Science & Technology

ગૂગલ વર્કસ્પેસ યુઝર માટે આવ્યું નવું ફીચર, જીમેલ હવે આપશે સ્માર્ટ રિપ્લાય

By GS Team
28 Sep 20242 mins read
This article was originally published on 28 Sep 2024
TukuTouch Logo
ગૂગલ દ્વારા તેના વર્કસ્પેસ યુઝર માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી જીમેલ સ્માર્ટ રિપ્લાય આપશે. આ ફીચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે. આ ફીચરની મદદથી યુઝર કોઈ પણ ઈમેલનો જવાબ વિગતવાર આપી શકશે અને એ પણ તરત જ ગૂગલ દ્વારા એક પછી એક દરેક સર્વિસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૂગલ વર્કસ્પેસ યુઝર માટે આવ્યું નવું ફીચર, જીમેલ હવે આપશે સ્માર્ટ રિપ્લાય

Gmail Smart Reply: ગૂગલ દ્વારા તેના વર્કસ્પેસ યુઝર માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી જીમેલ સ્માર્ટ રિપ્લાય આપશે. આ ફીચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે. આ ફીચરની મદદથી યુઝર કોઈ પણ ઈમેલનો જવાબ વિગતવાર આપી શકશે અને એ પણ તરત જ ગૂગલ દ્વારા એક પછી એક દરેક સર્વિસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

સ્માર્ટ રિપ્લાય ફીચર

ગૂગલ દ્વારા રિપ્લાય ફીચર 2017માં શરુ કરવામાં આવ્યું હતું. એ સમયથી અત્યાર સુધી કોઈ પણ ઈમેલના જવાબ ફક્ત વન લાઇનરમાં આપવામાં આવતા હતા. જો કે એ હવે બદલાઈ ગયું છે. AIની મદદથી જીમેલ હવે વધુ મજબૂત બની ગયું છે. કોઈ પણ ઈમેલની માહિતી વાંચી હવે AI એનો જવાબ આપશે અને એ પણ વિગતવાર. ઈમેલ જે મુજબનો લખ્યો હશે એ મુજબનો જ જવાબ આપવામાં આવશે. આ માટે યુઝરને ત્રણ વિકલ્પ આપવામાં આવશે. એમાં થોડી લાઇન દેખાડવામાં આવી હશે. યુઝર એમાંથી જેને પસંદ કરશે ત્યાર બાદ એ રિપ્લાય સંપૂર્ણપણે જનરેટ કરવામાં આવશે. આ સાથે જ એ જવાબને સેન્ડ કરતાં પહેલા એડિટ પણ કરી શકાશે.

આ પણ વાંચો: ભારત પોતાની ટેક્નોલોજી આપશે ટ્રિનિદાદ અને ટોબેગોને, કેરેબિયન આઇલેન્ડ દેશ માટે UPI જેવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બનાવશે


કોણ ઉપયોગ કરી શકશે?

આ ફીચરને ગૂગલ વર્કસ્પેસ યુઝર માટે રજૂ કરવામાં આવ્યું છે. એટલે કે જેમિની બિઝનેસ, એન્ટરપ્રાઇઝ, એજ્યુકેશન અને ગૂગલ વન AI પ્રીમિયમ યુઝર એનો ઉપયોગ કરી શકશે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બન્ને માટે ઉપલબ્ધ છે. જો કે ફ્રી જીમેલ યુઝર્સ એનો ઉપયોગ નહીં કરી શકે.