Science & Technology

મેટાના સ્માર્ટ ગ્લાસિસમાં હવે સ્ટેપ-બાય-સ્ટેપ નેવિગશન

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
મેટા કંપનીએ રે-બાન સ્માર્ટ ગ્લાસિસને વધુ સ્માર્ટ બનાવ્યા છે. હવે તેમાં 'પેડેસ્ટ્રિયન નેવિગેશન' સુવિધા ઉમેરાઈ છે. 'હેય મેટા, નેવિગેટ ટુ… ગરબા વેન્યૂ' કહેતા જ ચાલતા જવા માટેનો રસ્તો ગ્લાસમાં દેખાશે. દૂરના સ્થળો માટે ફોનમાંથી મેપ્સ શેર કરી શકાશે. ઓડિયો અપડેટ્સ પણ આવ્યા છે, જેમાં મોનોટોન ઓડિયો અને સાઉન્ડ બેલેન્સિંગની સુવિધા ઉપલબ્ધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેટાના સ્માર્ટ ગ્લાસિસમાં હવે સ્ટેપ-બાય-સ્ટેપ નેવિગશન

મેટા કંપનીએ તેના રે-બાન સ્માર્ટ ગ્લાસિસને હમણાં વધુ સ્માર્ટ બનાવ્યા. એ મુજબ આ સ્માર્ટ ગ્લાસમાંમાં ‘પેડેસ્ટ્રિયન નેવિગેશન’ સુવિધા ઉમેરાઈ છે. પરિણામે તમે કોઈ જગ્યાએ ચાલતા જઈ રહ્યા હો અને નજીકની કોઈ જગ્યાએ પહોંચવા માટે માર્ગદર્શનની જરૂર હોય તો તમારે મેટાના સ્માર્ટ ગ્લાસને માત્ર આટલું જ કહેવાનું છે, ‘હેય મેટા, નેવિગેટ ટુ… ગરબા વેન્યૂ’. જો તમે દૂરની જગ્યા માટે નેવિગેશન જાણવાની કોશિશ કરી હશે તો તમારા ફોનમાં ડ્રાઇવિંગ ડિરેકશન આવી જશે. એ પછી ફોનમાંની મેપ્સ એપ ઓપન કરી ત્યાંથી તેને સ્માર્ટ ગ્લાસમાં શેર કરવાની રહેશે. આપણા સ્માર્ટફોન સાથે કનેક્ટેડ સ્માર્ટ ગ્લાસિસ પર આપણે જે જગ્યાએ જવું હોય તેનો રસ્તો દેખાવાનું શરૂ થશે.
આ સાથે મેટાના સ્માર્ટ ગ્લાસિસમાં ઓડિયો સંબંધિત પણ અપડેટ્સ આવ્યા છે. એ મુજબ તમે ઇચ્છો ત્યારે સ્માર્ટ ગ્લાસિસમાં મોનોટોન ઓડિયોનો એક સાઉન્ડ ડાબી અને જમણી બંને તરફ સંભળાય એવું સેટિંગ કરી શકાશે. એ ઉપરાંત આપણે ઇચ્છીએ તો સાઉન્ડને ડાબી અને જમણી બંને તરફ યોગ્ય રીતે બેલેન્સ પણ કરી શકીશું.