Apple Launch New Update for 5s: એપલ દ્વારા હાલમાં એક એવું પગલું ભરવામાં આવ્યું છે જે આજ સુધી તેમણે ક્યારેય નહીં કર્યું હોય. એપલે આટલાં વર્ષોમાં પહેલી વાર ખૂબ જ જૂના થઈ ગયેલા આઇફોન માટે સોફ્ટવેર અપડેટ આપી છે. એપલ દ્વારા આઇફોન 5s માટે નવી સોફ્ટવેર અપડેટ આપવામાં આવી છે. આ એક આઉટડેટેડ મોબાઈલ છે. જોકે એમ છતાં ઘણાં યુઝર્સ હજી પણ આ મોબાઈલનો ઉપયોગ કરે છે. અને તેમના માટે જ એપલ દ્વારા આ અપડેટ આપવામાં આવી છે.
આ આઇફોન 2013માં લોન્ચ કરવામાં આવ્યો હતો. મોટાભાગે યુઝર્સ નવો મોબાઈલ 3-5 વર્ષ ઉપયોગ કરે છે. જોકે આ મોબાઈલને 13 વર્ષ થઈ ચૂક્યા છે. એમ છતાં એપલે નવી અપડેટ આપી હોવાથી યુઝર્સ વધુ 3-4 વર્ષ એનો ઉપયોગ કરી શકશે. આ અપડેટને એપલે 26.2.1 સાથે લોન્ચ કરી છે. નવા આઇફોન યુઝર્સમાં આ નવી અપડેટ આવી હશે અને તેમની સાથે આઇફોન 5s યુઝર્સ માટે પણ અપડેટ જાહેર કરવામાં આવી છે.
કયા આઇફોનને મળી રહી છે અપડેટ?
આઇફોન 5s માટે iOS 12.5.8 સ્પેશિયલ અપડેટ લોન્ચ કરવામાં આવી છે. આ અપડેટ એવા આઇફોન માટે છે જેઓ iOS 12 પર અટકી ગયા હતા. એટલે કે આ અપડેટનો ફાયદો 5sની સાથે આઇફોન 6ને પણ મળશે. જોકે આ મોબાઈલને હજી સુધી કેટલા યુઝર્સ ઉપયોગ કરે છે એનો ચોક્કસ આંકડો જાહેર કરવામાં નથી આવ્યો. આઇફોન 5sને કંપનીએ 2013માં લોન્ચ કર્યો હતો અને આઇફોન 6ને 2014માં લોન્ચ કર્યો હતો. મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં આ એક અલગ ઉદાહરણ છે અને એટલાં માટે પણ ખાસ છે કારણ કે મોટાભાગે 3-4 વર્ષ સુધી જ નવી અપડેટ મળે છે. સેમસંગ અને ગૂગલ દ્વારા હમણાં-હમણાં સાત વર્ષ સુધી અપડેટ આપવાનું ચાલુ કર્યું છે. જોકે એપલ દ્વારા 13 વર્ષ બાદ અપડેટ આપી એક નવું ઉદાહરણ સેટ કરવામાં આવ્યું છે.
કયા ફીચર્સ કામ કરશે?
સેમસંગ અને ગૂગલે સાત વર્ષની અપડેટની જાહેરાત તો કરી છે, પરંતુ તેઓ અપડેટ આપે કે નહીં એ એક સવાલ છે. એપલ દ્વારા 13 વર્ષ બાદ અપડેટ આપવામાં આવી હોવાથી એમાં ઘણાં ફીચર્સ હવે કામ કરશે. કેટલીક ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણાં ફીચર્સ કામ નહોતા કરી રહ્યાં. ઘણાં વર્ઝનમાં વોટ્સએપની લેટેસ્ટ અપડેટ પણ આવતી બંધ થઈ હતી. આથી વોટ્સએપના નવા ફીચર્સનો પણ તેઓ ઉપયોગ નહીં કરી શકે. આથી એપલ દ્વારા નવી અપડેટ આપવામાં આવી છે અને એથી જ નવા ફીચર્સ પણ એમાં સપોર્ટ કરશે. આ સાથે જ સિક્યોરિટી અપડેટ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: કોઈની પણ વોટ્સએપ ચેટ વાંચી શકે છે મેટા? અમેરિકામાં કેસ થયા બાદ આખરે કબૂલાત
એપલ દ્વારા આ 12.5.8 અપડેટને એક નવી સિસ્ટમ સર્ટિફિકેટ સાથે આપવામાં આવી છે. iMessage અને FaceTime જેવા અન્ય ફીચર્સનો ઉપયોગ કરવા માટે એ જરૂરી છે. એપલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અપડેટ વગર એમાંની એક પણ સર્વિસ કામ નહીં કરે. આ અપડેટ વગર એમાંની એક પણ સર્વિસ કામ નહીં કરે આથી એ માટે એપલ દ્વારા એ માટે અપડેટ આપવામાં આવી છે. આ અપડેટની મદદથી યુઝર્સ 2027 સુધી આ સર્વિસનો ઉપયોગ કરી શકશે.


