂ થઈ શકે છે. કંપનીની વેબસાઇટ અને યૂટ્યુબ પર લાઈવ જોઈ શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેમસંગના નેક્સ્ટ-જનરેશન ફોલ્ડેબલ્સ July 22ના રોજ થશે લોન્ચ: જાણો શું આવી શકે નવું…

Samsung Unpacked Event: સેમસંગે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે કે તેની આગામી ‘ગેલેક્સી અનપેક્ડ’ ઇવેન્ટ લંડનમાં July 22ના રોજ યોજાશે. જોકે, કંપનીએ આ ઇવેન્ટમાં કયા કયા પ્રોડક્ટ્સ રજૂ કરવામાં આવશે તે અંગે સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર કરી નથી. જોકે ટેક ઇન્ડસ્ટ્રીના અહેવાલો અને લીક્સ અનુસાર, આ ઇવેન્ટમાં નવા ફોલ્ડેબલ ફોન્સ, ગેલેક્સી વોચ સીરિઝના અપગ્રેડ્સ અને સેમસંગના સ્માર્ટ AI ગ્લાસીસ જોવા મળી શકે છે.

ઇવેન્ટ ક્યાં અને કેવી રીતે લાઇવ જોવી?

સેમસંગ આ ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટનું તેની સત્તાવાર વેબસાઇટ અને ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમિંગ કરશે. આ પ્રેઝન્ટેશન ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. લોન્ચિંગ પહેલાં સેમસંગે તેના અપકમિંગ ગેલેક્સી ડિવાઇસીસ માટે પ્રી-રિઝર્વેશન લેવાનું પણ શરૂ કરી દીધું છે. જે ગ્રાહકો સત્તાવાર જાહેરાત પહેલાં રિઝર્વેશન કરાવશે, તેમને બાદમાં પ્રી-ઓર્ડર કરવા પર $30નું ક્રેડિટ બોનસ મળશે.

ગેલેક્સી ઝેડ ફ્લિપ 8માં નવી હિંજ ડિઝાઇન જોવા મળશે

આ ઇવેન્ટમાં નેક્સ્ટ-જનરેશન ક્લેમશેલ ફોલ્ડેબલ સ્માર્ટફોન Galaxy Z Flip 8 મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. ઇન્ડસ્ટ્રી રિપોર્ટ્સનું માનીએ તો, આ ફોનમાં એક નવી હિંજ ડિઝાઇન, અપગ્રેડેડ પ્રોસેસર અને પહેલાં કરતાં વધુ લાઇટવેઇટ બોડી જોવા મળી શકે છે. જોકે, કમ્પોનન્ટ્સના વધતા ખર્ચ અને વૈશ્વિક સ્તરે રેમની ચાલી રહેલી અછતને કારણે આ વર્ષે ડિઝાઇનમાં બહુ મોટો ફેરફાર જોવા નહીં મળે, કારણ કે આ પરિબળો કંપનીને મોટા હાર્ડવેર બદલાવ કરતાં રોકી રહ્યા છે.

ગેલેક્સી ઝેડ ફોલ્ડ 8ના બે વેરિઅન્ટ્સ આવી શકે છે

ચર્ચા છે કે સેમસંગ આ વખતે Galaxy Z Fold 8ના એકના બદલે બે વેરિઅન્ટ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેના સ્ટાન્ડર્ડ મોડેલમાં વીડિયોઝ અને મલ્ટિટાસ્કિંગ માટે વધુ કમ્ફર્ટેબલ અને પહોળી ઇન્ટર્નલ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. કેટલાક અહેવાલો તો એવું પણ સૂચવે છે કે મેન્યુફેક્ચરિંગ કોસ્ટને નિયંત્રણમાં રાખવા માટે સેમસંગ આ ફોનમાં રિયર કેમેરા સેટઅપને 3 સેન્સર્સથી ઘટાડીને 2 સેન્સર્સનું કરી શકે છે.

ગેલેક્સી ઝેડ ફોલ્ડ 8 અલ્ટ્રાનું પણ થઈ શકે છે ડેબ્યૂ

સ્ટાન્ડર્ડ મોડેલની સાથે સેમસંગ તેનું સુપર પ્રીમિયમ મોડેલ Galaxy Z Fold 8 Ultra પણ માર્કેટમાં ઉતારી શકે છે. આ હાઇ-એન્ડ મોડેલમાં એડવાન્સ ડિસ્પ્લે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી સ્ક્રીન ફોલ્ડ થવાની ક્રીઝ ખૂબ જ ઓછી દેખાય. આ સિવાય તેમાં વધુ પાવરફુલ પ્રોસેસર, ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળવાની આશા છે. જોકે, સેમસંગ આ બંને ફોલ્ડ મોડેલ્સ વચ્ચે ફીચર્સના આધારે કેવી રીતે તફાવત રાખશે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.