સુવિધામાં સુરક્ષા ખરી? WhatsAppના નવા ફીચરથી સાયબર ફ્રોડનો ખતરો વધી શકે, ટેલિગ્રામ આવી ચૂક્યું છે વિવાદોમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Telegram Like Feature in WhatsApp: Whatsટેલિગ્રામ એપ્લિકેશન છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદો અને ચર્ચામાં રહી છે. હવે તેનું સૌથી લોકપ્રિય અને ચર્ચાસ્પદ 'યુઝરનેમ' ફીચર વૉટ્સએપમાં પણ આવી રહ્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ પોતાનો પર્સનલ મોબાઇલ નંબર જાહેર કર્યા વગર જ એકબીજા સાથે સુરક્ષિત વાતચીત કરી શકશે. જોકે, આ ટેકનોલોજી જેટલી સુવિધાજનક છે, એટલી જ તે સાયબર સુરક્ષા નિષ્ણાતો માટે ચિંતાનો વિષય પણ બની છે.
ખાસ વાત એ છે કે, વૉટ્સએપના ઇતિહાસમાં પ્રથમ વખત તેની કમાન ભારતીય મૂળના નવનિયુક્ત સીઇઓ કુણાલ શાહના હાથમાં સોંપવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે પોસ્ટ કરતાં લખ્યું,
"સમય જ બધું છે. મેં વૉટ્સએપ એવા સમયે જોઈન કર્યું છે કે જ્યારે હું દુનિયા પહેલાં મારું યુઝરનેમ રિઝર્વ કરી શકું છું. તમે પણ તમારું યુઝરનેમ રિઝર્વ કરી શકો છો."
નંબર છુપાવીને ચેટિંગ: પ્રાઇવસી કે નવું જોખમ?
અત્યાર સુધી વૉટ્સએપની સૌથી મોટી ઓળખ એ હતી કે દરેક એકાઉન્ટ અનિવાર્યપણે એક મોબાઇલ નંબર સાથે જોડાયેલું રહેતું હતું. જો કોઈ અજાણ્યો વ્યક્તિ મેસેજ કરે, તો તેનો નંબર જોઈને તેને બ્લોક કરી શકાતો અને જરૂર પડ્યે તપાસ એજન્સીઓ ટેલિકોમ રેકોર્ડના આધારે ગુનેગાર સુધી પહોંચી શકતી હતી.
નવા ફીચરના આવ્યા બાદ:
- મોબાઇલ નંબર હાઇડ થશે: યુઝર્સ કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે પોતાનો નંબર શેર કર્યા વિના માત્ર યુઝરનેમ આપીને ચેટ શરૂ કરી શકશે.
- સાયબર ઠગો માટે આસાન રસ્તો?: ટેલિગ્રામ પર સ્કેમર્સ આ ફીચરનો સૌથી વધુ દુરુપયોગ કરે છે, કારણ કે માત્ર યુઝરનેમના આધારે ગુનેગારની અસલી ઓળખ શોધવી મુશ્કેલ બને છે. વૉટ્સએપ પર પણ નકલી બેંક અધિકારી, લોટરી કે પાર્સલ સ્કેમના નામે ઠગાઈ કરનારાઓ આનો લાભ ઉઠાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં NEET પેપર લીક અને પાયરેસી જેવા કેસોમાં આ જ પ્રાઇવસી ફીચરનો દુરુપયોગ થવાને કારણે ભારત સરકારે થોડા દિવસો માટે ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.
વૉટ્સએપે સુરક્ષા માટે શું કદમ ઉઠાવ્યા?
ટેલિગ્રામ જેવી પરિસ્થિતિ વૉટ્સએપ પર ઊભી ન થાય તે માટે મેટા કંપનીએ કેટલીક વધારાની સુરક્ષા વ્યવસ્થાઓ કરી છે:
- કોઈ પબ્લિક ડિરેક્ટરી નહીં: ટેલિગ્રામની જેમ વૉટ્સએપમાં કોઈ પણ વ્યક્તિ સર્ચ બારમાં ગમે તે નામ સર્ચ કરીને યુઝર્સની યાદી જોઈ શકશે નહીં. કોઈનો સંપર્ક કરવા માટે તેનું ચોક્કસ અને સચોટ યુઝરનેમ જાણવું જરૂરી રહેશે.
- ઓપ્શનલ યુઝરનેમ કી: કંપની એક વધારાનું સિક્યોરિટી લેયર આપી રહી છે. આ ફીચર ઓન રાખવાથી માત્ર યુઝરનેમ જાણવું પૂરતું નહીં રહે, ચેટ શરૂ કરવા માટે ખાસ 'કી' ની જરૂર પડશે.
- સરકારી એજન્સીઓ સાથે મેટાડેટા: વૉટ્સએપ કાયદાકીય તપાસ દરમિયાન સરકાર સાથે જરૂરી મેટાડેટા શેર કરી શકે છે, જેથી સ્કેમર્સ માટે સંપૂર્ણપણે અદ્રશ્ય રહેવું અશક્ય બનશે.
કોને થશે સૌથી વધુ ફાયદો?
બીજી તરફ, આ ફીચર સામાન્ય યુઝર્સ અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. પત્રકારો, ડૉક્ટરો, શિક્ષકો, કન્ટેન્ટ ક્રિએટર્સ અને નાના વેપારીઓ હવે પોતાનો પર્સનલ નંબર સાર્વજનિક કર્યા વિના પ્રોફેશનલ કામકાજ માટે લોકો સાથે જોડાઈ શકશે. જો વૉટ્સએપ પોતાની એન્ટી-સ્પામ અને રિપોર્ટિંગ સિસ્ટમ મજબૂત રાખશે, તો આ ફીચર પ્રાઇવસીનો નવો યુગ લાવશે, અન્યથા સાયબર ક્રિમિનલ્સ માટે આ નવો હથિયાર બની શકે છે.









