Science & Technology

Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ, જાણો કેમ…

By GS Team
1 May 20262 mins read
TukuTouch Logo
Instagramએ કન્ટેન્ટ એગ્રીગેટર્સ એટલે કે એવા એકાઉન્ટ્સ જે વારંવાર પોતે બનાવેલા વગરનું કન્ટેન્ટ રીપોસ્ટ કરે છે અથવા મુખ્યત્વે અન્ય લોકોનું કામ ફોટો અને કેરોસેલ રૂપે શેર કરે છે એ યુઝર્સ માટે મોટો પોલિસી બદલાવ જાહેર કર્યો છે. Metaની માલિકી હેઠળના આ પ્લેટફોર્મે જણાવ્યું છે કે આવા એકાઉન્ટ્સ હવે એપમાં રેકમેન્ડેશન માટે પાત્ર રહેશે નહીં. આ પગલું પ્લેટફોર્મ પર મૂળ કન્ટેન્ટ બનાવનારાઓને યોગ્ય ક્રેડિટ અને વિતરણ આપવા માટે લેવામાં આવ્યું છે. આથી હવે આ યુઝર્સના વ્યૂઝમાં ઘટાડો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ, જાણો કેમ…

Instagram Repost Views: Instagramએ કન્ટેન્ટ એગ્રીગેટર્સ એટલે કે એવા એકાઉન્ટ્સ જે વારંવાર પોતે બનાવેલા વગરનું કન્ટેન્ટ રીપોસ્ટ કરે છે અથવા મુખ્યત્વે અન્ય લોકોનું કામ ફોટો અને કેરોસેલ રૂપે શેર કરે છે એ યુઝર્સ માટે મોટો પોલિસી બદલાવ જાહેર કર્યો છે. Metaની માલિકી હેઠળના આ પ્લેટફોર્મે જણાવ્યું છે કે આવા એકાઉન્ટ્સ હવે એપમાં રેકમેન્ડેશન માટે પાત્ર રહેશે નહીં. આ પગલું પ્લેટફોર્મ પર મૂળ કન્ટેન્ટ બનાવનારાઓને યોગ્ય ક્રેડિટ અને વિતરણ આપવા માટે લેવામાં આવ્યું છે. આથી હવે આ યુઝર્સના વ્યૂઝમાં ઘટાડો થશે.

Instagram માટે મૂળ કન્ટેન્ટ શું ગણાય?

Instagram મુજબ મૂળ કન્ટેન્ટ એ છે જે સંપૂર્ણપણે યુઝરે પોતે બનાવ્યું હોય અથવા તેની અનોખી દૃષ્ટિ દર્શાવે છે. તેમાં યુઝરે લીધેલા ફોટા અથવા વીડિયો અથવા પોતે ડિઝાઇન કરેલું કન્ટેન્ટ સામેલ હોય છે. Instagram હવે થર્ડ પાર્ટી કન્ટેન્ટમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરેલું હોય તો તેને પણ મૂળ કન્ટેન્ટ માને છે. ઉદાહરણ તરીકે લોકપ્રિય મીમ ટેમ્પ્લેટ અથવા ક્લિપ્સનો ઉપયોગ કરીને તેમાં કંઈક નવું ઉમેરવામાં આવે તો તે કન્ટેન્ટ સ્વીકાર્ય છે.

ઓછી મહેનતવાળા એડિટ્સને મૂળ ગણાશે નહીં

Instagramએ સ્પષ્ટ કર્યું છે કે ઓછા પ્રયત્નથી કરેલા ફેરફારો જેમ કે વોટરમાર્ક ઉમેરવું અથવા વીડિયોની સ્પીડ બદલવી એને મૂળ કન્ટેન્ટ તરીકે ગણાશે નહીં. એ જ રીતે અન્ય વ્યક્તિના પોસ્ટનો સ્ક્રીનશોટ લઈને તેનો યુઝરનેમ દેખાડીને પોસ્ટ કરવાથી પણ તે મૂળ ગણાશે નહીં. આ નવી પોલિસી દ્વારા Instagram વધુ ક્રિએટિવિટી અને ઓરિજિનાલિટીને પ્રોત્સાહિત કરવા માંગે છે અને એક જ પોસ્ટ વારંવાર શેર થતી અટકાવે છે.

આ પણ વાંચો: Apple iOS 27 અપડેટમાં મોટો બદલાવ: Siri હવે iPhone કેમેરામાં, Google Lensને ટક્કર

એગ્રીગેટર એકાઉન્ટ્સ પર અસર 

આ નવી પોલિસી તે એકાઉન્ટ્સ પર અસર કરશે નહીં જેમને યુઝર્સ પહેલેથી ફોલો કરે છે. એગ્રીગેટર એકાઉન્ટ્સના કન્ટેન્ટ હવે એપના રેકમેન્ડેશનમાં યુઝર્સના ફીડ અને Discover ટેબ સહિત વિવિધ જગ્યાએ દર્શાવવામાં આવશે નહીં. આ રીતે Instagram મૂળ કન્ટેન્ટ બનાવનારાઓને પ્રોત્સાહિત કરતી વખતે યુઝર્સના ફીડને વિવિધ અને રસપ્રદ રાખવા ઈચ્છે છે.