એઆઈ ચેટબોટ્સનાં નવાં વધુ પારવફુલ મોડેલ્સ આવ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચેટજીપીટી, જેમિનાઇ, પર્પ્લેક્સિટી, ક્લોડ વગેરે આપણે માટે જાણીતી તમામ એઆઇ સર્વિસમાં હવે ખુદ એઆઇ ચેટબોટ પોતે ગૂંચવાઈ જાય એટલાં બધાં અલગ અલગ એઆઇ મોડેલ આવી ગયાં છે. એઆઇ મોડેલ એઆઇ સર્વિસના મગજ જેવું કામ આપે છે. આપણને પોતાના ફ્રી કે પેઇડ પ્લાન અનુસાર આવા વધતા ઓછા પાવરફુલ એઆઇ મોડેલનો લાભ મળે.
પરંતુ આ દરેક એઆઇ સર્વિસમાં આખરે એક ડિફોલ્ટ મોડેલ હોય છે જેના આધારે ઉપલાં બધાં એઆઇ મોડેલ કામ કરે. આવા બેઝ મોડેલ પણ કંપની વારંવાર અપડેટ કરતી હોય છે. ઓપન એઆઇ કંપનીએ છેલ્લે મે ૨૦૨૬માં તેનું બેઝ મોડેલ અપડેટ કર્યું હતું. હવે તેને ‘જીપીટી-૫.૬ સોલ’ નામના મોડેલથી અપડેટ કરવામાં આવ્યું છે. જોકે તેનો લાભ ફક્ત ચેટજીપીટી પ્લસ અને પ્રો પ્લાનના યૂઝર્સને મળશે,
ચેટજીપીટીના ફ્રી તથા ગો પ્લાનના યૂઝર્સ પણ બહુ પાછળ રહેશે નહીં. તેમને ‘જીપીટી-૫.૬ લૂના’ નામના નવા મોડેલનો લાભ મળશે. આ નવા મોડેલમાં આપણે અનલિમિટેડ ટેકસ્ટ એન્ટર કરી શકીશું.
એ જ રીતે ગૂગલે હમણાં જ ‘જેમિનાઇ ૩.૭ ફ્લેશ’ નામનું વધુ આધુનિક મોડેલ લોન્ચ કર્યું, જોકે આપણને તેનો સીધો લાભ મળશે નહીં.









