Science & Technology

Instagram પર નવો વિવાદ: યુઝર્સના પોસ્ટથી પ્રોડક્ટ્સને કરવામાં આવે છે પ્રમોટ?

By GS Team
3 Mar 20262 mins read
TukuTouch Logo
Instagramનું નવું ફીચર ઇન્ફ્લુએન્સર્સની પોસ્ટ્સનો ઉપયોગ કરીને સમાન દેખાતા પ્રોડક્ટ્સને પ્રમોટ કરી રહ્યું હોવાનો તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે. યુઝર્સ પણ તેનો ભોગ બની રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મુદ્દો સૌપ્રથમ Puck દ્વારા સામે આવ્યો છે. એક મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સર જુલિયા બેરોલઝાઇમર અજાણતા જ Instagram પર પ્રોડક્ટ્સ પ્રોમોટ કરી રહી હતી. તેની કેટલીક પોસ્ટ્સ પર “Shop the look” બટન દેખાવા લાગ્યું હતું, જે ફોલોઅર્સને તેણે પહેરેલા કપડાં ઓર્ડર કરવા માટેની સુવિધા પૂરી પાડતું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

Instagram પર નવો વિવાદ: યુઝર્સના પોસ્ટથી પ્રોડક્ટ્સને કરવામાં આવે છે પ્રમોટ?

Instagram Controversy: Instagramનું નવું ફીચર ઇન્ફ્લુએન્સર્સની પોસ્ટ્સનો ઉપયોગ કરીને સમાન દેખાતા પ્રોડક્ટ્સને પ્રમોટ કરી રહ્યું હોવાનો તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે. યુઝર્સ પણ તેનો ભોગ બની રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મુદ્દો સૌપ્રથમ Puck દ્વારા સામે આવ્યો છે. એક મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સર જુલિયા બેરોલઝાઇમર અજાણતા જ Instagram પર પ્રોડક્ટ્સ પ્રોમોટ કરી રહી હતી. તેની કેટલીક પોસ્ટ્સ પર “Shop the look” બટન દેખાવા લાગ્યું હતું, જે ફોલોઅર્સને તેણે પહેરેલા કપડાં ઓર્ડર કરવા માટેની સુવિધા પૂરી પાડતું હતું.

સસ્તી પ્રોડક્ટ્સ અને રેન્ડમ સજેશન

જુલિયા બેરોલઝાઇમરની પોસ્ટ્સ પર “Shop the look” બટન Instagram દ્વારા તેની મંજૂરી વગર ઉમેરવામાં આવ્યું હતું. આ લિંક્સ ફોલોઅર્સને તે પ્રોમોટ કરતી ઓરિજિનલ વસ્તુઓ તરફ નહીં, પરંતુ એની જેવી દેખાતી ડુપ્લિકેટ વસ્તુઓ તરફ લઈ જતી હતી. જુલિયાએ Substack પરના એક પોસ્ટમાં આ ફીચર વિશે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. તેણે લખ્યું કે, “મારા ફોલોઅર્સને સસ્તી ડુપ્લિકેટ વસ્તુઓ અને એવા બ્રાન્ડ્સની રેન્ડમ પ્રોડક્ટ્સ બતાવવામાં આવી રહી હતી, જેના વિશે મેં ક્યારેય સાંભળ્યું પણ નથી.”

વિવાદ અંગે Metaનો જવાબ

આ વિવાદ અંગે Metaના પ્રવક્તા Matthew T Torresએ કહ્યું કે “આ એક લિમિટેડ ટેસ્ટ છે, જેનો હેતુ લોકોને પોસ્ટ્સ અથવા રીલ્સ જોતી વખતે તેમની રસ મુજબના પ્રોડક્ટ્સ શોધવામાં મદદ કરવો છે.” તેમણે ઉમેર્યું કે Meta આ વસ્તુઓ પર કોઈ કમિશન લેતું નથી અને પ્રતિસાદના આધારે અનુભવને વધુ સુધારતું રહેશે. મેટા દ્વારા કરવામાં આવેલી આ સ્પષ્ટતા હજી પણ જુલિયાની એ વાતનો જવાબ નથી આપી રહી કે તેની મંજૂરી વગર પ્રોડક્ટ્સ સાથે તેનું નામ જોડાઈ રહ્યું છે.

આ પણ વાંચો: અમેરિકન સરકાર સાથે ChatGPTની ‘ડીલ’થી લોકોમાં આક્રોશ! ઓલ્ટમેને કહ્યું- ખોટું કામ નહીં કરું

ઇન્ફ્લુએન્સર્સના બિઝનેસ પર થશે અસર

આ ફીચર ઇન્ફ્લુએન્સર્સના બિઝનેસને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તેમની મંજૂરી વગર તેમનું નામ, ચહેરો અને કન્ટેન્ટ એવા પ્રોડક્ટ્સ સાથે જોડાઈ શકે છે જેની તેમણે તપાસ પણ નથી કરી. આથી તેમની આવક પર પણ અસર પડી શકે છે, કારણ કે પ્રોફિટનો હિસ્સો ઇન્ફ્લુએન્સર બદલે પ્લેટફોર્મ લઈ શકે છે. TikTok જેવી અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ આવા સમાન ફીચર્સ દ્વારા સામાન્ય યુઝર્સને જાણ્યા વગર જાહેરાતોમાં ઉપયોગ થવાનો જોખમ રહે છે.