Science & Technology

જીમેઇલમાં મેઇલને આર્કાઇવ કરવાથી સ્પેસ બચાવી શકાય ?

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
જીમેઇલમાં ઇમેઇલ આર્કાઇવ કરવાથી તે ઇનબોક્સમાંથી દૂર થાય છે, પરંતુ ડિલીટ થતો નથી. આ સુવિધા દ્વારા વપરાશકર્તાઓ ભવિષ્યમાં જરૂર પડે ત્યારે ઇમેઇલ શોધી શકે છે. આર્કાઇવ કરેલા ઇમેઇલ્સ જીમેઇલની સિસ્ટમમાં સચવાયેલા રહે છે, તેથી તે સ્પેસ રોકવાનું ચાલુ રાખે છે. આર્કાઇવ કરવાથી સ્પેસ ઘટાડી શકાતી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

જીમેઇલમાં મેઇલને આર્કાઇવ કરવાથી સ્પેસ બચાવી શકાય ?

તમે જીમેઇલનો પૂરતો ઉપયોગ કરતા હશો તો ક્યારેક ને ક્યારેક તેમાં કોઈ ઇમેઇલ ઓપન કરતાં, તેના મથાળે તે મેઇલને ડિલીટ કરવાની, રીડ/ કે અનરીડ માર્ક કરવાના આઇકન સાથે એક ફોલ્ડરમાં ડાઉન એરો સાથેનો એક આઇકન પણ જોયો હશે. આ આઇકન ક્લિક કરીને આપણે જે તે ઇમેઇલને ‘આર્કાઇવ’ કરી શકીએ છીએ. ઇમેઇલ આર્કાઇવ કરવાનો ખરો અર્થ એ છે કે એ ઇમેઇલ પર આપણે જરૂરી કામ કરી લીધું. હવે તેને ઇનબોક્સમાં સાચવવાની જરૂર નથી. જ્યારે આપણે કોઈ ઇમેઇલને સદંતર ડિલીટ ન કરવો હોય, પણ ઇનબોક્સમાંથી દૂર કરવો હોય અને ભવિષ્યમાં કામ લાગશે એમ માનીને સાચવી રાખવો હોય ત્યારે તેને આર્કાઇવ કરી શકીએ છીએ. ઇમેઇલને આર્કાઇવ કરવાથી તે ફક્ત ઇનબોક્સમાંથી દૂર થાય છે પરંતુ જીમેઇલની સિસ્ટમમાં તે જળવાઈ રહે છે. એ ઇમેઇલ સંબંધિત કંઈ પણ સર્ચ કરીને એ ઇમેઇલ ફરી ઓપન કરી શકીએ છીએ. આનો અર્થ એ થયો કે ઇમેઇલ આર્કાઇવ કરવાથી તે ફક્ત ઇનબોક્સમાં દૂર થાય છે, ડિલીટ થતો નથી. આથી ઇમેઇલ્સને ફક્ત આર્કાઇવ કરવાથી આપણે જીમેઇલમાં રોકાતી સ્પેસ ઘટાડી શકતા નથી.