Science & Technology

ચીનનું AI યુદ્ધ: આગામી 18 મહિનામાં જ ડીપસીક જેવા 100થી વધુ ટૂલ લોન્ચ કરશે

By GS TEAM
25 Jun 20252 mins read
TukuTouch Logo
ચીનની તરફથી હવે જાણે AI યુદ્ધ જાહેર થયું હોય એમ લાગે છે. આગામી 18 મહિનામાં તે ડીપસીક જેવા 100થી વધુ AI ટૂલ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. પીપલ્સ બેન્ક ઓફ ચીનના પૂર્વ ડેપ્યુટી ગવર્નર ઝુ મીને વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આ જાહેરાત કરી હતી. ડીપસીકના લોન્ચથી વૈશ્વિક સ્તરે હલચલ મચી ગઈ હતી, કારણ કે આ ટૂલ અત્યંત ઓછા ખર્ચમાં ઉપયોગી છે. પરિણામે, વિશ્વના અનેક AI ટૂલ્સ પર દબાણ આવ્યું હતું. હવે ચીન આવા 100થી વધુ ટૂલ લઈને મંચ પર આવી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનનું AI યુદ્ધ: આગામી 18 મહિનામાં જ ડીપસીક જેવા 100થી વધુ ટૂલ લોન્ચ કરશે

China Will Launch 100 Plus AI Tool: ચીનની તરફથી હવે જાણે AI યુદ્ધ જાહેર થયું હોય એમ લાગે છે. આગામી 18 મહિનામાં તે ડીપસીક જેવા 100થી વધુ AI ટૂલ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. પીપલ્સ બેન્ક ઓફ ચીનના પૂર્વ ડેપ્યુટી ગવર્નર ઝુ મીને વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આ જાહેરાત કરી હતી. ડીપસીકના લોન્ચથી વૈશ્વિક સ્તરે હલચલ મચી ગઈ હતી, કારણ કે આ ટૂલ અત્યંત ઓછા ખર્ચમાં ઉપયોગી છે. પરિણામે, વિશ્વના અનેક AI ટૂલ્સ પર દબાણ આવ્યું હતું. હવે ચીન આવા 100થી વધુ ટૂલ લઈને મંચ પર આવી રહ્યું છે.

AIને લઈને ચીનનું ભવિષ્ય

ચીને ડીપસીકને ખૂબ પ્રમોટ કર્યું હતું અને વૈશ્વિક સ્તરે અનેક યુઝર્સ તેને અપનાવી ચૂક્યા છે. ચીન ટેક્નોલોજી ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે—6G સેવા શરૂ કરી ચૂકી છે. હવે તે પોતાના ભવિષ્યને AI આધારિત બનાવી રહ્યું છે. 100થી વધુ નવા ટૂલ્સ લોન્ચ થતાં, તે AI અને ટેકનોલોજી દ્રષ્ટિએ અગ્રસ્થાને રહી શકે છે અને તેની અર્થતંત્ર પણ ઝડપથી વિકાસ પામી શકે છે. ચીન પાસે વિશાળ એન્જિનિયર ટેલેન્ટ છે, વપરાશકર્તાઓની મોટી સંખ્યા છે અને સરકારનો સંપૂર્ણ ટેકો પણ છે. આ બધાને કારણે ચીનનું AI ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે.

અમેરિકા માટે ચીન સૌથી મોટું હરિફ

ટેક્નોલોજી સુપરપાવર ગણાતા અમેરિકા માટે ચીન મોટું પડકાર છે. જાન્યુઆરીમાં ડીપસીક જેવા AI મોડલના આવ્યા બાદ, અમેરિકા ચિંતિત બન્યું અને ચીન પર અનેક પ્રતિબંધો લાગૂ કર્યા. ખાસ કરીને, એડવાન્સ સેમીકન્ડક્ટર્સ અને લેટેસ્ટ AI ચિપ્સની ઉપલબ્ધિ અટકાવવા પ્રયાસ કરાયો. જોકે ચીન પાછળ ન હટ્યું. તે હવે ડીપસીક જેવા 100થી વધુ ટૂલ તૈયાર કરી રહ્યું છે.


માર્કેટ પર અસર

ડીપસીક લોન્ચ બાદ ચીનની ટેકનોલોજી કંપનીના સ્ટોક્સમાં ઉછાળો આવ્યો. ટ્રેડ વોર હોવા છતાં તેની અસર ચીન પર ખાસ રહી નહીં. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, ચીનની GDP 2024માં 15% હતી—જે 2023માં 14% થી ઓછી હતી. જોકે અમેરિકાના પ્રતિબંધોથી થોડી નકારાત્મક અસર પણ થઈ. આ છતાં 2026 સુધીમાં GDP 18% થવાની ધારણા છે. ચાઇનાની સેન્ટ્રલ બેન્ક અનુસાર, બીજાં ક્વાર્ટરમાં GDP 5% કરતા વધુ ઝડપે વધી રહી છે.

આ પણ વાંચો: ફેસબુક પર હજારો ગ્રુપ થયા સસ્પેન્ડઃ મેટાએ ગ્લીચને કારણભૂત ગણાવ્યું

ટ્રેડ એગ્રિમેન્ટ પર નિર્ભરતા

અમેરિકાની ટ્રેડ નીતિઓનો વૈશ્વિક અર્થતંત્ર પર મોટો અસર થઇ શકે છે. ચીન અને અમેરિકાના લાંબા ગાળાના ટ્રેડ એગ્રિમેન્ટનો ભરોસો નથી. અમેરિકાના નિર્ણયોના કારણે સપ્લાય ચેઇન ધીમી થઈ હતી. રોકાણ પણ ઘટ્યું હતું. ભવિષ્યની કોઈ નવી નીતિ સીધી અસર ચીનના અર્થતંત્ર પર કરી શકે છે. હાલ બંને દેશોએ જે ડીલ કરી છે તેમાં પણ અમેરિકાએ ઘણાં નિયંત્રણો લગાવ્યા છે.