ChatGPT Command for Accurate Answer: OpenAI દ્વારા હાલમાં જ 5 કમાન્ડ વિશે જણાવવામાં આવ્યું છે જેની મદદથી ચેટજીપીટી ખૂબ જ સારી રીતે જવાબ આપી શકશે. ચેટજીપીટી કેવી રીતે કામ કરે છે માટે કયો કમાન્ડ આપવામાં આવ્યો છે એ ખૂબ જ મહત્વનું છે. આથી કયા કમાન્ડ દ્વારા ચેટજીપીટી પાસે સારું કામ કઢાવી શકાય એના પર OpenAI દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ કમાન્ડને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે જેથી યુઝરનું કામ ચેટજીપીટી વધુ સરળ અને અસરકારક બનાવી આપશે.
સરળ ભાષામાં એક્સપર્ટ જેવું દેખાવવા માટે
OpenAI દ્વારા પહેલો કમાન્ડ વિશે જણાવવામાં આવ્યું છે એના દ્વારા યુઝર્સ સામાન્ય ભાષામાં એક્સપર્ટ હોય એ રીતે દેખાઈ શકે છે. આ કમાન્ડ છે, ‘Explain this like I'm five, like I'm a college student, and like I'm an expert.’ OpenAIના જણાવ્યા અનુસાર આ ક્વોન્ટમ કમ્પ્યુટિંગથી લઈને રસોઈ બનાવવા સુધીની તમામ બાબતો વિશે આ કમાન્ડો ઉપયોગ કરી શકાય છે. આ કમાન્ડની મદદથી ચેટજીપીટી યુઝર્સની જરૂરિયાત અનુસાર કોઈ પણ કોમ્પ્લેક્સ સવાલનો જવાબ સરળ બનાવી શકે છે.
કોઈ વસ્તુનું પ્લાનિંગ કરવા માટે
OpenAI દ્વારા બીજો કમાન્ડ યુઝર દ્વારા કોઈ પ્લાનિંગ કરવું હોય તો એ વિશે આપવામાં આવ્યો છે. આ માટેનો કમાન્ડ ‘The second prompt is: "Plan a [goal] for me step-by-step and give me a first action I can take today.’ ઉદાહરણ તરીકે યુઝર ચેટજીપીટીને પોતાના માટે કસરતનો પ્લાન બનાવવો હોય તો આ કમાન્ડનો ઉપયોગ કરીને ચાર અઠવાડિયાનો પ્લાન પણ બનાવી શકે છે અને એમાં કયા દિવસે કઈ કસરત કરવી એ પણ પૂછી શકે છે. તેમ જ ઘરમાં કસરત કરવી હોય અને સાધન ન હોય તો એ માટે પણ જણાવી શકે છે જેથી ચેટજીપીટી એ આધારે કસરત સજેસ્ટ કરશે.

ડેટાનો ઉપયોગ કરી ચોક્કસ રિપોર્ટ બનાવવા
ઘણા બધા ડેટામાંથી એક ચોક્કસ રિપોર્ટ બનાવવા માટે OpenAI દ્વારા ત્રીજો કમાન્ડ આપવામાં આવ્યો છે. આ કમાન્ડની મદદથી યુઝર ડેટાને ચોક્કસ રીતે રજૂ કરી શકશે જેથી એને વધુ સારી રીતે સમજી શકાય. ઉદાહરણ તરીકે ઘણા બધા ઇમેલ હોય અથવા તો નોટ્સ હોય એમાંથી જરૂરી માહિતીનો ઉપયોગ કરીને એક્શન પ્લાન તૈયાર કરવો હોય તો એ માટે આ કમાન્ડ ખૂબ જ કામ આવી શકે છે. આ માટે ‘Turn messy info into a clear, usable format’ કમાન્ડ આપવાનો રહેશે. એની મદદથી AI દરેક કોમ્પ્લેક્સ માહિતીને એક સાફ-સુથરા ફોર્મેટમાં રજૂ કરશે. એનાથી યુઝર્સ ખૂબ જ સારી રીતે સમજી શકશે અને એના પર કામ કરી શકશે.
આઇડિયા મેળવવા માટે
દરેક વ્યક્તિને શું કરવું એ ખબર હોય એ જરૂરી નથી. આથી જેને ન ખબર હોય એ વ્યક્તિએ આઇડિયા મેળવવા માટે ચોથા કમાન્ડનો ઉપયોગ કરી શકે છે. આ માટે ‘Generate 10 creative ideas with unexpected twists’ કમાન્ડનો ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે સોશિયલ મીડિયા પર કોઈ પ્રોડક્ટને પ્રમોટ કરવી હોય તો એ ચોક્કસ પ્રોડક્ટ વિશે જણાવી યુઝર્સ પાસે એ માટેના 10 આઇડિયા માગી શકો છો. દરેકમાં એક સરપ્રાઇઝ ટ્વિસ્ટનો પણ સમાવેશ કરવામાં આવશે જે દર્શકોને આકર્ષિત કરે. આ કમાન્ડ દ્વારા જે-તે યુઝર્સને ટ્રેન્ડમાં હોય એવા ઇનોવેટિવ આઇડિયા મળશે.
આ પણ વાંચો: ગગનયાન મિશનમાં જનાર ઇસરોના વ્યોમમિત્ર રોબોટની ખાસિયત શું છે? એ વિશે જુઓ…
પોતાના કામમાં વધુ એક્સપર્ટ બનવા માટે
OpenAI દ્વારા જે-તે યુઝર્સને પોતાના કામમાં વધુ એક્સપર્ટ બનવા માટે પણ એક કમાન્ડ આપવામાં આવ્યો છે. આ કમાન્ડ છે, ‘Be my [role] and help me practice.’ આ કમાન્ડની મદદથી યુઝર્સ ચેટજીપીટીને પોતાની જગ્યા લેવા માટે કહેશે અને ત્યાર બાદ કેવી રીતે પ્રેક્ટિસ કરવાની એ માટેની સલાહ માગી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિએ ઇન્ટરવ્યુ આપવાનું હશે, તો એ વ્યક્તિ ચેટજીપીટીને ઇન્ટરવ્યુ આપનાર બનાવશે અને કેવી રીતે જવાબ આપવા એ માટે મદદ માગશે. AI આ માટે કેવી રીતે જવાબ આપવા એની મદદ કરશે. એ માટે કોચિંગથી લઈને ફીડબેક જેવી દરેક બાબત ચેટજીપીટી કરશે.


