Science & Technology

ઑગસ્ટથી આ એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ ક્રોમ બંધ થઈ જશે, જાણો આ લિસ્ટમાં તમારો મોબાઇલ છે કે નહીં…

By GS Team
28 Jun 20252 mins read
This article was originally published on 28 Jun 2025
TukuTouch Logo
ગૂગલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઑગસ્ટથી કેટલાક એન્ડ્રોઇડ મોબાઇલમાં ગૂગલ ક્રોમ કામ કરવાનું બંધ કરી દેશે. એટલે કે ગૂગલ દ્વારા નવા વર્ઝનનો સપોર્ટ આપવામાં આવશે નહીં. યુઝર્સ પાસે જે છેલ્લું સપોર્ટ કરતું વર્ઝન હશે, તેનો જ ઉપયોગ કરી શકાશે. ગૂગલ હવે ક્રોમના નવા વર્ઝનને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વર્ઝન ઑગસ્ટમાં લોન્ચ કરવામાં આવશે. ક્રોમનું વર્ઝન 139 હવે દરેક મોબાઇલમાં જોવા નહીં મળે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઑગસ્ટથી આ એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ ક્રોમ બંધ થઈ જશે, જાણો આ લિસ્ટમાં તમારો મોબાઇલ છે કે નહીં…

Google Chrome on Android: ગૂગલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઑગસ્ટથી કેટલાક એન્ડ્રોઇડ મોબાઇલમાં ગૂગલ ક્રોમ કામ કરવાનું બંધ કરી દેશે. એટલે કે ગૂગલ દ્વારા નવા વર્ઝનનો સપોર્ટ આપવામાં આવશે નહીં. યુઝર્સ પાસે જે છેલ્લું સપોર્ટ કરતું વર્ઝન હશે, તેનો જ ઉપયોગ કરી શકાશે. ગૂગલ હવે ક્રોમના નવા વર્ઝનને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વર્ઝન ઑગસ્ટમાં લોન્ચ કરવામાં આવશે. ક્રોમનું વર્ઝન 139 હવે દરેક મોબાઇલમાં જોવા નહીં મળે.

યુઝર માટે આ કેમ મહત્ત્વનું છે?

ગૂગલ ક્રોમનું જૂનું વર્ઝન આ મોબાઇલમાં ચાલશે, પરંતુ નવી અપડેટ નહીં મળે. નવી અપડેટ નહીં મળે એટલે કે સિક્યોરિટી પેચ નહીં મળે. નવા ફીચર્સ નહીં મળે. પર્ફોર્મન્સ નહીં મળે. પરિણામે યુઝર નવા ફીચર્સથી દૂર રહેશે. મોબાઇલ પણ ધીમો ચાલતો થઈ જશે અને સિક્યોરિટીની દૃષ્ટિએ પણ એને સરળતાથી હેક કરી શકાશે.


કયા મોબાઇલ થશે બંધ?

ગૂગલના એન્ડ્રોઇડ ડિસ્ટ્રીબ્યુશન ડેટા એપ્રિલ 2025 અનુસાર અત્યારે દુનિયાભરમાં 6 ટકા યુઝર્સ એન્ડ્રોઇડ 9 વર્ઝનનો ઉપયોગ કરે છે. એન્ડ્રોઇડ 9ને એન્ડ્રોઇડ પાઇ નામ આપવામાં આવ્યું હતું. તેમ જ 4 ટકા યુઝર્સ એન્ડ્રોઇડ 8 અને એન્ડ્રોઇડ 8.1નો ઉપયોગ કરે છે. એન્ડ્રોઇડ 8 ને એન્ડ્રોઇડ ઓરિયો નામ આપવામાં આવ્યું હતું. આથી આ બે વર્ઝનના મળીને લગભગ 10 ટકા યુઝર્સ છે. આ આંકડાના આધારે દુનિયાભરમાં અંદાજે 300 મિલિયન યુઝર્સ છે. આથી આ યુઝર્સના મોબાઇલમાં ક્રોમ ચાલતું બંધ થઈ જશે.

આ પણ વાંચો: ફેસબુકથી ચેતીને રહેજો, AIને ટ્રેન કરવા માટે યુઝરના કેમેરા રોલમાં રહેલાં ફોટાનો ઉપયોગ કરી રહ્યું છે મેટા

આ માટે શું કરશો?

એન્ડ્રોઇડ 8 અને 9નો ઉપયોગ કરનારા યુઝર્સ આ માટે સૌથી પહેલાં તેમના મોબાઇલની અપડેટ ચેક કરી શકે છે. કેટલાક મોબાઇલ હવે એન્ડ્રોઇડ 10 અને એના કરતાં વધુના વર્ઝનને સપોર્ટ કરે છે. જો અપડેટ હોય તો એ કરવાથી ગૂગલ ક્રોમ ચાલતું થઈ જશે. એન્ડ્રોઇડ 8 અને 9 યુઝર્સના મોબાઇલમાં નવી અપડેટ ન હોય એટલે કે ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરી શકે એમ ન હોય, તેમના માટે સમય આવી ગયો છે કે તેઓ હવે મોબાઇલ ચેન્જ કરે. જો તેઓ એમ ન કરે તો યુઝરે ગૂગલ ક્રોમ 138 વર્ઝનનો ઉપયોગ કરવો પડશે, જેમાં સિક્યોરિટી નહીંવત હશે.