હવે ભારતીય કારમાં પણ એઆઈ ઇન્ટિગ્રેટ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જગતભરની કાર મેન્યુફેકચરિંગ કંપનીઓ તથા ટેક કંપનીઓ લાંબા સમયથી એકમેકની ઘણી નજીક આવી રહી છે. ત્યાં સુધી કે ગૂગલ જેવી પૂરેપૂરી ટેકનોલોજી કંપની ડ્રાઇવરલેસ કારના મેન્યુફેકચરિંગ તરફ આગળ વધી રહી છે, તેમ ટેસ્લાનાં મૂળ પણ ટેક કંપનીમાં જ છે.
બીજી તરફ વિવિધ કાર કંપની પોતાની કારમાં ટેકનોલોજીનો ઉપયોગ સતત વિસ્તારી રહી છે. હવે આપણે ભારતમાં પણ કેટલીક કારમાં ‘ઇન્ટરનેટ ઇનસાઇડ’ કે ‘એઆઇ ઇનસાઇડ’ લખેલાં લેબલ જોવા લાગ્યા છીએ. આવી કાર ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકે છે અને વાહનચાલકની મદદ સાથે કે તેની મદદ વિના વિવિધ પ્રકારનાં એકશન લઈ શકે છે.
હમણાં ભારતની ઓટોમેકર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ પોતાની BE 6 SPORTEQ કારમાં ગૂગલ જેમિનાઇ ઇન્ટિગ્રેટ કરવા માટે ગૂગલ સાથે પાર્ટનરશિપ કરી છે. આ સાથે મહિન્દ્રા ભારતની પહેલી એવી કંપની બની છે જેણે પોતાની કારમાં જેમિનાઇના એન્ટરપ્રાઇઝ ઓટોમોટિવ એજન્ટને ઇન્ટિગ્રેટ કર્યો છે. આ આખી વ્યવસ્થા મહિન્દ્રાએ ખાસ વિકસાવેલ ‘મહિન્દ્રા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આર્કિટેકચર પ્લેટફોર્મ’ પર આધારિત રહેશે. અત્યારે આપણી ઘણી કંપનીની કારમાં ‘ઇન-કાર વોઇસ આસિસ્ટન્ટ’ હોય છે જે આપણા મૌખિક કમાન્ડ પર કારમાં જુદાં જુદાં એકશન લઈ શકે છે પરંતુ તે મોટે ભાગે નિશ્ચિત કમાન્ડ સમજી શકે છે. જ્યારે મહિન્દ્રાની નવી જેમિનાઇ સિસ્ટમ અત્યાધુનિક એઆઇ પર આધારિત હોવાથી તે વાહનચાલકે રોજબરોજની ભાષામાં આપેલા બધા કમાન્ડ સમજી શકશે, તેના જવાબો આપી શકશે તથા એ મુજબ કેટલાંક એકશન પણ લઈ શકશે.
વાહનચાલક કારમાં એસી કંટ્રોલ, લાઇટિંગ, વિન્ડોઝ ઓપરેશન, મીડિયા, નેવિગેશન વગેરે સંબંધિત વિવિધ એક્શન જેમિનાઇ સિસ્ટમની મદદથી કરી શકશે. અત્યારે સ્માર્ટફોનને એન્ડ્રોઇડ ઓટો કે એપલ કાર પ્લેની મદદથી કારની ઇન્ફોટેઇન્મેન્ટ સિસ્ટમ સાથે કનેક્ટ કરી શકાય છે,પરંતુ તેનો ઉપયોગ સ્માર્ટફોનમાંની એપ્સને સંબંધિત અને સીમિત રહે છે. જ્યારે કારની સિસ્ટમમાં જ ઇન્ટિગ્રેટેડ એઆઇ સિસ્ટમથી સ્માર્ટફોનની જરૂર વિના કારમાં એઆઇનો ઉપયોગ કરી શકાશે.




