Apple To Launch MacBook Ultra: Apple ફરી એકવાર ટેક દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયું છે. એક રિપોર્ટ અનુસાર કંપની હવે એક નવું પ્રીમિયમ લૅપટોપ એટલે કે MacBook Ultra પર કામ કરી રહી છે. એને 2027ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવે એવી સંભાવના છે. આ મોડેલ હાલની MacBook Pro સિરીઝ કરતાં પણ વધુ શક્તિશાળી અને અદ્યતન હોઈ શકે છે. અત્યાર સુધી એપલનું MacBook Pro સૌથી પાવરફુલ હોવાનું કહેવામાં આવતું હતું. જોકે હવે એની જગ્યા આ નવું MacBook લઈ શકે છે.
MacBook Pro કરતાં એક પગલું આગળ
MacBook Pro લાંબા સમયથી પ્રોફેશનલ યુઝર્સ માટે પ્રથમ પસંદગી રહ્યું છે. જોકે MacBook Ultra નવી ઊંચાઈએ જઈ રહ્યું હોવાની ચર્ચા છે. તેમાં ગજબના ફીચર્સ અને પર્ફોર્મન્સ આપવાનું કંપનીનું લક્ષ્ય છે. આ નવું મોડેલ પ્રીમિયમ લૅપટોપની વ્યાખ્યાને બદલી પણ શકે છે.
OLED ડિસ્પ્લે: વધુ ઉત્તમ વિઝ્યુઅલનો અનુભવ
આ નવા મોડેલમાં LCD બદલે OLED ડિસ્પ્લે આવવાની શક્યતા છે. એનો અર્થ છે વધુ સારું બ્લેક કલર અને રંગબેરંગી કલર જોવા મળશે. આ સાથે જ ઉત્તમ કોન્ટ્રાસ્ટનો પણ અનુભવ યુઝર્સને મળશે. ફોટોગ્રાફી, વીડિયો એડિટિંગ અને ડિઝાઇન જેવા ક્ષેત્રમાં કામ કરનાર માટે આ ખાસ ફાયદાકારક બની શકે છે.
ટચસ્ક્રીનનો સમાવેશ?
સૌથી રસપ્રદ વાત એ છે કે આ MacBookમાં ટચસ્ક્રીન આવવાની શક્યતા છે. Apple અત્યાર સુધી પોતાના લૅપટોપમાં ટચસ્ક્રીનથી દૂર રહ્યું છે, પરંતુ જો આ ફીચર આવે, તો ખાસ કરીને ક્રિએટિવ કામ માટે તે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
વધુ શક્તિશાળી M6 Pro અને M6 Max ચિપ્સ
પરફોર્મન્સ માટે MacBook Ultraમાં Appleની નવી પેઢીની M6 Pro અને M6 Max ચિપ્સ આવવાની સંભાવના છે. આ ચિપ્સ TSMCની 2-નાનોમીટર ટેક્નોલોજી પર આધારિત હોઈ શકે છે. એ વધુ ઝડપી, વધુ કાર્યક્ષમતા અને ઓછી ગરમી ઉત્પન્ન કરશે.
આ પણ વાંચો: ચંદ્ર-મંગળ મિશનની તૈયારી! 6 લોકો 100 દિવસ માટે થયા કેદ, સીલબંધ હબિટાટમાં રહીને રિહર્સલ
આ MacBook કોના માટે યોગ્ય?
MacBook Ultra ખાસ કરીને પ્રોફેશનલ્સ જેમ કે ડિઝાઇનર્સ, ડેવલપર્સ અને વીડિયો એડિટર્સ માટે બનાવવામાં આવી શકે છે. જો યુઝર્સને નવી ટેકનોલોજી અને ટોચનું પર્ફોર્મન્સ જોઈએતું હોય, તો આ લૅપટોપ શ્રેષ્ઠ બની શકે છે.


