મેટા બધું જુએ છે- અંદરને બહાર બધે

- Ëhuf {kuxkt xuf Lkuxðfo ykÃkýwt nË çknkhLkwt xÙu®føk fhu Au yLku íkuLkku ÃkkuíkkLke heíku WÃkÞkuøk fhu Au
માની લો કે તમે કોઈ સાઇટ પરથી સરસ શર્ટ ખરીદ્યો. હવે એ વેબસાઇટ તમારી પાછળ પડી
જશે અને તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે અન્ય સાઇટ્સ
પર જાઓ તો ત્યાં પણ પેલી વેબસાઇટ તમને એક શર્ટ પછી બીજું શર્ટ ને પેન્ટ, શૂઝ, ગોગલ્સ વગેરે ખરીદવા માટે
જાહેરાતો બતાવ્યા કરશે.
આ બધાની આપણને હવે આદત પડી ગઈ છે. હવે એક નવી આદત પણ પાડવી પડશે. ફેસબુક અને
ઇન્સ્ટા આપણને જે રીલ્સ કે પોસ્ટ વગેરે રેગ્યુલર કન્ટેન્ટ બતાવે છે, જાહેરાતો નહીં, એમાં પણ હવે પેલી વેબસાઇટને
લગતું કન્ટેન્ટ ઘૂસાડશે!
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિક મેટા કંપની જુલાઈ ૨૦૨૬થી આ ફેરફાર લાવી રહી
છે. ગૂગલ, મેટા અને ટિકટોક ખરેખર તો બહુ
મોટાં એડ નેટવર્ક છે અને તે પોતાના એડવર્ટાઇઝર્સને તેના કસ્ટમર્સને રીટાર્ગેટ કરવાની સગવડ આપે છે.
મેટા આવી સગવડ મેટા પિક્સેલ નામના એક ટૂલની મદદથી આપે છે. એ કારણે, ફેસબુક-ઇન્સ્ટાગ્રામની અંદર અને હવે બહારની એક્ટિવિટી પણ ધ્યાને રાખીને જાહેરાતો બતાવવાનું ચાલુ રહેશે, સાથોસાથ રેગ્યુલર કન્ટેન્ટમાં પણ આપણી આવી ઓફ-સાઇટ એક્ટિવિટી ધ્યાને લેવાશે!
{uxkLkwt
ykuV-MkkRx xÙu®føk Lku íku{kt ykðu÷ku VuhVkh Mk{Syu
આપણે સૌ રોજે રોજ ઇન્ટરનેટ પર જુદા જુદા અનેક પ્રકારના બિઝનેસની વેબસાઇટ્સ, એપ્સ કે અન્ય પ્રકારની સર્વિસિસનો ઉપયોગ કરતા હોઇએ છીએ. એવી પૂરી શક્યતા કે આ
બધી વેબસાઇટ્સ કે એપ મેટા કંપનીના પિકસેલ તરીકે ઓળખાતા ટ્રેકિંગ ટૂલનો ઉપયોગ કરતી હોય.
આ ટૂલની ખાસિયત એ છે કે તેનો ઉપયોગ જે કોઈ વેબસાઇટ કે એપ વગેરેમાં કરવામાં
આવતો હોય તેના પર આપણે કંઈક સર્ચ કરીએ, કોઈ કન્ટેન્ટ જોઈએ કે ખરીદી
કરીએ તો આપણી એ બધી એક્ટિવિટીની જાણ મેટા કંપનીને કરવામાં આવે છે! બીજા શબ્દોમાં
મેટા કંપની તેના પોતાના ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મની બહાર - ફરી
વાંચો - બહાર! - અન્ય વેબસાઇટ્સ કે એપ્સમાં આપણે શું જોઇએ છીએ કે કરીએ છીએ તે પણ આ
પિકસેલ ટૂલથી જાણી શકે છે. ટેકનિકલ
ભાષામાં આને ઓફ-સાઇટ એક્ટિવિટી ટ્રેકિગ કહે છે.
ગૂગલ, મેટા અને ટિકટોક એ ત્રણેય ટેક
કંપની આ પ્રકારના ટ્રેકિંગનો મોટા પાયે ઉપયોગ કરે છે. મેટાની વાત કરીએ તો તે લાંબા
સમયથી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ બહારની વેબસાઇટ્સ પરની આપણી એક્ટિવિટી જાણીને તેના
આધારે નક્કી કરે છે કે આપણને કઈ બાબતોમાં રસ છે.
આ માહિતીના આધારે અત્યાર સુધી કંપની તેનાં આ બંને પ્લેટફોર્મ - ફેસબુક અને
ઇન્સ્ટાગ્રામ - પર આપણને પર્સનલાઇઝ્ડ
જાહેરાતો બતાવતી હતી.
હવે એક મોટો ફેરફાર
કંપનીએ જાહેર કર્યું છે કે જુલાઈ ૨૦૨૬થી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આપણને
કયું કન્ટેન્ટ બતાવવામાં આવે તે નક્કી કરવામાં પણ આપણી ઓફ-સાઇટ એક્ટિવિટી ભાગ ભજવશે.
આ વાત ઉદાહરણ સાથે સમજીએ તો, ધારો કે ચોમાસાના મજાના
દિવસોમાં તમે કોઈ હિલ સ્ટેશન પર નાની ટ્રીપનું પ્લાનિંગ કરી રહ્યા છો. એ માટે તમે
જુદાં જુદાં હિલસ્ટેશન વિશે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું કે હોટેલ બુકિંગની સાઇટ્સ પર જઇને
થોડી તપાસ કરી.
અત્યાર સુધી એવું થતું હતું કે આપણે મેટા પિકસેલની મદદથી આપણી એક્ટિવિટીનું
ટ્રેકિંગ થતું હોય તેવી વેબસાઇટની મુલાકાત લીધી હોય તો એ વેબસાઇટ આપણે કઈ કઈ હોટેલ
વિશે સર્ચ કર્યું તે વિશે મેટા કંપનીને જાણ કરે છે. એ પછી એ વેબસાઇટ મેટાના વિવિધ
પ્લેટફોર્મ પર પેઇડ એડવર્ટાઇઝિંગ કેમ્પેઇન ચલાવતી હોય તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ
પર આપણને પેલી વેબસાઇટ પર જોયેલી હોટેલ્સની જ જાહેરાતો વારંવાર બતાવવામાં આવે.
મતલબ કે આપણે હોટેલ બુકિંગ વેબસાઇટની મુલાકાત લઇને ત્યાંથી બહાર નીકળી ગયા હોઇએ એ
પછી પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આપણો પીછો છોડવામાં ન આવે અને વારંવાર પેલી
આપણે જોયેલી હોટેલની યાદ અપાવવામાં આવે.
અહીં સુધી વાત આવી રીતે રીટાર્ગેટેડ એડવર્ટાઇઝિંગ સુધી સીમિત હતી. હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બતાવવામાં આવતા રેગ્યુલર
કન્ટેન્ટમાં પણ આપણી ઓફ-સાઇટ એક્ટિવિટી ધ્યાને લેવામાં આવશે!
આનો અર્થ એ થયો કે હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આપણને પેલી હોટેલની જાહેરાતો તો બતાવવામાં આવશે જ, એ ઉપરાંત હોટેલ બુકિંગ સાઇટ્સ તરફથી કોઈ રેગ્યુલર રીલ કે પોસ્ટ વગેરે અપલોડ કરવામાં આવ્યું હોય તો એ પણ વધુ પ્રમાણમાં બતાવવામાં આવશે. મેટા એઆઇને આપણે કોઈ સવાલ પૂછીએ ત્યારે તેનો જવાબ આપવામાં પણ, આવી ફેસબુક-ઇન્સ્ટાગ્રામ બહારની એક્ટિવિટી ધ્યાને લેવામાં આવશે!
{uxk nðu
íkuLkk Ã÷uxVkuBMko çknkhLke ykÃkýe çkÄe yuÂõxrðxe íkÃkkMkeLku ÃkAe...
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો આપણો મુખ્ય હેતુ આપણા
નજીકના ખરેખરા મિત્રો કે સ્વજનોના જીવંત સંપર્કમાં રહેવાનો હોય છે. પરંતુ ધીમે
ધીમે કંપનીએ આ બંને પ્લેટફોર્મ પર આપણે શું જોવું છે એ આપણી મરજી મુજબ ચાલવા
દેવાને બદલે પોતાની મરજી થોપવાનું શરૂ કર્યું.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને પ્લેટફોર્મ પર કંપનીની સિસ્ટમ પોતાની રીતે ધારી
લે છે કે આપણને શું જોવામાં રસ હશે અને એ જ પ્રકારનું કન્ટેન્ટ વધુને વધુ
પ્રમાણમાં બતાવવામાં આવે છે. અત્યાર સુધી આપણને કયું કન્ટેન્ટ બતાવવું (જાહેરાતો
નહીં) તે નક્કી કરવામાં મૂળ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરની આપણી એક્ટિવિટી ધ્યાને
લેવામાં આવતી હતી.
હવે આ માટેની ચાયણી ઘણી ફેલાવી દેવામાં આવી છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની
બહાર આપણે જે કંઈ કરીએ કે જોઇએ એ બધું પણ ધ્યાને લેવામાં આવશે. પરિણામે ફેસબુક અને
ઇન્સ્ટાગ્રામ પર લગભગ એક જ પ્રકારનું કન્ટેન્ટ આપણને વધુ ને વધુ જોવા મળશે.
તમે કંઈક શોપિંગ કરવા માટે ઓનલાઇન શોપિંગ સાઇટ્સમાં આંટા માર્યા હોય, પછી એનાથી કંટાળો એટલે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ તરફ વળો. હવે, અહીં આપણે બીજું કંઈક જોવું હોય તો પણ ધરાર પેલી શોપિંગ સાઇટ્સ પર જે ચીજસ્તુઓ
ફંફોસી હોય તેની જ જાહેરાતો અને તેની જ પોસ્ટ, રીલ્સ વગેરે બતાવવામાં આવશે!
આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની બહાર જુદી જુદી વેબસાઇટ કે એપ્સમાં કોઈ ગેમ
રમીએ કે કોઈ પણ ચીજવસ્તુની ખરીદી કરીએ તો એ વિગતો પણ મેટાના ચોપડે ઉમેરાતી જાય છે.
તેના આધારે આ બંને સોશિયલ પ્લેટફોર્મ પર એ
ગેમ્સ કે ચીજવસ્તુ વિશેનું કન્ટેન્ટ વધુ બતાવવામાં આવશે.
આ બધું અટકાવી ન શકાય?
સાદો જવાબ એટલો કે આપણે ખાસ કંટ્રોલ મળતો નથી. આ પ્રકારનું ટ્રેકિંગ બંધ કરી
શકાતું નથી, ફક્ત તેનો ઉપયોગ કરવાની ના
કહી શકાય છે. નીચે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેમાં એ માટે લેવાનાં પગલાંની વાત
કરી છે.
એ ધ્યાને લેશો કે ઓફ-સાઇટ એક્ટિવિટીનો ઉપયોગ કરવાની ના કહેવાથી, આપણને પર્સનલાઇઝ્ડ જાહેરાતો
બતાવવાનું બંધ થશે નહીં. મેટા એ માટે એફબી-ઇન્સ્ટા અંદરની આપણી એક્ટિવિટીનો ઉપયોગ
કરશે, ફક્ત બહારની એક્ટિવિટીનો
ઉપયોગ નહીં કરે.
ઉપરાંત, જે કોઈ વેબસાઇટ પર મેટા
પિકસેલ ટૂલનો ઉપયોગ થતો હોય તે વેબસાઇટ પરની બધી એક્ટિવિટીની માહિતી મેટાને
પહોંચવાનું બંધ થશે નહીં. ફક્ત મેટા તેનો સીધો ઉપયોગ કરવાનું બંધ કરશે.
જોકે તમે પોતે ઇચ્છો કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સિવાયની વેબસાઇટ્સ પરની એક્ટિવિટીને આધારે તમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પર્સનલાઇઝ્ડ જાહેરાતો ઉપરાંત પર્સનલાઇઝ્ડ કન્ટેન્ટ પણ બતાવવામાં આવે તો એવું સેટિંગ ઇચ્છો ત્યારે શરૂ કરી શકો છો.
ykðwt
xÙu®føk fuðe heíku çktÄ fhe þfkÞ?
ધ્યાન આપજો - આપણે અન્ય સાઇટ્સ કે એપમાં આપણું ટ્રેકિંગ સાવ બંધ કરી શકતા નથી, ફક્ત તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોવા મળતું કન્ટેન્ટ તમારી ફેસબુક કે
ઇન્સ્ટાગ્રામ બહારની એક્ટિવિટીને આધારે નક્કી કરવામાં ન આવે તેવું ઇચ્છતા હો તો
એવું તમે જણી શકો છો. જો તમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ મેટા એકાઉન્ટ્સ સેન્ટરની મદદથી કનેક્ટેડ હોય તો તમે
ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં આવી ના કહો તો બીજી સર્વિસમાં પણ તે મરજી નોંધાઈ જાય
છે. જો તમારાં બંને એકાઉન્ટ કનેક્ટેડ ન હોય તો બંને એપમાં વારાફરતી ઓફ-સાઇટ
એક્ટિવિટી ટ્રેકિંગ પરથી કન્ટેન્ટ બતાવવાની ના કહેવી પડશે.
આપણે બંને માટેની વિધિ જાણી લઇએ.
ફેસબુક પરની શી વિધિ છે?
તમારા ફોનમાં ફેસબુક એપ ઓપન કરો. સ્ક્રીન પર જમણી તરફ તમારા પ્રોફાઇલ પિક્ચર
પર ક્લિક કરો. મેઇન મેનૂ પર ક્લિક કરો. જે સાઇડબાર ઓપન થાય તેમાં સેટિંગ્સ એન્ડ
પ્રાઇવસીમાં જાઓ અને અહીં સેટિંગ્સ પર ક્લિક કરો.
હવે એકાઉન્ટ સેન્ટર ઓપ્શનમાં જાઓ અહીં યોર ઇન્ફર્મેશન એન્ડ પરમિશન પર ક્લિક કરો. તેમાં એક્ટિવિટી ફ્રોમ અધર બિઝનેસિસનો વિકલ્પ જોવા મળશે.
તેમાં ડોન્ટ એલાઉ અસ ટુ યૂઝ ધિસ
એક્ટિવિટી ટુ શો યુ રીલેવન્ટ કન્ટેન્ટ ઓપ્શન વિકલ્પ પસંદ કરો અને
નીચે આપેલું કન્ફર્મ બટન ક્લિક કરી દો.
ઇન્સ્ટાગ્રામમાં શી વિધિ છે?
ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો. તેમાં તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરો. સેટિંગ્સમાં જવા માટે ત્રણ આડી લીટીના મેનૂ આઇકન પર ક્લિક કરો. તેમાં એકાઉન્ટ્સ સેન્ટર પર ક્લિક કરો. હવે યોર ઇન્ફર્મેશન એન્ડ પરમિશન્સ ઓપ્શનમાં જાઓ. અહીં એક્ટિવિટી ફ્રોમ અધર બિઝનેસિસ વિકલ્પ પર ક્લિક કરો. અહીં પણ ફેસબુકની જેમ ડોન્ટ એલાઉ અસ ટુ યૂઝ ધિસ એક્ટિવિટી ટુ શો યુ રીલેવન્ટ કન્ટેન્ટ ક્લિક કરો. અને નીચે આપેલું કન્ફર્મ બટન ક્લિક કરો. હવે કન્ટેન્ટ રાબેતા મુજબ બતાવવાનું ચાલુ રહેશે.
æÞkLk
ykÃkþku fu...
યાદ રાખો કે અત્યારે તમને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં આ વિકલ્પો કદાચ ન પણ જોવા
મળે. કારણ કે મેટા કંપનીએ કરેલી જાહેરાત અનુસાર આપણી ઓફ-સાઇટ એક્ટિવિટી ટ્રેક
કરીને તેની મદદથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતો ઉપરાંત રેગ્યુલર કન્ટેન્ટ
બતાવવાનું જુલાઇ ૨૦૨૬થી શરૂ થશે. આથી એ
પહેલાં તેને લગતા વિકલ્પો ન પણ જોવા મળે.









