Science & Technology

ડેટા લીક કેસમાં માર્ક ઝકરબર્ગને ફટકો : કોર્ટે Metaને ફટકાર્યો 2.36 લાખ કરોડ રૂપિયાનો દંડ

By GS Team
22 Oct 20261 min read
TukuTouch Logo
ન્યૂ મેક્સિકો કોર્ટે Meta પર યુઝર્સના ડેટા પ્રાઈવસી ભંગ બદલ $25 બિલિયનનો જંગી દંડ ફટકાર્યો છે. 2021માં થયેલા કેસમાં ફેસબુક-ઈન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની Meta પર યુઝર્સની અંગત માહિતી થર્ડ-પાર્ટી એપ્સને આપવાનો આરોપ હતો. આ દંડ અમેરિકી ઇતિહાસમાં સૌથી મોટો છે. Metaએ આ ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારવાની જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડેટા લીક કેસમાં માર્ક ઝકરબર્ગને ફટકો : કોર્ટે Metaને ફટકાર્યો 2.36 લાખ કરોડ રૂપિયાનો દંડ

Meta Data Privacy Breach Case : યુઝર્સના અંગત ડેટાની પ્રાઈવસી અને સુરક્ષા ભંગ મામલે અમેરિકાની ન્યૂ મેક્સિકો કોર્ટે ફેસબુક-ઈન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની Meta પર 25 અબજ ડોલર એટલે કે આશરે 2.36 લાખ કરોડ રૂપિયાનો તોતિંગ દંડ ફટકાર્યો છે. અમેરિકન ઈતિહાસમાં કોઈ એક કંપની સામે આવેલો આ સૌથી મોટો દંડ માનવામાં આવી રહ્યો છે.

શા માટે થઈ કાર્યવાહી?

ન્યૂ મેક્સિકો સરકારે વર્ષ 2021 માં કેસ કર્યો હતો કે કંપનીએ ડેટા સુરક્ષા બાબતે યુઝર્સને અંધારામાં રાખ્યા હતા. Meta યુઝર્સના ડેટા સુરક્ષિત હોવાના દાવા કરતી રહી, જ્યારે વાસ્તવમાં થર્ડ-પાર્ટી એપ્સને મોટા પાયે યુઝર્સની અંગત માહિતી સુધી પહોંચ આપી દેવામાં આવી હતી.

કેમ્બ્રિજ એનાલિટિકા સાથે કનેક્શન

આ વિવાદ વર્ષ 2016ની અમેરિકી ચૂંટણી અને 2018 ના કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ સાથે જોડાયેલો છે. તે સમયે લગભગ 8.7 કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા ચોરીને ચૂંટણી જાહેરાતો માટે વાપરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો.

4.39 કરોડ ઉલ્લંઘન સાબિત

કોર્ટ તપાસમાં Metaના 29 માંથી 26 દાવા ભ્રામક સાબિત થયા હતા. દરેક ઉલ્લંઘન દીઠ 5,000 ડોલર સુધીના કાયદા હેઠળ કંપનીને આશરે 4.39 કરોડ નિયમભંગ માટે દોષિત ગણવામાં આવી અને 21 ઓક્ટોબર-2026ના રોજ આ દંડ નક્કી થયો. Meta એ જણાવ્યું છે કે તેમણે જાણીજોઈને કોઈને ગેરમાર્ગે દોર્યા નથી અને આ દંડ ગેરવાજબી છે, જેથી તેઓ ઉપલી અદાલતમાં ચુકાદાને પડકારશે.