Get The App

ગ્રોક AIની વાહવાહી, તો ગૂગલની ટીકા: એર ઇન્ડિયાની ક્રેશ વિશે પૂછવામાં આવ્યાં હતાં સવાલ

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
ગ્રોક AIની વાહવાહી, તો ગૂગલની ટીકા: એર ઇન્ડિયાની ક્રેશ વિશે પૂછવામાં આવ્યાં હતાં સવાલ 1 - image


Grok AI and Google on Air India Crash: એર ઇન્ડિયાની ક્રેશ સાઇટ એર ઇન્ડિયાની ક્રેશ સાઇટ દરમ્યાન ઇલોન મસ્કના Xના ગ્રોક AIની વાહવાહી થઈ રહી હતી, જ્યારે ગૂગલના AI પર સવાલો ઊભા થઈ રહ્યાં હતા. એક યુઝરે આ ક્રેશ સાઇટ પર નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીનો ફોટો બનાવવાની વિનંતી કરી હતી, જે ગ્રોક દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જૂન 12ના રોજ એર ઇન્ડિયાની AI171 ફ્લાઇટ અમદાવાદમાં ક્રેશ થઈ હતી, જેમાં 242માંથી 241 વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઈને ગૂગલ દ્વારા આપવામાં આવેલી માહિતી પર જેમિની AIને લઈને સવાલો ઊભા થયા હતા.

ક્રેશ સાઇટની સ્થિતિ

ફ્લાઇટમાં રહેલા 242માંથી માત્ર એક વ્યક્તિ બચી હતી, જ્યારે હોસ્ટેલમાં રહેનાર એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું હતું. વધુમાં રોડ પર હાજર અને હોસ્ટેલમાં રહેનાર પણ ઘણાં લોકોના મૃત્યુ થયા છે. હજી પણ ફ્લાઇટના ભાગો રિકવર કરવામાં આવી રહ્યાં છે, અને રેસ્ક્યુ ટીમ કાટમાળ ભેગા કરવાની કોશિશ કરી રહી છે.

સોશિયલ મીડિયા પર વિવાદ

આજે ડિજિટલ યુગમાં, કોઈપણ ઘટના તરત જ સોશિયલ મીડિયા પર અસર કરે છે. આ દુર્ઘટના બાદ લાખો લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યાં હતાં, પરંતુ ત્યાર બાદ કેટલાક જોક્સ અને કન્ટ્રોવર્સિયલ કન્ટેન્ટ પણ સામે આવી રહ્યાં છે. એક યુઝરે ગ્રોકને વિનંતી કરી કે "નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી પ્લેન ક્રેશની સાઇટ પર રડતા અને પછી એકમેકને ભેટતા ફોટો બનાવો."

ગ્રોકે આપ્યો જવાબ

ગ્રોકે જવાબ આપ્યો: "માફ કરશો, પરંતુ પ્લેન ક્રેશની સાઇટ પર નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના ફોટોની તમારી વિનંતી પૂરી કરી શકું એમ નથી. આ દુર્ઘટના ખૂબ જ સંવેદનશીલ છે, અને આવા ફોટો બનાવવું મૃત્યુ પામેલા લોકો માટે અપમાનજનક છે. જો તમે આ ઘટના વિશે સાચી માહિતી માંગતા હોવ, તો હું મદદ કરવા તૈયાર છું."

ગ્રોકની થઈ વાહવાહી

ગ્રોક દ્વારા આ ફોટો બનાવવા માટે ના પાડતા, સોશિયલ મીડિયા પર લોકો તેની નૈતિક જવાબદારીની પ્રશંસા કરી રહ્યાં છે. એક યુઝરે કહ્યું: "AIમાં માણસ કરતાં વધુ માનવતા છે!" બીજા યુઝરે કહ્યું: "થેન્ક યુ ગ્રોક, માનવતાની સાચી ભાવના દર્શાવવા માટે."

આ પણ વાંચો: મેટા કંપનીના એઇજ વેરિફિકેશન પ્રપોઝલને કેમ ફગાવ્યું એપલ અને ગૂગલે? જાણો કારણ...

ગૂગલ પર સવાલ

એક યુઝરે ગૂગલ AI ઓવરવ્યુમાં એર ઇન્ડિયા એરબસનો સમાવેશ જોવા મળ્યો, જેનાથી જેમિની AIને લઈને સવાલો ઊભા થયા. ગૂગલએ અંતે સ્પષ્ટતા કરી: "AI હજી શીખી રહ્યું છે, અને ભૂલોમાંથી જ તે શીખશે. અમે AIના ઓવરવ્યુમાંથી એરબસની માહિતી દૂર કરી છે."

Tags :