Science & Technology

એપલ મ્યુઝિકના પ્લેલિસ્ટને યૂટ્યુબ મ્યુઝિકમાં કેવી રીતે ટ્રાન્સફર કરશો?

By GS Team
31 Aug 20242 mins read
This article was originally published on 31 Aug 2024
TukuTouch Logo
એપલ દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેના દ્વારા એપલ મ્યુઝિકનું પ્લેલિસ્ટને હવે યૂટ્યુબ પ્લેલિસ્ટમાં ટ્રાન્સફર કરી શકાશે. બન્ને એપ્લિકેશનનો ઉપયોગ કરનારા અથવા તો એપલમાંથી યૂટ્યુબમાં સ્વીચ કરનારા માટે આ ફીચર ખૂબ જ કામનું છે. એપલની યુઝરને સરળ અને ફ્લેક્સિબલ સર્વિસ પૂરી પાડવાના હેતુસર આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપલ મ્યુઝિકના પ્લેલિસ્ટને યૂટ્યુબ મ્યુઝિકમાં કેવી રીતે ટ્રાન્સફર કરશો?

Apple Music Playlist Transfer: એપલ દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેના દ્વારા એપલ મ્યુઝિકનું પ્લેલિસ્ટને હવે યૂટ્યુબ પ્લેલિસ્ટમાં ટ્રાન્સફર કરી શકાશે. બન્ને એપ્લિકેશનનો ઉપયોગ કરનારા અથવા તો એપલમાંથી યૂટ્યુબમાં સ્વીચ કરનારા માટે આ ફીચર ખૂબ જ કામનું છે. એપલની યુઝરને સરળ અને ફ્લેક્સિબલ સર્વિસ પૂરી પાડવાના હેતુસર આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.

શું બદલાવ આવ્યો?

આ નવા ફીચરની મદદથી એપલ મ્યુઝિક યુઝર તેમના પ્લેલિસ્ટને સીધુ યૂટ્યુબમાં એક્સપોર્ટ કરી શકે છે. એનો મતલબ એ થયો કે એપલ મ્યુઝિકમાં લિસ્ટ રહેશે એમ છતાં અન્ય એપ્લિકેશનમાં યુઝર તેના મનપસંદ ગીતને ટ્રાન્સફર કરી શકશે.

આ પણ વાંચો: ફોટોમાંથી અજાણ્યા વ્યક્તિને રિમૂવ કરવી છે, તો આઇફોનમાં ક્લિન-અપ ફીચરનો ઉપયોગ કરો

આ ફીચરનો ઉપયોગ કોણ કરી શકશે?

એપલ મ્યુઝિક સબસ્ક્રિપ્શનનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. જોકે એની પણ કેટલીક લિમિટેશન છે. આ ફીચર ચાઇલ્ડ એકાઉન્ટમાં અથવા તો મેનેજ કરવામાં આવી રહ્યું હોય એ એકાઉન્ટમાં નહીં ચાલે. આ સાથે જ યૂટ્યુબ મ્યુઝિક પણ એક્ટિવ હોવુ જરૂરી છે.

શું ટ્રાન્સફર નહીં થઈ શકે?

યૂટ્યુબ મ્યુઝિકમાં એપલ મ્યુઝિકની ફાઇલ્સને ટ્રાન્સફર નહીં કરી શકાય. આ સાથે જ એકમેક સાથે શેર કરેલા પ્લેલિસ્ટને પણ ટ્રાન્સફર નહીં કરી શકાશે. તેમ જ ફોલ્ડરની અંદર બનાવેલા પ્લેલિસ્ટને પણ ટ્રાન્સફર નહીં કરી શકાશે. પોડકાસ્ટ, ઓડિયોબૂક અને યુઝર દ્વારા અપલોડ કરવામાં આવેલા મ્યુઝિકને પણ ટ્રાન્સફર નહીં કરી શકાશે.

કેવી રીતે ટ્રાન્સફર કરશો?

આ માટે એપલના ડેટા એન્ડ પ્રાઇવસી પેજ પર જવું અને ત્યાં જઈને એપલ આઇડી દ્વારા લોગ ઇન કરવું. ત્યાર બાદ ટ્રાન્સફર અ કોપી ઓફ યોર ડેટાને પસંદ કરવું અને ત્યાર બાદ ઓપ્શનને ફોલો કરવું. એ દરમ્યાન યૂટ્યુબ મ્યુઝિક અકાઉન્ટ પણ ઓપન કરવું. કેટલાક ટ્રાન્સફર ખૂબ જ જલદી થઈ જાય છે, પરંતુ કેટલા પ્લેલિસ્ટ છે એના પર ડિપેન્ડ છે કે સમય કેટલો લાગે.

એક વાર ટ્રાન્સફર પૂરું થઈ ગયા બાદ એપલ દ્વારા ઇમેલ દ્વારા એ જણાવવામાં આવશે. ત્યાર બાદ યૂટ્યુબ મ્યુઝિકની લાઇબ્રેરીમાં એ જોઈ શકાશે. જો કોઈ સોન્ગ મિસિંગ હોય તો એ સોન્ગ યૂટ્યુબ પર ઉપલબ્ધ નહીં હોય એ માટે હશે.