Get The App

Google Driveમાં હવે વીડિયોની જેમ એકસાથે સ્કેન કરી શકાશે મલ્ટિપલ ડોક્યુમેન્ટ: બ્લર ફોટાને આપોઆપ ક્લિયર કરતું ફીચર કર્યું લોન્ચ

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
Google Driveમાં હવે વીડિયોની જેમ એકસાથે સ્કેન કરી શકાશે મલ્ટિપલ ડોક્યુમેન્ટ: બ્લર ફોટાને આપોઆપ ક્લિયર કરતું ફીચર કર્યું લોન્ચ 1 - image

Google New Scanner Update: ગૂગલે એન્ડ્રોઇડ ડિવાઇસ માટે Google Drive એપમાં એક નવું અને અપગ્રેડેડ ડોક્યુમેન્ટ સ્કેનર રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. આ નવી ડિઝાઇન અદભુત ઓન-ડિવાઇસ ફીચર્સ સાથે આવે છે. આ ફીચર ગયા વર્ષથી બીટા ટેસ્ટિંગ હેઠળ હતું અને ટેસ્ટિંગ ફેઝ દરમિયાન યુઝર્સને જૂના સ્કેનર પર પાછા જવાનો ઓપ્શન પણ આપવામાં આવ્યો હતો. જોકે હવે સ્ક્રીનની ઉપર જમણા ખૂણે દેખાતું બીટા ટેસ્ટિંગનું 'બીકર આઇકોન' હટાવી દેવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ અપડેટ હવે સત્તાવાર રીતે રિલીઝ થઈ રહ્યું છે.

Material 3 વ્યુફાઇન્ડર અને સ્માર્ટ બેચ સ્કેનિંગ

આ નવા ડોક્યુમેન્ટ સ્કેનરમાં 'Material 3 Expressive' વ્યુફાઇન્ડર અને 'Smart Batch Scanning' ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ અલગ-અલગ ફોટા પાડવાને બદલે એક વીડિયો રેકોર્ડ કરતા હોય તે જ રીતે એકસાથે ઘણા બધા પેજ સ્કેન કરી શકે છે. સ્કેન થતાની સાથે જ સ્ક્રીનના નીચેના ભાગમાં તેનું ઓટોમેટિક પ્રિવ્યૂ દેખાવા લાગે છે, જેથી યુઝર્સને તરત જ ખ્યાલ આવી જાય કે સ્કેનિંગ કેવું થયું છે. આ ઉપરાંત, કેપ્ચર બટનની બાજુમાં આપેલા પોઝ બટન પર ક્લિક કરીને ઓટો-સ્કેનિંગ બંધ પણ કરી શકાય છે. તેમજ ગેલેરીમાં અગાઉથી સેવ કરેલા ફોટાને સ્કેન કરવા માટે સિસ્ટમ ફાઇલ પીકરનો ઉપયોગ કરી શકાય છે.

ઓટો-બેસ્ટ ફ્રેમ અને ડુપ્લિકેટ ડિટેક્શન ફીચર

આ સ્કેનરની સૌથી મોટી ખાસિયત તેના બે સ્માર્ટ ફીચર્સ 'ઓટો-બેસ્ટ ફ્રેમ' અને 'ડુપ્લિકેટ ડિટેક્શન’ છે. આમાંથી ઓટો-બેસ્ટ ફ્રેમ ફીચર ઝાંખા કે બ્લર આવેલા સ્કેનને ઓટોમેટિકલી ઉપલબ્ધ શ્રેષ્ઠ ક્વોલિટીની ફ્રેમ સાથે બદલી નાખે છે. જ્યારે ડુપ્લિકેટ ડિટેક્શન ફીચર અગાઉ સ્કેન થઈ ચૂકેલા પેજને ઓળખીને તેને ફરીથી સ્કેન થતા અટકાવે છે. ગૂગલના આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફીચર્સ યુઝર્સના સ્કેનિંગ એક્સપિરિયન્સને વધુ સરળ અને ઝડપી બનાવશે.

આ પણ વાંચો: સિગ્નલ એપના યુઝર્સ સાવધાન: બેકઅપને ટાર્ગેટ કરીને હેકર્સ ચલાવી રહ્યા છે મોટું ફિશિંગ કૌભાંડ

નવા સ્કેનર માટેની જરૂરી શરતો

ગૂગલનું આ નવું ડોક્યુમેન્ટ સ્કેનર સુપરફાસ્ટ પરફોર્મન્સ, ઓફલાઇન સુવિધા અને સંપૂર્ણ ડેટા પ્રાઇવસી જાળવવા માટે 'ઓન-ડિવાઇસ પ્રોસેસિંગ'નો ઉપયોગ કરે છે. જોકે, આ ફીચરનો લાભ લેવા માટે યુઝર્સના એન્ડ્રોઇડ ડિવાઇસમાં ઓછામાં ઓછી 8GB RAM હોવી જરૂરી છે. ગૂગલ પ્લે સર્વિસીસ દ્વારા સંચાલિત આ અપગ્રેડેડ સ્કેનર માત્ર ગુગલ ડ્રાઇવમાં જ નહીં, પરંતુ 'Files by Google' જેવી અન્ય ગૂગલ એપ્સમાં પણ જોવા મળી શકે છે.