Get The App

ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ચૂકવવા પડશે પૈસા, જાણો શું છે પ્રીમિયમ ફીચર્સ…

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ચૂકવવા પડશે પૈસા, જાણો શું છે પ્રીમિયમ ફીચર્સ… 1 - image


Meta Paid Subscription: મેટા દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે તેઓ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન મોડલને ટેસ્ટ કરવા માટે જઈ રહ્યાં છે. આ ટેસ્ટ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ પર કરવામાં આવશે. મેટા હવે તેની પેઇડ ડિજિટલ સર્વિસને વધારવા માગે છે. ઇલોન મસ્કના Xના સબસ્ક્રિપ્શન પ્લાન બાદ હવે મેટા પણ એના રસ્તે ચાલી રહી છે. આ નવા સબસ્ક્રિપ્શન પ્લાનમાં યુઝર્સ હવે એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ અને ક્રિએટિવ ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવશે.

ક્રિએટિવિટી માટે સબસ્ક્રિપ્શન પ્લાન

યુઝર્સના એક્સપિરિયન્સને વધુ સારા બનાવવા અને તેઓ કેવી રીતે ક્રિએટિવિટીનો ઉપયોગ કરી શકે એને ધ્યાનમાં રાખીને મેટા દ્વારા સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કરવામાં આવશે. એમાં સૌથી મોટું ફીચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું હશે. મેટા દ્વારા 2025ના ડિસેમ્બરમાં સિંગાપોર બેઝ જનરલ AI કંપની માનુષને 16,600 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી. આ કંપનીનું AI એજન્ટને હવે મેટાની તમામ પ્રોડક્ટમાં સમાવેશ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

મેટાની એપ્સમાં માનુષનું ઓટોનોમસ AI એજન્ટ્સ

માનુષ દ્વારા ઓટોનોમસ AI એજન્ટ્સ બનાવવામાં એક્સપર્ટ છે. આ એજન્ટ્સ સ્વતંત્ર રીતે તમામ કોમ્પ્લેક્સ કામ કરવા માટે સક્ષમ છે. ટ્રિપ પ્લાનિંગથી લઈને પ્રેઝન્ટેશન બનાવવા જેવા દરેક કામ આ એજન્ટ કરી લે છે. આ કંપનીને કારણે મેટાનું AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બની રહ્યું છે. મેટા હવે તેમની એપ્સ દ્વારા આ AI એજન્ટ્સને હવે લોકો સામે લાવી રહી છે. માનુષના ઇન્ટિગ્રેશનની સાથે યુઝર્સને વાઇબ્સનું પણ ફુલ એક્સેસ મળશે. આ મેટાનું AI શોર્ટ વીડિયો જનરેશન ટૂલ છે જેને 2025માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

સબસ્ક્રાઇબર્સને મળશે એડવાન્સ વાઇબ્સ ટૂલ

વાઇબ્સ ટૂલના બેસિક ફ્રી વર્ઝન દરેક યુઝર્સને મળશે, પરંતુ એના એડવાન્સ ક્રિએટિવ અને એડિટિંગ ફીચર્સ સબસ્ક્રાઇબર્સ માટે જ છે. મેટા દ્વારા હવે AIમાં ખૂબ જ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને હવે તેઓ એના દ્વારા પણ ઇન્કમ જનરેટ કરવા માગે છે. આ નવા સબસ્ક્રિપ્શન સ્ટ્રક્ચરને કારણે કંપનીને AI રિસર્ચ માટે પૈસા ભેગા કરવામાં મદદ મળશે. તેમ જ તેઓ OpenAI, ગૂગલ અને એન્થ્રોપિક જેવી કંપનીઓને પણ ટક્કર આપી શકશે.

આ પણ વાંચો: 13 વર્ષ જૂના iPhone માટે એપલની નવી અપડેટ : જાણો કેમ રિલીઝ કરવામાં આવ્યું નવું વર્ઝન…

મેટા વેરિફાઇડથી અલગ હશે આ નવા પ્લાન

મેટા દ્વારા 2023માં ક્રિએટર્સ અને બિઝનેસ માટે વેરિફાઇડ સબસ્ક્રિપ્શન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે આ નવા સબસ્ક્રિપ્શન પ્લાન એના કરતાં એકદમ અલગ હશે. વેરિફિકેશન પ્લાનમાં બેજ, 24/7 સપોર્ટ અને વધુ વિઝિબિલિટી મળે છે, પરંતુ આ નવા ફીચર્સમાં યુઝર્સને ક્રિએટિવિટી મળશે. એમાં AI ટૂલ અને પ્રોડક્ટિવિટી ફીચર્સ પર ધ્યાન આપવામાં આવશે.