Science & Technology

એપલ કારપ્લેમાં ઉમેરાશે હવે ચેટજીપીટી, એન્થ્રોપિક અને જેમિની: ડ્રાઇવિંગ દરમ્યાન AI ચેટબોટ્સનો સીધો ઉપયોગ બનશે શક્ય

By GS Team
7 Feb 20262 mins read
TukuTouch Logo
એપલ તેની કારપ્લે ઇન્ટરફેસ માટે મોટું અપડેટ લાવવાની તૈયારી કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર એપલ હવે થર્ડ-પાર્ટી AI વોઇસ અસિસ્ટન્ટ્સ જેમ કે ઓપનએઆઈનું ચેટજીપીટી, એન્થ્રોપિકનું ક્લોડ અને ગૂગલનું જેમિનીને મંજૂરી આપશે. આ પહેલી વાર છે કે એપલ કારપ્લેમાં બહારના વોઇસ અસિસ્ટન્ટ્સને મંજૂરી આપવા જઈ રહ્યું છે. જોકે એમ છતાં સિરી આ પ્લેટફોર્મ પર ડિફોલ્ટ અસિસ્ટન્ટ તરીકે રહેશે, પરંતુ એપલ હવે સિરીમાં પણ જેમિનીનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપલ કારપ્લેમાં ઉમેરાશે હવે ચેટજીપીટી, એન્થ્રોપિક અને જેમિની: ડ્રાઇવિંગ દરમ્યાન AI ચેટબોટ્સનો સીધો ઉપયોગ બનશે શક્ય

Apple CarPlay: એપલ તેની કારપ્લે ઇન્ટરફેસ માટે મોટું અપડેટ લાવવાની તૈયારી કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર એપલ હવે થર્ડ-પાર્ટી AI વોઇસ અસિસ્ટન્ટ્સ જેમ કે ઓપનએઆઈનું ચેટજીપીટી, એન્થ્રોપિકનું ક્લોડ અને ગૂગલનું જેમિનીને મંજૂરી આપશે. આ પહેલી વાર છે કે એપલ કારપ્લેમાં બહારના વોઇસ અસિસ્ટન્ટ્સને મંજૂરી આપવા જઈ રહ્યું છે. જોકે એમ છતાં સિરી આ પ્લેટફોર્મ પર ડિફોલ્ટ અસિસ્ટન્ટ તરીકે રહેશે, પરંતુ એપલ હવે સિરીમાં પણ જેમિનીનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે.

AI અસિસ્ટન્ટ્સ ડ્રાઇવિંગને સરળ બનાવશે

થર્ડ-પાર્ટી AI વોઇસ અસિસ્ટન્ટ્સનું ઇન્ટિગ્રેશન કારપ્લે માટે મોટું પગલું સાબિત થઈ શકે છે. અત્યાર સુધી કારપ્લેમાં સિરી જ એકમાત્ર વોઇસ અસિસ્ટન્ટ હતું, જે સંગીત પ્લેબેક, મેસેજિંગ અને નેવિગેશન સંભાળતું હતું. જોકે નવી અપડેટ સાથે ડ્રાઇવર્સ કારપ્લે મારફતે સીધા AI ચેટબોટ્સને પ્રશ્નો પૂછી શકશે. તેમ જ એને સંબંધિત એપને પણ ખોલી શકશે. એટલે કે યુઝર હવે સ્ટિયરિંગ પરથી હાથ હટાવ્યા વગર ચેટજીપીટીને કયું રેસ્ટોરાં વધુ સારું છે એ વિશે સવાલ કરી શકશે.

સિરીનો ઉપયોગ ડિફોલ્ટ અસિસ્ટન્ટ તરીકે

થર્ડ-પાર્ટી AI વોઇસ અસિસ્ટન્ટ્સ ઉમેરાયા છતાં સિરી કારપ્લેમાં ડિફોલ્ટ અસિસ્ટન્ટ તરીકે કામ કરશે. યુઝર્સે આ માટે કારપ્લેમાં નવી AI એપ્સને ખોલીને ઍક્સેસ કરવી પડશે. જોકે ડેવલપર્સ પોતાની એપ્સને એ રીતે ડિઝાઇન કરી શકે છે કે એપ ખોલતાં જ વોઇસ મોડ આપમેળે શરૂ થઈ જાય. આ રીતે એપલ કારપ્લેનો અનુભવ વધુ સરળ બની શકે છે. આ સાથે યુઝર્સને વધુ વિકલ્પો અને ફિચર્સનો પણ લાભ મળશે.

લેટેસ્ટ AI ફિચર્સની ડિમાન્ડ

ગ્રાહકો સિરી સિવાય વધુ નવી AI ફિચર્સની ડિમાન્ડ કરી રહ્યા હતા. ઘણા લોકો આઇફોન વિજેટ્સને કારપ્લે સાથે સિંક કરીને પણ કામ ચલાવી રહ્યા છે. ચેટજીપીટી, એન્થ્રોપિક અને જેમિની ઉમેરવાથી આ સેવાઓને ડ્રાઇવિંગ દરમ્યાન વધુ સરળ અને ઍક્સેસેબલ બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વોટ્સએપમાં મળશે નવી સુવિધા: યુઝર્સ હવે ફોટો અને વીડિયોને પણ કરી શકશે ડ્રાફ્ટ, જાણો કેવી રીતે…

સિરીને પણ અપગ્રેડ કરી રહ્યું છે એપલ

કારપ્લે અપડેટ સાથે એપલ સિરીને પણ “વર્લ્ડ નોલેજ આન્સર્સ” નામના નવા ફીચર સાથે અપગ્રેડ કરી રહ્યું છે. આ ફીચર ચેટજીપીટી જેવી વેબ સર્ચ અને સમરીઝેશન જેવું કામ કરશે. કારપ્લે માટેનું છેલ્લું સૌથી મોટું અપડેટ iOS 26માં આવ્યું હતું, જેમાં વિજેટ્સ અને લિક્વિડ ગ્લાસ ઇન્ટરફેસ રજૂ કરવામાં આવ્યા હતા. કંપની કારપ્લે અલ્ટ્રા પણ ધીમે ધીમે રજૂ કરી રહી છે, જે કારની અંદરની ફિચર્સ જેમ કે સીટ એડજસ્ટમેન્ટ્સ અને ક્લાઇમેટ સેટિંગ્સને નિયંત્રિત કરી શકશે એવી ચર્ચા છે.