Science & Technology

ChatGPT અને Claude ચેટ્સ હવે Geminiમાં ઇમ્પોર્ટ કરી શકાશે, Google લાવ્યું મોટું અપડેટ

By GS Team
27 Mar 20263 mins read
TukuTouch Logo
Googleએ તેના AI પ્લેટફોર્મ Geminiમાં એક નવું ફીચર રજૂ કર્યું છે. એના દ્વારા હવે યુઝર્સ તેમના જૂના ચેટ્સને સરળતાથી ઇમ્પોર્ટ કરી શકે છે. ખાસ વાત એ છે કે હવે ChatGPT અને Claude જેવા પ્લેટફોર્મમાંથી પણ ચેટ હિસ્ટ્રી Geminiમાં ઇમ્પોર્ટ કરી શકાશે. આ ફીચરનો મુખ્ય હેતુ એ છે કે યુઝર્સ પ્લેટફોર્મ બદલે ત્યારે તેમના મહત્ત્વપૂર્ણ કન્વર્સેશન ગુમાવા ન પડે. આજે યુઝર્સ ઇચ્છે ત્યારે AI પ્લેટફોર્મ બદલી રહ્યા છે. એક પ્લેટફોર્મ સાથે જોડાઈ રહેવું હવે એવું નથી રહ્યું. આથી આ ફીચર યુઝર્સ માટે ખૂબ જ મહત્ત્વનું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ChatGPT અને Claude ચેટ્સ હવે Geminiમાં ઇમ્પોર્ટ કરી શકાશે, Google લાવ્યું મોટું અપડેટ

AI Chats Import: Googleએ તેના AI પ્લેટફોર્મ Geminiમાં એક નવું ફીચર રજૂ કર્યું છે. એના દ્વારા હવે યુઝર્સ તેમના જૂના ચેટ્સને સરળતાથી ઇમ્પોર્ટ કરી શકે છે. ખાસ વાત એ છે કે હવે ChatGPT અને Claude જેવા પ્લેટફોર્મમાંથી પણ ચેટ હિસ્ટ્રી Geminiમાં ઇમ્પોર્ટ કરી શકાશે. આ ફીચરનો મુખ્ય હેતુ એ છે કે યુઝર્સ પ્લેટફોર્મ બદલે ત્યારે તેમના મહત્ત્વપૂર્ણ કન્વર્સેશન ગુમાવા ન પડે. આજે યુઝર્સ ઇચ્છે ત્યારે AI પ્લેટફોર્મ બદલી રહ્યા છે. એક પ્લેટફોર્મ સાથે જોડાઈ રહેવું હવે એવું નથી રહ્યું. આથી આ ફીચર યુઝર્સ માટે ખૂબ જ મહત્ત્વનું છે.

શું છે આ નવું ફીચર?

આ નવા અપડેટ હેઠળ યુઝર્સ તેમના જૂના કન્વર્સેશન, પ્રોમ્પ્ટ્સ અને રિસ્પોન્સને Geminiમાં અપલોડ કરી શકે છે. તેમાં અગાઉના AI સાથે થયેલી ચર્ચાઓ, કામ સંબંધિત નોટ્સ, કન્ટેન્ટ આઈડિયાઝ અને અન્ય મહત્ત્વપૂર્ણ માહિતીનો સમાવેશ થાય છે. આ ફીચર ખાસ કરીને પ્રોફેશનલ્સ, રિસર્ચર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ખૂબ ઉપયોગી છે, જે પોતાના જૂના ચેટ્સને રેફરન્સ તરીકે ઉપયોગ કરે છે.

કેવી રીતે કામ કરશે આ ફીચર?

યુઝર્સે સૌથી પહેલા ChatGPT અથવા Claudeમાંથી તેમની ચેટ હિસ્ટ્રી એક્સપોર્ટ કરવી પડશે. ત્યાર બાદ આ ફાઇલને Geminiમાં અપલોડ કરી શકાશે. અપલોડ થયા પછી Gemini આ ડેટાને પ્રોસેસ કરે છે અને તેને પોતાના ઇન્ટરફેસમાં સમાવેશ કરશે. આથી યુઝર્સ પોતાના જૂના કન્વર્સેશનને ફરીથી જોઈ શકે છે અને જ્યાંથી કામ છોડ્યું હતું ત્યાંથી ફરી શરૂ કરી શકે છે.


કેમ મહત્ત્વપૂર્ણ છે?

અત્યાર સુધી એક AI પ્લેટફોર્મમાંથી બીજા પર જતાં યુઝર્સે ફરીથી શરૂઆત કરવી પડતી હતી અને જૂના ડેટાનો ઉપયોગ શક્ય નહોતો. જોકે આ નવા ફીચરથી Googleએ આ મોટી સમસ્યાનો ઉકેલ લાવ્યો છે. હવે યુઝર્સ સરળતાથી અલગ-અલગ AI પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે અને તેમનું કામ સતત ચાલુ રાખી શકે છે. આ ફીચર સ્પર્ધામાં Geminiને વધુ મજબૂત બનાવવા માટે બનાવવામાં આવ્યું છે.

પ્રાઈવસી અને ડેટા હેન્ડલિંગ

Google અનુસાર, યુઝર્સ દ્વારા અપલોડ કરવામાં આવતી ચેટ હિસ્ટ્રી સુરક્ષિત રીતે હેન્ડલ કરવામાં આવે છે. યુઝર્સને સંપૂર્ણ નિયંત્રણ આપવામાં આવે છે કે તેઓ કયો ડેટા અપલોડ કરે છે. કંપની પારદર્શકતા પર ભાર મૂકે છે અને ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય છે તે અંગે સ્પષ્ટ માહિતી આપે છે.

આ પણ વાંચો: વોટ્સએપમાં ગરબડ: મેસેજ સેન્ડ અને રિસીવમાં મુશ્કેલી, હેંગની પણ સમસ્યાથી યુઝર્સ પરેશાન

AI ક્ષેત્રમાં વધતી સ્પર્ધા

હાલમાં AI ચેટબોટ માર્કેટમાં સ્પર્ધા ઝડપી બની રહી છે. OpenAI, Anthropic અને Google સતત નવા ફીચર્સ રજૂ કરી રહ્યા છે. ChatGPT, Claude અને Gemini જેવા ટૂલ્સ ઝડપથી વિકસિત થઈ રહ્યા છે અને યુઝર્સને વધુ સારી સુવિધાઓ આપવા માટે હરીફાઈ કરી રહ્યા છે. આ નવું ઇમ્પોર્ટ ફીચર યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે હવે તેઓ અલગ-અલગ AI પ્લેટફોર્મ વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકે છે અને તેમનું પહેલાનું કામ ગુમાવવાનું જોખમ રહેતું નથી. જેમ જેમ AI ક્ષેત્રમાં સ્પર્ધા વધશે, તેમ આવનારા સમયમાં વધુ યુઝર-ફ્રેન્ડલી અને પ્રેક્ટિકલ ફીચર્સ જોવા મળશે.