Science & Technology

ફોટોઝમાં લોકોના ચહેરા ઓળખવા મુદ્દે એપલ સામે કેસ

By GS Team
19 Aug 20261 min read
TukuTouch Logo
અમેરિકામાં Apple સામે 30 અબજ ડોલરથી વધુના દંડનો મોટો કેસ ચાલી રહ્યો છે. માર્ચ 2020માં 10 યુઝર્સે Apple Photosમાં ચહેરા ઓળખવાની સુવિધા ઇલિનોઇ સ્ટેટના બાયોમેટ્રિક ઇન્ફર્મેશન પ્રાયવસી એક્ટનો ભંગ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે 65 લાખથી વધુ યુઝર્સ ફરિયાદી બન્યા છે. જો ચુકાદો વિરુદ્ધ આવે તો Appleએ તમામને વળતર ચૂકવવું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફોટોઝમાં લોકોના ચહેરા ઓળખવા મુદ્દે એપલ સામે કેસ

એપલ કંપની સામે અમેરિકાની કોર્ટમાં એક મોટો કેસ ચાલી રહ્યો છે અને ચુકાદો કંપનીની વિરુદ્ધ આવે તો કંપનીએ ૩૦ અબજ ડોલર કરતાં વધુ રકમ પેનલ્ટી તરીકે ચૂકવવી પડે એવી શક્યતા છે!
કેસની વિગતો કંઈક એવી છે કે માર્ચ ૨૦૨૦માં એપલના દસેક યૂઝરે એપલ ફોટોઝમાંનું એક ફીચર અમેરિકાના ઇલિનોઇ સ્ટેટના બાયોમેટ્રિક ઇન્ફર્મેશન પ્રાયવસી એક્ટનો ભંગ કરતું હોવાનો આક્ષેપ કર્યો. આ કાયદા મુજબ એ સ્ટેટના નાગરિકોને તેમની મંજૂરી વિના તેમની બાયોમેટ્રિક ઇન્ફર્મેશન ક્લેક્ટ ન કરવામાં આવે તથા તેઓ ઇચ્છે તો આવી મંજૂરી આપે જ નહીં એવો અધિકાર છે. એપલના યૂઝર્સનો આક્ષેપ હતો કે એપલની ફોટોઝ સર્વિસમાં લોકોના ચહેરા ઓળખીને તેને ગ્રૂપ કરવાની જે સગવડ છે તે આ કાયદાનો ભંગ કરે છે!
તમે જાણતા જ હશો કે ગૂગલ ફોટોઝ એપમાં પણ આવી સગવડ છે. મેટા કંપની સામે પણ આ જ પ્રકારના ફીચરને કારણે અગાઉ કેસ થઈ ચૂક્યો છે. હવે આ આખી વાત એપલના ફક્ત દસેક યૂઝર પૂરતી સીમિત રહી નથી. એપલની ફોટોઝ સર્વિસનો ઉપયોગ કરતા લગભગ ૬૫ લાખ લોકોને આ કેસમાં ફરિયાદી બનાવવામાં આવ્યા છે અને એપલ વિરુદ્ધ ચૂકાદો આવે તો કંપનીએ આ તમામ લોકોને વળતર ચૂકવવું પડશે!