Apple Design Leak: Appleના આવનારા iPhone 18 Pro, iPhone 18 Pro Max અને નવા iPhone Ultra અથવા Foldની ડિઝાઇન લીક થઈ છે. આ ડિઝાઇન ઘણી વાર લીક થઈ છે, જેમાં દર વખતે નવી-નવી વાત બહાર આવે છે. હાલમાં આ લીક પરથી એ વાત બહાર આવી રહી છે કે આ સિરીઝના કેમેરામાં બમ્પ પહેલાં કરતાં મોટો હશે. આ માહિતી YouTube ચેનલ Max Techના Vadim Yuryev દ્વારા શેર કરાયેલા ડમી યુનિટ ઇમેજીસ પરથી મળી છે. તેણે X પર આ ડમી યુનિટ્સની તસવીરો શેર કરી, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે Pro મોડલ્સનો ડિઝાઇન ગયા વર્ષના મોડલ્સ જેવો જ હોઈ શકે છે, પરંતુ એક મહત્ત્વપૂર્ણ ફેરફાર સાથે. આ ફેરફાર કેમેરા બમ્પ છે.
આવનારા મોડલ્સમાં વધુ મોટું કેમેરા બમ્પ
નવી લીક સૂચવે છે કે iPhone 18 Pro સિરીઝમાં પહેલાના મોડલ્સ કરતાં વધુ મોટા કેમેરા હશે. આ લીક અનુસાર કેમેરા પરનું બ્લેક ગ્લાસ પણ થોડું વધુ બહાર નીકળેલું હોય એવું લાગે છે. ડમી યુનિટ્સ સામાન્ય રીતે આઇફોન માટેના કેસ બનાવતી કંપનીઓ દ્વારા Appleની ભાગીદાર ફેક્ટરીઓમાંથી લીક થયેલી CAD (Computer-Aided Design) માહિતી પરથી બનાવવામાં આવે છે, જેથી નવા ડિવાઇસ માટે કેસ ડિઝાઇન અને મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી શકાય.
I took this photo. More info coming tomorrow at 8AM PT on Max Tech YouTube but here’s some specific details:
— Vadim Yuryev (@VadimYuryev) April 23, 2026
Total thickness including camera plateau:
17 Pro Max: 11.23mm
18 Pro Max: 11.54mm
Total thickness including camera bumps:
17 Pro Max: 12.92mm
18 Pro Max: 13.77mm https://t.co/8T3sHcsqOL
ડિવાઇસ વધુ વજનદાર અને જાડા હોવાની શક્યતા
લીક અનુસાર iPhone 17 Pro Maxની કુલ જાડાઈ, કેમેરા બમ્પ સહિત, 11.23mm હતી અને iPhone 18 Pro Maxમાં તે 11.54mm સુધી જઈ શકે છે. iPhone 17 Pro Maxનો કેમેરા બમ્પ સાથેનો માપ 12.92mm હતો, જે તેના નવા મોડલમાં 13.77mm સુધી વધે તેવી શક્યતા છે. નવી સિરીઝમાં વધુ મોટી બેટરી (18 Pro Max માટે અંદાજે 5,100–5,200mAh) હોવાને કારણે તે ગયા વર્ષના મોડલ કરતાં વધુ ભારે પણ હોઈ શકે છે.
મેઇન લેન્સ માટે વેરિએબલ અપર્ચર સિસ્ટમ
iPhone 18 Pro સિરીઝમાં મેઇન લેન્સ માટે વેરિએબલ અપર્ચર સિસ્ટમ આવવાની પણ ચર્ચા છે. આ ફીચર વપરાશકર્તાઓને કેમેરા સેન્સરમાં પ્રવેશતા પ્રકાશને નિયંત્રિત કરવાની અને ડેપ્થ ઓફ ફિલ્ડ એડજસ્ટ કરવાની સુવિધા આપશે, જેથી નેચરલ બેકગ્રાઉન્ડ બ્લર મેળવી શકાય. આવી સુવિધાઓ સામાન્ય રીતે DSLR કેમેરામાં જોવા મળે છે અને તે ઓછા પ્રકાશમાં નોઇઝ ઘટાડીને અને વધુ ડીટેલ સાથે ફોટા લેવા મદદરૂપ બની શકે છે. આથી નવી સિરીઝના કેમેરામાં વધુ સારી અપડેટ જોવા મળી શકે છે.


