Science & Technology

પ્લે સ્ટોર પર નકલી WhatsAppથી સાવધાન! 5 લાખ લોકોએ કરી ડાઉનલોડ, પર્સનલ ડેટા ચોરાવાનો મોટો ખતરો

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
ગૂગલ પ્લે સ્ટોર પર 5 લાખથી વધુ લોકોએ નકલી વોટ્સએપ એપ ડાઉનલોડ કરી છે. 'Agment Assets sallu' નામના ડેવલપરે અસલી જેવી જ દેખાતી આ એપ બનાવી હતી. યુઝર્સનો પર્સનલ ડેટા જોખમમાં મુકાયો છે. સાચી વોટ્સએપ એપ 'WhatsApp LLC' દ્વારા પ્રકાશિત થાય છે અને તેને 10 અબજથી વધુ ડાઉનલોડ્સ છે, જ્યારે નકલી એપના 5 લાખ ડાઉનલોડ્સ હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્લે સ્ટોર પર નકલી WhatsAppથી સાવધાન! 5 લાખ લોકોએ કરી ડાઉનલોડ, પર્સનલ ડેટા ચોરાવાનો મોટો ખતરો

Fake WhatsApp Alert : ભારત સહિત સમગ્ર વિશ્વમાં કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે, પરંતુ હવે આ લોકપ્રિય એપના નામે એક મોટો ખેલ સામે આવ્યો છે. ગૂગલ પ્લે સ્ટોર પર અસલી WhatsApp જેવી જ દેખાતી એક નકલી એપ આવી ગઈ હતી, જેને 5 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ પણ કરી લીધી છે. પ્લે સ્ટોર પર વોટ્સએપ સર્ચ કરતાં ઓરિજિનલ એપની બરાબર ઉપર એક સ્પોન્સર્ડ નકલી એપ દેખાતી હતી. તેનો દેખાવ બિલકુલ અસલી જેવો હોવાથી લાખો લોકો છેતરાયા અને તેમણે આ ખોટી એપ ફોનમાં ઇન્સ્ટોલ કરી લીધી, જેનાથી તેમનો પર્સનલ ડેટા જોખમમાં મુકાયો હોવાની સંભાવના વધી ગઈ છે.

અસલી જેવો દેખાવ રાખીને લોકોને છેતર્યા

આ નકલી એપનું નામ, તેનો લોગો અને અંદરના તમામ ફીચર્સ અસલી વોટ્સએપ જેવા જ રાખવામાં આવ્યા હતા. આ કારણથી સામાન્ય યુઝર્સ માટે અસલી અને નકલી વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ બની ગયો હતો. આ એપ 'WhatsApp messenger' નામે લિસ્ટ થઈ હતી અને તેને 'Agment Assets sallu' નામના ડેવલપરે પબ્લિશ કરી હતી, જેની પ્લે સ્ટોર પર અન્ય કોઈ એપ ઉપલબ્ધ નથી. સૌથી પહેલાં એક રેડિટ યુઝરે આ ગરબડ પકડી પાડી હતી.

અસલી WhatsApp કેવી રીતે ઓળખશો?

ગૂગલ પ્લે સ્ટોર પર મેટાની ઓરિજિનલ એપ 'WhatsApp LLC' દ્વારા પબ્લિશ કરવામાં આવી છે. આ અસલી એપના 10 અબજથી વધુ ડાઉનલોડ્સ છે અને તેને ગૂગલ તરફથી 'એડિટર્સ ચોઈસ'નું માન્ય બેજ પણ મળેલું છે. તેથી 5 લાખ ડાઉનલોડ વાળી કોઈપણ એપ નકલી જ હોય છે.

આવી નકલી એપ્સથી બચવા શું ધ્યાન રાખવું?

કોઈપણ એપ ડાઉનલોડ કરતાં પહેલાં તેના ડેવલપરનું નામ ખાસ ચકાસવું. વોટ્સએપના કિસ્સામાં ડેવલપર 'WhatsApp LLC' જ હોવું જોઈએ. એપ ડાઉનલોડ કરતાં પહેલાં તેના રિવ્યુ અને રેટિંગ્સ ચેક કરવા. જો એકાદ અઠવાડિયામાં જ અચાનક અસંખ્ય 5 સ્ટાર રેટિંગ્સ જોવા મળે અથવા ખરાબ રિવ્યુ દેખાય, તો તેવી શંકાસ્પદ એપ ડાઉનલોડ કરવાનું ટાળવું. હંમેશા માત્ર ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર પરથી જ એપ ઇન્સ્ટોલ કરવી અને અજાણી લિંક કે થર્ડ પાર્ટી વેબસાઇટ પરથી એપ લેવાનું ટાળવું.