| AI Image |
Apple iOS 27 New Feature: Apple આવનારા iOS 27 અપડેટમાં તેના Camera એપ માટે ખાસ Siri Mode પર કામ કરી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ આ નવું ફીચર Photo, Video, Portrait અને Panorama જેવા હાલના મોડ્સ સાથે ઉપલબ્ધ રહેશે. આ મોડ જ્યારે ચાલુ હશે ત્યારે Camera એપમાં shutter બટન પર Apple Intelligenceનું લોગો દેખાશે. તેના દ્વારા યુઝરને જાણ થશે કે Siri કામ કરી રહ્યું છે.
Siri Mode Visual Intelligenceને વધુ પાવરફુલ બનાવશે
આ નવા Siri Mode દ્વારા Camera એપની હાલની Visual Intelligence ફીચરમાં ઘણો વધારો કરવામાં આવશે. હાલમાં આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સે Camera Control બટનને લાંબા સમય સુધી દબાવવું પડે છે. iOS 27 સાથે આ સુવિધા વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે કારણ કે તેનો સમાવેશ મુખ્ય Camera ઈન્ટરફેસમાં જ કરવામાં આવશે.
Visual Intelligenceમાં નવા ફીચર્સ
Siri Mode સાથે જોડાતા Visual Intelligenceમાં કેટલાક નવા ફીચર્સ પણ ઉમેરાશે. તેમાં ફૂડના એટલે કે nutrition labels સ્કેન કરીને ડાયેટ સંબંધિત માહિતી સંગ્રહ કરવાની સુવિધા પણ હશે. આ સાથે જ સીધા Contacts એપમાં સંપર્ક માહિતી ઉમેરવામાં પણ મદદ કરશે. આ ફીચર ફિઝિકલ ઇવેન્ટ ટિકિટ્સ અને મેમ્બરશિપ કાર્ડમાંથી માહિતી લઈને તેને Wallet એપમાં ડિજિટલ સ્વરૂપે રાખવાની પણ સુવિધા પૂરી પાડશે.
હાલના ફીચર્સ પણ ચાલુ રહેશે
Visual Intelligenceના હાલના ફીચર્સ જેમ કે છોડ અને પ્રાણીઓની ઓળખ, Calendar એપમાં ઇવેન્ટ ઉમેરવું, તેમજ વિઝ્યુઅલ માહિતી ChatGPT અને Google Image Search પર મોકલવાની સુવિધા પણ ચાલુ રહેશે. યુઝર્સ અપડેટેડ Visual Intelligenceને Camera Control બટન દ્વારા ઍક્સેસ કરી શકશે, પરંતુ હવે તે અલગ અનુભવ તરીકે નહીં, પણ Camera એપમાં Siri ઈન્ટરફેસ દ્વારા ખુલશે.
આ પણ વાંચો: કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: ChatGPTની ભૂમિકા સામે ગંભીર આરોપ…
iOS 27 WWDCમાં કરવામાં આવશે લોન્ચ
8 જૂનથી શરૂ થનારા Worldwide Developers Conference (WWDC)માં iOS 27ને Apple દ્વારા ઓફિશિયલ લોન્ચ કરવામાં આવશે. આ અપડેટમાં મોટો AI સુધારો જોવા મળશે, જેમાં Siri માટે chatbot જેવી નવી ઈન્ટરફેસ અને અલગ એપ પણ હોઈ શકે છે. આ સાથે જ નવી Photos એપ પણ રજૂ થઈ શકે છે, જેમાં AI ટૂલ્સ દ્વારા ફોટા લીધા પછી તેને expand અથવા reframe કરવાની સુવિધા મળશે.


