બાળકો હવે બેફિકર થઈને વાપરી શકશે AI, વાલીઓને 'નો ટેન્શન'! ChatGPT લાવ્યું સ્પેશિયલ ફીચર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Safer AI for Young Minds: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જાયન્ટ OpenAI દ્વારા તેના લોકપ્રિય ચેટબોટ ChatGPTનું ખાસ કિશોરો માટેનું નવું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. કંપની સામે AIના કારણે કેટલાક યુઝર્સ દ્વારા આત્મહત્યા કરવાના કથિત કેસો બાદ ભારે ટીકા અને કાનૂની ફરિયાદોનો સામનો કરવો પડ્યો હતો, જેના પગલે આ પગલું લેવાયું છે. ‘ChatGPT for Teens’ નામના આ નવા મોડલને વધારે સુરક્ષા સેફગાર્ડ્સ અને કડક મોનિટરિંગ ફીચર્સ સાથે રજૂ કરવામાં આવ્યું છે.
ટીન મોડ કેવી રીતે કામ કરશે?
‘ChatGPT for Teens’ મોડલ 13થી 17 વર્ષની વયજૂથમાં રજીસ્ટ્રેશન કરાવનાર તમામ યુઝર્સ માટે આપમેળે સક્રિય થઈ જશે. આ ઉપરાંત, કંપની તેના યુઝર્સના ઉપયોગની રીત અથવા એકાઉન્ટની ઉંમર પરથી અંડરએજ યુઝરની ઓળખ કરીને પણ આ મોડ સક્રિય કરી શકે છે. સગીરોના ખાતાઓ માટે સેલ્ફ-હાર્મ, હિંસા, ઇટિંગ ડિસઓર્ડર્સ અને ગ્રાફિક સેક્સ્યુઆલિટી સંબંધિત કન્ટેન્ટ પરના જે પ્રતિબંધો અગાઉથી અમલમાં હતા, તે તમામ સેફગાર્ડ્સ આ નવા મોડલમાં પણ યથાવત અને વધુ મજબૂત રીતે લાગુ રહેશે.
સ્ટડી મોડ, બ્રેક રિમાઇન્ડર્સ અને પેરેન્ટલ કંટ્રોલ
આ નવા ટીન મોડલમાં કિશોરોની સુવિધા અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અનેક વિશિષ્ટ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે:
- બ્રેક રિમાઇન્ડર્સ અને ક્વાયટ અવર્સ: યુઝર્સને વારંવાર સ્ક્રીન બ્રેક લેવા માટે રિમાઇન્ડર્સ આપવામાં આવશે તથા રાત્રિ કે ચોક્કસ સમયે બ્લેકઆઉટ 'ક્વાયટ અવર્સ' લાગુ રહેશે.
- સ્ટડી મોડ: આ ફીચર હેઠળ ChatGPT પ્રશ્નોના સીધા જવાબો આપવાને બદલે યુઝરને માર્ગદર્શક પ્રશ્નો પૂછીને વિષયને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે.
- પેરેન્ટલ લિંકિંગ અને એલર્ટ્સ: માતા-પિતા પોતાના એકાઉન્ટને બાળકોના એકાઉન્ટ સાથે લિંક કરી શકશે. જો ચેટ દરમિયાન સેલ્ફ-હાર્મ કે આત્મહત્યા જેવી કોઈ હાઈ-રિસ્ક પરિસ્થિતિ કે વિષય પર વાતચીત થશે, તો પેરેન્ટ્સને તાત્કાલિક એલર્ટ મળશે. આ ઉપરાંત માતા-પિતા રોમેન્ટિક ભાષા કે સંવેદનશીલ ચેટબોટ ક્રિયાપ્રતિક્રિયાઓ પર પણ નિયંત્રણ મૂકી શકશે.
OpenAI સામે કાનૂની પડકારો અને તપાસ
નવા ટીન મોડનું લોન્ચિંગ એવા સમયે થયું છે જ્યારે OpenAI ભારે કાનૂની અને નિયમનકારી દબાણનો સામનો કરી રહી છે. કંપની વિરુદ્ધ ગેરકાયદે મૃત્યુ સંબંધિત અનેક કેસો દાખલ થયેલા છે. જેમાં 16 વર્ષીય એડમ રેનના માતા-પિતા દ્વારા દાખલ કરાયેલા કેસનો પણ સમાવેશ થાય છે, જેમણે કથિત રીતે ChatGPT દ્વારા સૂચવેલી પદ્ધતિઓનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાઓ વચ્ચે, યુએસ ફેડરલ ટ્રેડ કમિશન એ ડિજિટલ સાથી તરીકે કામ કરતા AI ચેટબોટ્સ દ્વારા બાળકો અને કિશોરો પર ઊભા થતાં સંભવિત જોખમોને લઈને વ્યાપક તપાસ શરૂ કરી છે.









