Science & Technology

ચેટિંગ કરતાં કરતાં જ ભરાઈ જશે બિલ! WhatsAppમાં આવી રહ્યા છે જબરદસ્ત AI ફીચર્સ, CEOની મોટી જાહેરાત

By GS Team
11 Nov 20263 mins read
TukuTouch Logo
વોટ્સએપના નવા CEO કુણાલ શાહે ભવિષ્યના રોડમેપની જાહેરાત કરી છે. હવે યુઝર્સ ચેટિંગ સાથે બિલ ચૂકવણી જેવા રોજિંદા કામ પણ એપમાંથી જ કરી શકશે. AI દ્વારા સમય બચાવવા અને કનેક્શન્સને વધુ સમૃદ્ધ બનાવવા પર ભાર મૂકાશે. વ્યક્તિગત મેસેજ અને કોલ્સનું ઍન્ડ-ટુ-ઍન્ડ એન્ક્રિપ્શન સુરક્ષિત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચેટિંગ કરતાં કરતાં જ ભરાઈ જશે બિલ! WhatsAppમાં આવી રહ્યા છે જબરદસ્ત AI ફીચર્સ, CEOની મોટી જાહેરાત

WhatsApp Integrates Chat Payments And Smart AI Features: મેટાની માલિકી ધરાવતા વિશ્વના સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર હવે યુઝર્સ ચેટિંગની સાથે સાથે રોજિંદા જીવનના મહત્ત્વના કામકાજ પણ સીધા એપમાંથી જ પૂર્ણ કરી શકશે. વોટ્સએપના નવા સીઈઓ કુણાલ શાહે બુધવારે પ્લેટફોર્મના ભવિષ્યના રોડમેપ અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કંપની યુઝર્સના કનેક્શન્સને વધુ સમૃદ્ધ બનાવવા, ચેટની અંદર જ બિલ ચૂકવણી જેવી સુવિધાઓ આપવા અને સમય બચાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)નો વ્યાપ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ તમામ ફેરફારો વચ્ચે વ્યક્તિગત મેસેજ અને કોલ્સનું ઍન્ડ-ટુ-ઍન્ડ એન્ક્રિપ્શન સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

ચાલુ વર્ષે જૂન મહિનામાં વોટ્સએપની કમાન સંભાળનાર ભારતીય ફિનટેક પ્લેટફોર્મ CREDના સ્થાપક કુણાલ શાહે જણાવ્યું હતું કે વિતેલા થોડા મહિનાઓ તેમણે યુઝર્સની જરૂરિયાતો અને અપેક્ષાઓ સમજવામાં વિતાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તેમણે લખ્યું હતું:

"મેં યુઝર્સ પાસેથી એક સરળ વાત સાંભળી છે. તેઓ મને કહે છે કે  જે લોકો તેમના માટે મહત્ત્વના છે તેમની નજીક રહેવામાં મદદ કરો અને વોટ્સએપ પર વધુ કામ સરળતાથી પૂર્ણ કરવાની સુવિધા આપો. હવે અમે તેના પર જ કામ કરી રહ્યા છીએ."

વોટ્સએપના આગામી 3 મુખ્ય પ્રાથમિક ક્ષેત્રો

● વધુ અર્થપૂર્ણ અને સારું કનેક્શન્સ: વોટ્સએપ પર દરરોજ 10 અબજથી વધુ વોઇસ મેસેજ અને 4 અબજથી વધુ સ્ટીકરો મોકલવામાં આવે છે. કંપની યુઝર્સના બદલાતા સંચાર માધ્યમો સાથે તાલ મિલાવીને વોઇસ નોટ્સ, ગ્રૂપ્સ, સ્ટીકર્સ અને વીડિયો ફીચર્સને વધુ સરળ, અર્થસભર અને અભિવ્યક્ત બનાવી રહી છે.

● ચેટમાં જ રોજિંદા કામકાજ પૂર્ણ કરવાની સુવિધા: હાલમાં વાતચીત દરમિયાન શરૂ થતાં ઘણા કાર્યો માટે યુઝર્સે અન્ય એપ્સ પર જવું પડે છે, જેમ કે લાઇટ-પાણીના બિલ ભરવા, પૈસા ઉધાર લેવા કે મુસાફરી દરમિયાન સંપર્કમાં રહેવું. વોટ્સએપ આ તમામ પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે ફાયનાન્સિયલ સર્વિસીસ અને ટેલિકોમ પાર્ટનર્સ સાથે મળીને કામ કરી રહ્યું છે, જેથી કોઈપણ કામ શરૂ કરવા જેટલું જ તેને પૂરું કરવું સરળ બની જાય.

● સમય બચાવવા માટે AIની મદદ: પ્લેટફોર્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એવી રીતે એકીકૃત કરશે કે ટૅક્નોલૉજી આપોઆપ યુઝરની જરૂરિયાતો સમજી શકે, સામાન્ય કામ પૂર્ણ કરી આપે અને કોઈ બુકિંગ કે એપોઇન્ટમેન્ટ ચૂકી ન જવાય તેનું ધ્યાન રાખે. કુણાલ શાહના મતે, શ્રેષ્ઠ ટૅક્નોલૉજી એ છે જે તમારો કિંમતી સમય બચાવે.

ઍન્ડ-ટુ-ઍન્ડ એન્ક્રિપ્શન સાથે કોઈ સમાધાન નહીં

વોટ્સએપ પર પ્રાઈવસી અને યુઝર ટ્રસ્ટ સર્વોપરી રહેશે. વોટ્સએપ પર દરરોજ 100 અબજથી વધુ મેસેજીસ અને 2 અબજથી વધુ કોલ્સનું સંચાલન થાય છે, તેથી સરળતા, વિશ્વસનીયતા અને ગોપનીયતા પ્લેટફોર્મનો પાયો છે. આ વિશે કુણાલ શાહે સ્પષ્ટપણે ભારપૂર્વક કહ્યું:

"વિશ્વાસ કમાવવામાં વર્ષો લાગે છે અને ગુમાવવામાં માત્ર એક ક્ષણ, હું આ બાબતને જરાય હળવાશથી લેતો નથી."

યુઝર્સના તમામ વ્યક્તિગત મેસેજીસ અને કોલ્સ પહેલાંની જેમ જ સંપૂર્ણપણે ઍન્ડ-ટુ-ઍન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે અને સુરક્ષાના માપદંડોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

કુણાલ શાહની નિયુક્તિ અને ₹8,550 કરોડનું રોકાણ

આ વર્ષે જૂનમાં મેટાએ એક મોટો વ્યૂહાત્મક નિર્ણય લેતાં CREDના સ્થાપક કુણાલ શાહને વોટ્સએપના ગ્લોબલ હેડ તરીકે નિયુક્ત કર્યા હતા. કુણાલ શાહે વિલ કેથકાર્ટનું સ્થાન લીધું છે, જેઓ વર્ષ 2019થી પ્લેટફોર્મનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ ડીલના ભાગરૂપે મેટાએ બેંગલુરુ સ્થિત ફિનટેક કંપની CREDમાં આશરે ₹8,550 કરોડનું જંગી ફંડિંગ રાઉન્ડ લીડ કર્યું હતું, જેનાથી CREDનું વેલ્યુએશન ₹43,239 કરોડએ પહોંચ્યું હતું.