...તો iPhoneની કિંમતમાં ધરમૂળથી ફેરફાર થશે, જાણો ટ્રમ્પના ટેરિફ બોંબથી ‘Apple’ પર શું પડશે અસર?
Impact of Tariffs on Apple's iPhone : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ બોંબ ઝિંકવાની જાહેરાત કર્યા બાદ અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. ટ્રમ્પના નિર્ણયની સૌથી વધુ અસર ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ બનાવટી એપલની પ્રોડક્ટ પર પડવાની સંભાવના છે. ટેરિફના કારણે ભારતમાંથી નિકાસ થતાં મોટાભાગના આઇફોન અમેરિકામાં જાય છે, તેના પર સીધી અસર થશે અને અમેરિકામાં આઇફોન મોંઘા થઈ જશે. ટેરિફ બોંબના કારણે એપલની સ્થિતિ એવી છે કે, હવે તેની પાસે માત્ર ત્રણ વિકલ્પો છે.
શું આઇફોન મોંઘા થઈ જશે?
એપલ કંપનીએ પોતાની ચીન સ્થિત પ્રોડક્શન લાઇન ધીમે ધીમે ભારતમાં શિફ્ટ કરવાની શરુઆત કરી દીધી છે. આ જ કારણે ભારતે ચીનના મુકાબલે આઇફોનની સૌથી વધુ નિકાસ કરી છે. હવે એવું સંકટ ઊભું થયું છે કે, અમેરિકાએ ટેરિફની જાહેરાત કરતાં આઇફોનની નિકાસ પર અસર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્તમાન સ્થિતિ યથાવત્ રહેશે એટલે કે ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટો પર છૂટ મળતી રહેશે તો આઇફોનની કિંમતમાં કોઈ ખાસ અસર નહીં પડે. પરંતુ જો ટેરિફમાં મળતી છૂટ ખતમ કરી દેવાશે તો ભારતમાંથી ઉત્પાદન થતાં આઇફોનની કિંમતોને અસર પડી શકે છે.
આ પણ વાંચો : પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ
એપલ કંપની પાસે ત્રણ વિકલ્પ
ટેરિફની અસર હેઠળ હજુ એપલ પાસે કેટલાક વિકલ્પો છે, જેમ કે જો ટેરિફ ઝિંકવામાં આવશે તો કંપની નુકસાન સહન કરી પ્રોડક્ટ વેચશે અથવા તો વધેલી કિંમતોનો બોજ ગ્રાહક પર નાખી દેશે, એટલે કે આઇફોન યુઝર્સ ચાહકોને સ્માર્ટફોન પર મોંઘો ખર્ચ કરવો પડશે. જો કંપની ગ્રાહકો પર ટેરિફ બોજ નાખશે તો અમેરિકન માર્કેટમાં વેચાતા ‘મેડ ઇન ઇન્ડિયા આઇફોન’ મોંઘા થઈ જશે. એપલ પાસે અન્ય એક વિકલ્પ એવો છે કે, કંપની વિશ્વભરમાં વેચાતા આઇફોનની કિંમતો વધારી શકે છે, એટલે કે ટેરિફની ચૂકવણી દરેક ગ્રાહકો પાસેથી કરી શકે છે. જો આમ કરશે તો કંપનીએ તમામ આઇફોનની નવી કિંમતો જાહેર કરવી પડશે.
ટેરિફ ઝિંકાયા બાદ કંપની પાસે વિકલ્પ
- એપલ કંપની પોતે નુકસાન સહન કરી પ્રોડક્ટ વેચી શકે છે
- ટેરિફના કારણે આઇફોનની વધેલી કિંમતોનો બોજ જે-તે દેશના ગ્રાહક પર નાખી શકે છે
- વિશ્વભરમાં આઇફોનની કિંમતો વધારી દરેક ગ્રાહક પાસેથી ટેરિફ વસૂલી શકે છે
આ પણ વાંચો : PIN યાદ રાખવાની માથાકૂટથી છૂટકારો! આ રીતે થશે UPI પેમેન્ટ, ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે