WhatsApp Promotional Messages: વોટ્સએપ પર ઘણા બધા ફીચર લોન્ચ કરવામાં આવ્યા છે એમાંથી ઘણા ફીચર્સ યુઝર્સને કામના પણ છે. એમાં ટેક્સ્ટ મેસેજ કરવા, ગ્રુપ મેસેજ કરવા, કોલિંગ ફીચર્સથી લઈને વિડિયો કોલ જેવા ઘણા ફીચર્સ એમાં ખૂબ જ કામના છે, પરંતુ હાલમાં યુઝર્સને મોટી સમસ્યા નડી રહી છે. તેમના પર પ્રમોશનલ મેસેજ આવી રહ્યા છે. આ પ્રમોશનલ મેસેજથી યુઝર્સ ઘણી પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
કેવા પ્રમોશનલ મેસેજ આવે છે?
વોટ્સએપનો ઉપયોગ ઘણા બિઝનેસ પણ કરી રહ્યા છે. આજે આ બિઝનેસ કરનારી કંપનીઓ યુઝર્સ પર તેમની ઓફર, ડિસ્કાઉન્ટ અથવા તો અન્ય પ્રમોશનલ મેસેજ મોકલે છે. આ મેસેજને કારણે યુઝર્સને પરેશાની થઈ રહી છે. ઘણી કંપનીઓ તેમની સર્વિસ માટે પણ વોટ્સએપનો ઉપયોગ કરે છે. જોકે દરેક યુઝર્સને આ મેસેજ પસંદ હોય એ જરૂરી નથી.
પર્સનલ કામ માટે કરવામાં આવે છે વોટ્સએપનો ઉપયોગ
વોટ્સએપનો ઉપયોગ લોકો પર્સનલ કામ માટે કરે છે. તેમના ફ્રેન્ડ્સ, ફેમિલી અથવા તો કોઈપણ નજીકની વ્યક્તિ સાથે વાત કરવા, વિડિયો કોલ કરવા અથવા તો સંપર્કમાં રહેવા માટે એનો ઉપયોગ થાય છે. જોકે આજકાલ વોટ્સએપ પર પ્રમોશનલ મેસેજ ખૂબ જ આવી રહ્યા છે. આ પ્રકારના મેસેજ ધ્યાન ભટકાવે છે. તેમજ તેઓ કામમાં હોય અને પ્રમોશનલ મેસેજ આવ્યો હોય ત્યારે પણ સતત વોટ્સએપ ચેક કરતા રહે છે. આ પ્રકારના પ્રમોશનલ મેસેજથી પીછો છોડાવવો ખૂબ જ સરળ છે. આ માટે કેટલાક સ્ટેપ ફોલો કરવા જરૂરી છે.
ઓટો જનરેટેડ હોય છે મેસેજ
મોટા ભાગે યુઝર્સ પર જે પણ પ્રમોશનલ મેસેજ આવે છે એ ઓટો જનરેટેડ મેસેજ હોય છે. એને કોઈ વ્યક્તિ દ્વારા મોકલવામાં નથી આવતા, પરંતુ કંપની દ્વારા AIની મદદથી અથવા તો કોમ્પ્યુટર જનરેટેડ મેસેજ હોય છે. આ મેસેજ ઓટો જનરેટેડ હોવાથી એને ખૂબ જ સરળતાથી અટકાવી શકાય છે.
કેવી રીતે મેસેજ અટકાવશો?
આ માટે જે તે પ્રમોશનલ મેસેજ ઓપન કરવાનો રહેશે અને એમાં ગયા બાદ ત્યાં Stopનો મેસેજ કરવાનો રહેશે. આ મેસેજ કર્યા બાદ એ કંપની દ્વારા આવતા તમામ પ્રમોશનલ મેસેજ બંધ થઈ જશે. આ રીતે દરેક કંપની અથવા તો દરેક પ્રમોશનલ મેસેજમાં જઈ Stop નો મેસેજ સેન્ડ કરવાનો રહેશે. ઘણીવાર એવું પણ જોવા મળશે કે Stopનો મેસેજ સેન્ડ કર્યો હોવા છતાં મેસેજ આવતા બંધ નહીં થાય. આ સમયે યુઝરે જે-તે પ્રમોશનલ મેસેજ ઓપન કરી એને બ્લોક કરવાનો રહેશે.
આ પણ વાંચો: નાસાએ કેમ કર્યું શટડાઉન? સ્પેસ મિશન માટે એનો અર્થ શું છે એ વિશે વાંચો...
વોટ્સએપના નવા ફીચર્સ
વોટ્સએપ સમયે સમયે તેમનામાં ઘણા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. હાલમાં જ તેમણે લાઈવ અથવા તો મોશન પિક્ચર્સનું ફીચર રજૂ કર્યું છે. આ સાથે AI બેકગ્રાઉન્ડ ફીચર્સ અને નવું ચેટ થીમ્સ ફીચર્સ પણ લોન્ચ કર્યું છે. વોટ્સએપ દ્વારા ટ્રાન્સલેશન ફીચર્સ પણ રજૂ કરવામાં આવ્યું છે જેથી યુઝર્સ બીજી ભાષામાં મોકલવામાં આવતા મેસેજને ટ્રાન્સલેટ કરી શકે અને એને સમજી શકે.


