એન્ડ્રોઇડમાં કિવક શેરિંગ હજી વધુ સ્માર્ટ અને ફાસ્ટ બનશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આઇફોનમાં ઘણાં બધાં ‘સ્લીક’ ફીચર્સ હોય છે, જે એન્ડ્રોઇડની સરખામણીમાં આઇફોનનો ઉપયોગ એકદમ સફાઇદાર બનાવે છે. આવું એક ફીચર છે ‘એરડ્રોપ’.
આ ફીચર એકમેકની નજીક રહેલા એપલના વિવિધ ડિવાઇસ વચ્ચે ફોટો, વીડિયો કે ડોક્યુમેન્ટ્સનું શેરિંગ એકદમ ઝડપી બનાવે છે. આ ફીચર ઇન્ટરનેટ કનેકશનને બદલે વાઇ-ફાઇ તથા બ્લુટૂથ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે. આપણે જે બે એપલ ડિવાઇસ વચ્ચે ફાઇલ્સની આપલે કરવી હોય તે બંનેમાં વાઇ-ફાઇ અને બ્લુટૂથ ઓન કરવાનાં તથા બંને ડિવાઇસ એકમેકની રાખવાના. બંને ડિવાઇસમાં ફાઇલની આપલે કોની વચ્ચે શક્ય બને એ નક્કી કરવા માટે ‘કોન્ટેક્ટ્સ ઓન્લી’ અથવા ‘એવરીવન ફોર ટેન મિનિટ્સ’ જેવો કોઈ વિકલ્પ પસંદ કરવાનો.
આ પછી આપણે જોઈતી ફાઇલ શેર કરવા માટે તેને ટેપ કરવાની અને શેરિંગ મેનૂમાં ‘એરડ્રોપ’નો વિકલ્પ પસંદ કરવાનો. આપણે નજીકની વ્યક્તિ કે ડિવાઇસ પસંદ કરીએ એ સાથે ફાઇલ સહેલાઇથી એ વ્યક્તિ કે ડિવાઇસને મળી જાય. આ રીતે આપણે પોતાના કોન્ટેક્ટ્સમાં રહેલી વ્યક્તિ કે કોન્ટેક્ટ્સમાં ન હોય તેવી વ્યક્તિ સાથે પણ ફાઇલ્સની આપલે કરી શકીએ છીએ. ફાઇલ્સની સલામત આપલે માટે જે વ્યક્તિ કે ડિવાઇસને ફાઇલ મોકલવાની હોય તે વ્યક્તિ કે ડિવાઇસ આપણા કોન્ટેક્ટ્સમાં ન હોય તો તેમને પહેલાં એક કોડ મળે છે. એ કોડ એન્ટર કર્યા પછી તેમનું નામ ૩૦ દિવસ માટે આપણાં કોન્ટેક્ટ લિસ્ટમાં ઉમેરાઈ જાય છે. આવી સુવિધા હવે ગૂગલના એન્ડ્રોઇડ ફોનમાં પણ આવે તેવી શક્યતા છે. અત્યારે એન્ડ્રોઇડમાં ‘ક્વિકશેર’ જેવા ફીચરથી કંઈક આવું જ શક્ય છે. પરંતુ હવે વાત વધુ સહેલી બનશે. આવી રહેલા નવા ફીચરને કારણે આપણે ફાઇલ્સ જેને મોકલવાની હોય તેમને મેન્યુઅલી સિલેક્ટ કરવાની જરૂર નહીં રહે. બે ફોન એકમેકની નજીક હશે અને આપણે બંને ડિવાઇસ એકમેક સાથે ટચ કરીશું તો ફાઇલ આપોઆપ ટ્રાન્સફર થઈ જશે (અલબત્ત કોની ફાઇલ લેવી કે કોને ફાઇલ્સ મોકલવી તેના પર આપણો કંટ્રોલ રહેશે)!









