Science & Technology

ફેસબુક પર હજારો ગ્રૂપ થયા સસ્પેન્ડ, મેટાએ ટેકનિકલ એરરને કારણભૂત ગણાવી

By GS TEAM
25 Jun 20252 mins read
TukuTouch Logo
મેટા સામે હાલમાં ભારે તવાઈ આવી છે, કારણ કે ફેસબુક પર દુનિયાભરમાંથી હજારો ગ્રૂપ સસ્પેન્ડ થઈ ગયાં છે. યુઝર્સ દ્વારા બનાવાયેલા આ ગ્રૂપ અચાનક બંધ થઈ જતાં તેઓ મૂંઝાઈ ગયા છે. પેરેન્ટિંગ, પેટ્સ, ગેમિંગ અને ફોટોગ્રાફી જેવા અનેક વિષયોના ગ્રૂપ પણ આ અસર હેઠળ આવ્યા છે. આ માટે યુઝર્સને કોઈ પૂર્વ જાણ નથી કરવામાં આવી.

Summarized by AI; it may make mistakes. Check important info

ફેસબુક પર હજારો ગ્રૂપ થયા સસ્પેન્ડ, મેટાએ ટેકનિકલ એરરને કારણભૂત ગણાવી

Facebook Group Suspended: મેટા સામે હાલમાં ભારે તવાઈ આવી છે, કારણ કે ફેસબુક પર દુનિયાભરમાંથી હજારો ગ્રૂપ સસ્પેન્ડ થઈ ગયાં છે. યુઝર્સ દ્વારા બનાવાયેલા આ ગ્રૂપ અચાનક બંધ થઈ જતાં તેઓ મૂંઝાઈ ગયા છે. પેરેન્ટિંગ, પેટ્સ, ગેમિંગ અને ફોટોગ્રાફી જેવા અનેક વિષયોના ગ્રૂપ પણ આ અસર હેઠળ આવ્યા છે. આ માટે યુઝર્સને કોઈ પૂર્વ જાણ નથી કરવામાં આવી. 

ઘણાં ગ્રૂપમાં વિવાદાસ્પદ કન્ટેન્ટ હોવાનો આક્ષેપ

એક નવીન બાબત એ છે કે ઘણાં એવા ગ્રૂપ પણ સસ્પેન્ડ કરાયા છે, જેમનો વિવાદાસ્પદ કન્ટેન્ટ સાથે દૂર દૂર સુધી સંબંધ નહોતો. દસ લાખ મેમ્બર્સવાળું બર્ડ ફોટોગ્રાફી ગ્રૂપ પણ "અશ્લીલ ફોટા"ના આરોપ હેઠળ બંધ કરાયું છે. અન્ય કેટલીક ઘટનાઓમાં ટેરરિઝમ અને એડલ્ટ કન્ટેન્ટ હોવાનો જણાવીને ગ્રૂપ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કારણે સોશિયલ મીડિયામાં ખાસ કરીને રેડિટ પર લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે અને તેમને અન્ય યુઝર્સ તરફથી સમર્થન પણ મળી રહ્યું છે.

મેટાએ કહ્યું, “ગ્લીચ જવાબદાર છે”

મેટાએ કહ્યું છે કે તેમને આ સમસ્યા વિશે જાણ છે અને તેઓ એને યોગ્ય રીતે સુધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેઓએ મેટાની વેરિફિકેશન સર્વિસ ખરીદી છે તેમને તરત જ સપોર્ટ આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય યુઝર્સ હજુ પણ રાહ જોતા રહેવાના છે. મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું, “અમે આ ટેકનિકલ સમસ્યાની જાણકારી ધરાવીએ છીએ અને આનો ફેસબુક ગ્રૂપ્સ પર અસર પડ્યો છે. અમે ઈશ્યુને ઝડપી ઠીક કરવા પ્રયાસશીલ છીએ.”

આ પણ વાંચો: 2029માં સ્પેસ મિશન પર જનારી 23 વર્ષની જાનવી દંગેતિ કોણ છે? જાણો વિગત…

ફેસબુક પર કેસ કરવાની માંગ

મેટા સામે લીગલ કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી રહી છે. એક ઓનલાઈન પીટિશન પર અત્યાર સુધી 12,000થી વધુ સાઇન થઈ ચૂક્યા છે. બિઝનેસ માટે ફેસબુકના ગ્રૂપ્સ પર આધાર રાખતી કેટલીક કંપનીઓ પણ લીગલ એક્શન વિચારતી થઈ છે. આ ઈશ્યુ નાના-મોટા તમામ પ્રકારના ગ્રૂપ્સને અસર પહોંચાડી ચૂક્યો છે. મેટા તરફથી યુઝર્સને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પગલું લેતા પહેલા થોડું રાહ જુએ, કારણ કે સસ્પેન્શન ટૂંક સમયમાં ઉઠાવાની શક્યતા છે.