Science & Technology

Appleએ ભારતમાં વધાર્યું પ્રોડક્શન: દુનિયાના લગભગ 25% iPhone ઇન્ડિયામાં થાય છે એસેમ્બલ

By GS Team
10 Mar 20262 mins read
TukuTouch Logo
Appleએ ગયા વર્ષે ભારતમાં તેના iPhoneના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો હતો અને હાલમાં 25% ઉત્પાદન ફક્ત ભારતમાં થઈ રહ્યું છે. એપલ દ્વારા ભારતમાં તેના iPhoneના ઉત્પાદનમાં ગયા વર્ષ કરતાં 53% સુધી વધારો કર્યો છે. Apple તેના કુલ iPhoneમાંથી લગભગ ચોથો ભાગ ભારતમાં એસેમ્બલ કરે છે. આ પગલું Appleએ ચીન પર લાગેલા ટેરિફથી બચવા માટે લીધું છે. અંદાજ મુજબ 2025માં Appleએ ભારતમાં લગભગ 5.5 કરોડ iPhone એસેમ્બલ કર્યા, જ્યારે અગાઉના વર્ષે આ આંકડો 3.6 કરોડ હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

Appleએ ભારતમાં વધાર્યું પ્રોડક્શન: દુનિયાના લગભગ 25% iPhone ઇન્ડિયામાં થાય છે એસેમ્બલ

iPhone Production: Appleએ ગયા વર્ષે ભારતમાં તેના iPhoneના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો હતો અને હાલમાં 25% ઉત્પાદન ફક્ત ભારતમાં થઈ રહ્યું છે. એપલ દ્વારા ભારતમાં તેના iPhoneના ઉત્પાદનમાં ગયા વર્ષ કરતાં 53% સુધી વધારો કર્યો છે. Apple તેના કુલ iPhoneમાંથી લગભગ ચોથો ભાગ ભારતમાં એસેમ્બલ કરે છે. આ પગલું Appleએ ચીન પર લાગેલા ટેરિફથી બચવા માટે લીધું છે. અંદાજ મુજબ 2025માં Appleએ ભારતમાં લગભગ 5.5 કરોડ iPhone એસેમ્બલ કર્યા, જ્યારે અગાઉના વર્ષે આ આંકડો 3.6 કરોડ હતો.

US-China ટ્રેડ વોરની Appleની સપ્લાય ચેન પર અસર

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર દરમિયાન લાગેલા ટેરિફના કારણે ચીનમાંથી થતી શિપમેન્ટ પર અસર પડી હતી. Apple તેના મોટાભાગના iPhone ચીનમાં બનાવે છે. આ ટેરિફને કારણે Apple અને તેના સપ્લાયર્સે અમેરિકન માર્કેટ માટે બનાવાતા કેટલાક ડિવાઇસનું ઉત્પાદન અન્ય દેશોમાં શિફ્ટ કરવાનું શરૂ કર્યું હતું. આ વ્યૂહરચનામાં ભારત મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભર્યું હતું. ભારતમાં Foxconn, Tata Electronics અને Pegatron જેવી કંપનીઓ ભારતમાં વેચાણ માટે અને એક્સપોર્ટ કરવા માટે iPhone 15 અને iPhone 16 જેવા મોડલનું ઉત્પાદન કરી રહી હતી. જોકે હવે દરેક મોડલ બનાવી રહ્યું છે.

સ્થાનિક સપ્લાયર ભાગીદારી મજબૂત કરી રહ્યું છે Apple

ભારતમાં વધતું ઉત્પાદન Appleની લાંબા ગાળાની સપ્લાય ચેન સ્ટ્રેટેજીનો ભાગ છે. કંપની દુનિયાભરની ડિમાન્ડ પૂરી કરવા માટે iPhoneના બીજા મોટા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ભારતને વિકસાવી રહી છે. Apple હવે ભારતના સપ્લાયર્સ સાથે ભાગીદારી મજબૂત કરી રહી છે અને તેને વિસ્તારી પણ રહી છે. તેમાં લિથિયમ-આયન સેલ્સ, વોચ અને ફોન એન્ક્લોઝર તથા AirPods જેવી એક્સેસરીઝ માટે જરૂરી મટિરિયલનો પણ સમાવેશ થાય છે. મેન્યુફેક્ચરિંગ સિવાય Apple એવા માર્કેટમાં પોતાનો હિસ્સો વધારવા પણ પ્રયત્ન કરી રહ્યું છે જ્યાં વેચાણ પહેલેથી જ 9 અબજ ડોલરથી વધુ થઈ ગયું છે.

આ પણ વાંચો: WhatsAppનું નવું ફીચર: હવે ચેનલ પોસ્ટના ફોરવર્ડ કાઉન્ટ જોઈ શકશે યુઝર્સ...

ભારતમાં રિટેલ હાજરી પણ વધારી રહ્યું છે Apple

Apple ભારતમાં તેની રિટેલ હાજરી પણ વધારી રહ્યું છે. હાલમાં એપલના ભારતમાં 6 Apple Store છે. આ સાથે જ કંપની આ વર્ષે ભારતમાં Apple Pay લોન્ચ કરવાની તૈયારી પણ કરી રહી છે. આથી આ લોન્ચ સાથે ભારતમાં એપલની સર્વિસમાં પણ વધારો થશે.