Science & Technology

એપલનો પહેલો ફોલ્ડેબલ આઇફોન ખરીદવો લોઢાના ચણા ચાવવા જેવું બનશે, શરૂઆતમાં સ્ટોક ખૂબ જ મર્યાદિત રહેવાની આશંકા

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
એપલનો પહેલો ફોલ્ડેબલ આઇફોન સપ્ટેમ્બર 2026માં લોન્ચ થવાની શક્યતા છે, પરંતુ તેનું ઉત્પાદન અત્યંત મર્યાદિત રહેશે. સપ્લાય ચેઈન એનાલિસ્ટ મિંગ-ચી કુઓ મુજબ, શરૂઆતમાં 5થી 10 લાખ યુનિટ્સ જ ઉપલબ્ધ થશે. આથી, ગ્રાહકોને લાંબો સમય રાહ જોવી પડશે અને બ્લેક માર્કેટમાં તેની કિંમત 100% સુધી વધુ ચૂકવવી પડી શકે છે. આ ફોન ₹1.90 લાખથી ₹2.10 લાખનો હોઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપલનો પહેલો ફોલ્ડેબલ આઇફોન ખરીદવો લોઢાના ચણા ચાવવા જેવું બનશે, શરૂઆતમાં સ્ટોક ખૂબ જ મર્યાદિત રહેવાની આશંકા

Apple iPhone Supply Issue: એપલનો સૌથી પહેલો ફોલ્ડેબલ આઇફોન આ વર્ષે સપ્ટેમ્બર 2026માં લોન્ચ થાય તેવી પ્રબળ શક્યતા છે, પરંતુ તેને ખરીદવો યુઝર્સ માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. જાણીતા સપ્લાય ચેઈન એનાલિસ્ટ મિંગ-ચી કુઓએ ચેતવણી આપી છે કે આ ફોલ્ડેબલ આઇફોનનો શરૂઆતનો સ્ટોક અત્યંત મર્યાદિત રહેવાનો છે. આના કારણે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ હોવા છતાં, ડિલિવરીમાં લાંબો સમય લાગી શકે છે, માર્કેટમાં ફોન મોડો ઉપલબ્ધ થઈ શકે છે અને બ્લેક માર્કેટ કે રિસેલ માર્કેટમાં તેની કિંમતો આસમાને પહોંચી શકે છે.

ત્રીજા ક્વાર્ટરમાં માત્ર 5 લાખથી 10 લાખ યુનિટ્સનું જ ઉત્પાદન

મિંગ-ચી કુઓના તાજેતરના ઇન્ડસ્ટ્રી સર્વે અનુસાર, એપલ વર્ષ 2026ના બીજા ભાગમાં આશરે 7-8 મિલિયન (70થી 80 લાખ) ફોલ્ડેબલ આઇફોનનું ઉત્પાદન કરવાનું આયોજન ધરાવે છે. જોકે, વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં માત્ર 500,000થી 1 મિલિયન (5થી 10 લાખ) યુનિટ્સ જ તૈયાર થઈ શકશે, જે તે સમયગાળાના કુલ શિપમેન્ટના માત્ર 10% જેટલું જ છે. તેની સરખામણીએ, એપલના પ્રીમિયમ ફ્લેગશિપ મોડલ્સ જેવા કે આઇફોન 18 પ્રો અને પ્રો મેક્સના આ જ ક્વાર્ટરમાં આશરે 20-22 મિલિયન (2થી 2.2 કરોડ) યુનિટ્સ શિપ કરવામાં આવે તેવી ધારણા છે.

રિસેલર્સ 100% સુધીનો પ્રીમિયમ ચાર્જ વસૂલી શકે છે

ઉત્પાદનનું પ્રમાણ ખૂબ ઓછું હોવાને કારણે એવા અંદાજો લગાવાઈ રહ્યા છે કે સપ્ટેમ્બરમાં સત્તાવાર જાહેરાત થયા પછી પણ એપલ આ ફોનનું વેચાણ બજારમાં મોડું શરૂ કરી શકે છે. જો પ્રોડક્શન શેડ્યૂલમાં ફેરફાર નહીં થાય, તો લોન્ચિંગના તરત જ પછી ઓર્ડર કરનારા ગ્રાહકોને પણ લાંબો વેઇટિંગ પીરિયડ વેઠવો પડશે.

કુઓના અંદાજ મુજબ, ફોનની ડિલિવરી માટે 4થી 6 અઠવાડિયા કે તેથી વધુ સમય લાગી શકે છે અને ડિસેમ્બર મહિના પહેલાં તેનો સપ્લાય માર્કેટમાં સ્ટેબલ થશે નહીં. આ મર્યાદિત સ્ટોકનો ફાયદો ઉઠાવીને રિસેલર્સ સત્તાવાર કિંમત કરતાં 50%થી 100% જેટલો વધુ પ્રીમિયમ ચાર્જ વસૂલીને બ્લેકમાં ફોન વેચી શકે છે.

એપલના ઇતિહાસનો સૌથી મોંઘો આઇફોન

જોકે એપલે હજી સુધી સત્તાવાર રીતે ફોલ્ડેબલ આઇફોનની જાહેરાત કરી નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર કંપની આ કેટેગરીમાં એન્ટ્રી કરવા માટે પૂરેપૂરી સજ્જ છે. આ ડિવાઇસના સંભવિત ફીચર્સ નીચે મુજબ હોઈ શકે છે:

  • ડિસ્પ્લે: બહારની તરફ 5.5-ઇંચની કવર ડિસ્પ્લે અને અંદરની તરફ 7.8-ઇંચની મોટી ફોલ્ડિંગ સ્ક્રીન હશે, જે ઓપન થતાં જ ટેબ્લેટ જેવો અનુભવ આપશે.
  • ડિઝાઇન: ફોલ્ડ ખોલ્યા પછી તેની જાડાઈ 5mm કરતાં પણ ઓછી હોઈ શકે છે, જે તાજેતરમાં લોન્ચ થયેલા iPhone Air કરતાં પણ વધુ સ્લિમ હશે.
  • અંદાજિત કિંમત: કુઓના મતે આ આઇફોનની રિટેલ કિંમત 2,300 ડોલરથી 2,500 ડોલર (આશરે 1.90 લાખથી 2.10 લાખ રૂપિયાની આસપાસ) હોઈ શકે છે, જે તેને એપલના ઇતિહાસનો સૌથી મોંઘો આઇફોન બનાવશે.