Science & Technology

સુંદર પિચાઈએ જે માટે માફી માગી હતી, એ ફોટો જનરેશન ટૂલ ગૂગલે ફરી શરૂ કર્યું

By GS Team
29 Aug 20241 min read
This article was originally published on 29 Aug 2024
TukuTouch Logo
ગૂગલ દ્વારા હાલમાં ફરી ઇમેજ જનરેશન ફીચર યુઝર માટે શરૂ કરવામાં આવ્યું છે. આ ફીચરને ગૂગલે ફેબ્રુઆરીમાં બંધ કર્યું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી મદદથી જે ફોટો જનરેટ કરવામાં આવતાં હતાં એ ખોટા ફોટો જનરેટ થતાં હતાં. એક્યુરસીની ખામી હોવાથી ગૂગલની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી. આ કારણસર ગૂગલ દ્વારા ઇનસેન્સિટિવ ઇમેજને કારણે ઇમેજ જનરેશન ટૂલને ટેમ્પરરી બેન કરી દેવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુંદર પિચાઈએ જે માટે માફી માગી હતી, એ ફોટો જનરેશન ટૂલ ગૂગલે ફરી શરૂ કર્યું

Google Fix Gemini Issue: ગૂગલ દ્વારા હાલમાં ફરી ઇમેજ જનરેશન ફીચર યુઝર માટે શરૂ કરવામાં આવ્યું છે. આ ફીચરને ગૂગલે ફેબ્રુઆરીમાં બંધ કર્યું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી મદદથી જે ફોટો જનરેટ કરવામાં આવતાં હતાં એ ખોટા ફોટો જનરેટ થતાં હતાં. એક્યુરસીની ખામી હોવાથી ગૂગલની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી. આ કારણસર ગૂગલ દ્વારા ઇનસેન્સિટિવ ઇમેજને કારણે ઇમેજ જનરેશન ટૂલને ટેમ્પરરી બેન કરી દેવામાં આવ્યું હતું.

એ સમયે જે ટીકા કરવામાં આવી રહી હતી એને લઈને સુંદર પિચાઈએ ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી. તેમ જ આ ટૂલની ખામી માટે માફી પણ માગી હતી. એ સમયે ગૂગલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ બહુ જલદી આ ઇશ્યૂને સોલ્વ કરીને ફરી લોકોને એ સર્વિસ પૂરી પાડવામાં આવશે.

શું ફેરફાર કર્યો?

ગૂગલ દ્વારા તેના ઇમેજ જનરેશનમાં ખૂબ જ બદલાવ કર્યા છે. ખાસ કરીને ટેક્નિકલ ઇમ્પ્રુવમેન્ટ્સથી લઈને સતત ઇમેજ સાચી બની છે કે નહીં એ ચેક કરવું. આ માટેની ક્લિયર ગાઇડલાઇન્સ આપવામાં આવી છે. તેમ જ કંપની સતત ઇમ્પ્રુવમેન્ટ કરવાની સાથે યુઝરના ફીડબેકને પણ આવકારશે.

નવા રિસ્ટ્રિક્શન

ઇમેજ જનરેટ કરવા માટે ગૂગલે નવા રિસ્ટ્રિક્શન કર્યા છે. જોકે હવે હાર્મફુલ કન્ટેન્ટ જનરેટ નહીં કરી શકાય. તેમ જ બાળકોને નુક્સાન કરતા કોઈ પણ કન્ટેન્ટ જનરેટ નહીં કરી શકાય. તેમ જ સેક્સ્યુઅલ કન્ટેન્ટ પણ જનરેટ નહીં કરી શકાશે.